SURAT

જામનગરમાં પકડાયેલા 11.960 કિલો ગાંજાનો મુખ્ય સપ્લાયર સુરતના કતારગામમાંથી ઝડપાયો

સુરત: (Surat) બે દિવસ પહેલા જામનગર ખાતે 11.960 કિગ્રા ગાંજા (Hashish) સાથે 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આરોપીઓને ગાંજાનો જથ્થો આપનાર સુરતનો હોવાની બાતમીના આધારે સુરત એસઓજીની (SOG) ટીમે તે શહેર છોડે તે પહેલા તેને દબોચી લીધો હતો.

  • જામનગરમાં પકડાયેલા 11.960 કિ.ગ્રા. ગાંજાનો મુખ્ય સપ્લાયર સુરતમાંથી ઝડપાયો
  • એસઓજીની ટીમે સુરતમાંથી ગાંજાના સપ્લાયરને શહેર છોડે તે પહેલા પકડી પાડ્યો

ગત 10 જુને જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનની હદમાંથી ત્રણ આરોપીઓને 11.960 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પડાયા હતા. જે આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, સુરત ખાતે રહેતો કિરીટ વાઘેલા નામના વ્યક્તિએ આ ગાંજાનો જથ્થો સપ્લાય કર્યો હતો. જેથી સુરત એસઓજી પીઆઈ એ.પી.ચૌધરીએ ગાંજાનો જથ્થો મોકલનાર આરોપી સુરત શહેર છોડી ભાગે તે પહેલા તેને તાત્કાલિક ઝડપી પાડવા તેમની ટીમને કામે લગાડી હતી.

એસઓજીની ટીમે બાતમીના આધારે કતારગામ અશ્વિનીકુમાર ખાતેથી આરોપી કિરીટ મનુભાઈ વાઘેલા (રહે. પ્લોટનં. ૧૧૦, ખોડલકૃપા સોસાયટી, કતારગામ) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે ચોરી છુપીથી છુટક ગાંજો વેચતો હતો. અને તેણે જામનગર ખાતેથી પકડાયેલા આરોપીઓને થોડા દિવસ પહેલા ગાંજાનો જથ્થો વેચ્યો હતો.

પેટીએમમાં નોકરી કરતા યુવકને ‘રમી’માં દેવુ થતા ઓનલાઈન છેતરપિંડી કરી
સુરત : ગોડાદરા ખાતે રહેતા શ્રમિક પરિવાર સાથે ક્યુઆર કોડ બનાવી આપવાના બહાને અજાણ્યાએ 36 હજારની છેતરપિંડી કરી હતી. ગોડાદરા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડ્યો હતો. ગોડાદરા ખાતે હરેક્રિષ્ના સોસાયટીમાં રહેતા 37 વર્ષીય અજય મધુકર પાચપાંડે પરવતગામ પાસે કાંદા-બટાકા અને શેરડીના રસની લારી ચલાવે છે. તેઓ પેટીએમનો ઉપયોગ કરતા હોવાથી ગત 28 એપ્રિલે એક અજાણ્યો તેમની લારી પર આવ્યો હતો. પોતે પેટીએમ કંપનીનો એજન્ટ હોવાનું કહ્યું હતું. અને ક્યુઆર કોડ બનાવી આપતો હોવાનું કહીને અજયભાઈનો ફોન માંગ્યો હતો. તેના પર વિશ્વાસ કરીને અજયભાઈએ ફોન આપી દીધો હતો. ત્યારબાદ તેમનો પાનકાર્ડ નંબર, ઇમેઈલની વિગતો માંગી હતી. બાદમાં અજાણ્યાએ તેનો ક્યુઆર હાલ જનરેટ થતો નથી સાંજે આવીશ તેમ કહીને જતો રહ્યો હતો.

બાદમાં 7 મે ના રોજ પેટીએમ કંપનીમાંથી અજયભાઈને ફોન આવ્યો હતો અને પેટીએમનું 36,711 રૂપિયા બાકી બીલ ભરવા કહ્યું હતું. બાદમાં તેમને પીટીએમ ટ્રાન્ઝેક્શન ડિટેઈલ જોતા 28 એપ્રિલે 35 હજાર મો.તારીક નામના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયા હતા. જેથી તેમણે ગોડાદરા ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં તપાસ કરીને ગઈકાલે આરોપી સન્ની સુર્યનાથ સહાની (ઉ.વ.૨૧ ધંધો વેપાર રહે. ૧૬, શાંતિવન સોસાયટી, બમરોલી રોડ, પાંડેસરા, સુરત મુળગામ- રાજધાની તા. નૌતનવા, થાના પુરંદપુર, જી.મહારજગંજ (યુ.પી) ની ધરપકડ કરી છે. આરોપી પહેલા પેટીએમમાં નોકરી કરતો હતો. તેને રમી ગેમમાં દેવુ થઈ ગયુ હોવાથી તેને આ રીતે ચીટીંગ કરી હતી.

Most Popular

To Top