SURAT

સુરતના ચોકબજારના કિલ્લાનું રહસ્ય : ભૂગર્ભમાં અંદાજે 12 મીટર લાંબો રસ્તો છે

સુરત: (Surat) ચોકબજારના કિલ્લામાં (Chokbazar Fort) એક રહસ્યમય (Mysterious) ભૂગર્ભ રસ્તો (Underground Road) છે. 12 મીટર જેટલી લંબાઇ ધરાવતો આ રસ્તો યુદ્ધ (War) જેવી સ્થિતિમાં મુખ્ય લોકોને ભગાડી શકાય એ માટે બનાવાયો હોવાનું માનવામાં આવે છે. રસ્તાનું મૂખ કિલ્લામાંથી એન્ડ્રુસ લાઇબ્રેરી તરફનું છે. આગળ જતા રોડ આવી જતો હોવાથી રસ્તો કુલ કેટલો લાંબો છે એ આજે પણ રહસ્ય છે.

  • ચોકબજારના કિલ્લાનું રહસ્ય : ભૂગર્ભમાં બનેલો અંદાજે 12 મીટર લાંબો રસ્તો
  • યુદ્ધ જેવી સ્થિતિમાં મુખ્ય લોકોને ભગાડી શકાય એ માટે રસ્તો બન્યો હોવાનું અનુમાન
  • કિલ્લાની બહાર ચોકબજારનો મુખ્ય રસ્તો આવી જતો હોવાથી ભૂગર્ભ રસ્તાની કુલ લંબાઇ કેટલી છે એ રહસ્ય અકબંધ
  • રસ્તો એન્ડ્રુસ લાઇબ્રેરી તરફ જતો દેખાય છે. પરંતુ આગળ ક્યાં સુધી જાય છે એ રહસ્ય છે

સોળમી સદીમાં સુરત શહેર વિશ્વના અલગ-અલગ દેશ સાથે વેપાર ધરાવતું હતું. શહેર ઉપર થતાં આક્રમણને અટકાવવા માટે કિલ્લાની સ્થાપના કરવામાં આવી હતી. ઐતિહાસિક કિલ્લામાં કેટલાંય રહસ્યો છે. જે પૈકી કિલ્લાનો ભૂગર્ભ રસ્તો છે. અંદાજે 12 મીટર સુધી આગળ જતો આ રસ્તો ભૂગર્ભમાં બનાવવામાં આવ્યો હતો. આગળ રસ્તો કેટલો દૂર જાય છે એ રહસ્ય છે. કારણ કે કિલ્લાની બહાર ચોકબજારનો મુખ્ય રસ્તો આવી જતો હોવાથી ભૂગર્ભ રસ્તાની કુલ લંબાઇ કેટલી છે એ રહસ્ય અકબંધ છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટના કિલ્લાના કન્સલ્ટન્ટ સુમેશ મોદીએ જણાવ્યું હતું કે, યુદ્ધ જેવી સ્થિતિમાં મુખ્ય વ્યક્તિઓને કિલ્લામાંથી ભૂગર્ભના રસ્તે ભગાડી શકાય એ માટે રસ્તો બનાવાયો હોવાનું માનવામાં આવે છે. રસ્તો એન્ડ્રુસ લાઇબ્રેરી તરફ જતો દેખાય છે. પરંતુ આગળ ક્યાં સુધી જાય છે એ રહસ્ય છે.

Most Popular

To Top