SURAT

સુરતના વરાછાથી પોલીસે બાઈક ચોરી કરતી ગેંગને પકડી પાડી, મોજશોખ માટે કરતા હતા ચોરી

સુરત: (Surat) શહેરના વરાછા સહિતના અન્ય વિસ્તારોમાં મોજશોખ માટે બાઇક ચોરી કરતી ગેંગ (Bike Thief Gang) પકડાઈ છે. પોલીસે ગેંગના પાંચ સભ્યોને પકડી પાડ્યા છે. પોલીસે એક યુવક તેમજ ચાર સગીરની (Minor) અટકાયત કરી હતી. આ ટોળકી જ્યાં બાઇકમાંથી પેટ્રોલ (Petrol) ખુટી જાય ત્યાં ચોરેલી (Theft) બાઇક (Bike) મુકીને બીજી બાઇક ચોરી કરવામાં મંડાઇ પડતા હોવાનું પોલીસે (Police) કહ્યું હતું.

  • મોજશોખ માટે બાઇક ચોરી કરતી ગેંગ પકડાઇ : યુવક અને ચાર સગીરો ઝબ્બે
  • જ્યાં પેટ્રોલ ખુટી જાય ત્યાં બાઇક મુકીને બીજી બાઇક ચોરી કરવામાં લાગી પડતા
  • પોલીસે એક યુવક તેમજ ચાર સગીર પાસેથી કુલ્લે 9 બાઇક પકડી પાડી
  • વરાછા સહિતના અન્ય વિસ્તારોમાં મોજશોખ માટે બાઇક ચોરી કરતા હતા

વરાછા પીઆઇ અલ્પેશ ગાબાણીના જણાવ્યા પ્રમાણે વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેઓએ વરાછા મેઇન રોડ ઉપરથી બાઇક લઇને પસાર તા આરોપી વિપુલ ઉર્ફે માકડો ભોળાભાઇ ડાભલ્યા તેમજ બીજા ચાર સગીરને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી કુલ્લે 9 બાઇક પકડી પાડી હતી. આ તમામ બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે ચારેય સગીરો તેમજ વિપુલ ડાભલ્યા બાઇક ચોરી કરીને મોજશોખ માટે ફેરવતા હતા, જ્યારે પણ બાઇકમાં પેટ્રોલ ખાલી થઇ જાય ત્યારે તેને અવાવરું જગ્યાએ મુકીને બીજી બાઇક ચોરી કરવામાં મંડાઇ પડતા હતા.

બેગમવાડીના વેપારી પાસેથી ૧૩.૧૫ લાખનો માલ ખરીદ્યા બાદ ગુપ્તા બંધુઓનું ઉઠમણું
સુરત : બેગમપુરામાં વેપાર કરતા વેપારી પાસેથી 13.15 લાખનો માલ ખરીદ્યા બાદ ગુપ્તા બંધુઓ ફરાર થઇ જતાં પોલીસ ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ સીટીલાઈટ રોડ ઉપર જીવીબા પાર્ક સોસયટીમાં રહેતા હર્ષ રૂપેશભાઈ ઝવેરી (ઉ.વ.૨૪) બેગમપુરામાં ભવાની ચેમ્બરમાં ઈથોસï ફર્મના નામે ધંધો કરે છે. તેમની પાસેથી કુંભારીયા રોડ ઉપર કુબેર પ્લાઝામાં નયન ટેક્ષટાઇલના નામે વેપાર કરતા વેપારી ભરત ગુપ્તા અને પવન ગુપ્તાએ મળીને રૂા.11.30 લાખની કિંમતનો ગ્રે-વીસકોસનો માલ મંગાવ્યો હતો. બાદમાં આ ગુપ્તા બંધુ પેમેન્ટ ચૂકવ્યા વગર જ દુકાન બંધ કરીને ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top