SURAT

સુરતમાં રાતના અંધારામાં બાઈક ચોરી વહેલી સવારે ભંગારમાં વેચી મારતા ચોર પકડાયા

સુરત (Surat) : મોટરસાઇકલની (Bike) ચોરી કરીને તેના સ્પેરપાર્ટસ (Spare parts ) અલગ પાડી દઇને વેચી દેતા ત્રણ ઇસમને સલાબતપુરા પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી છ મોટરસાઇકલ કબજે લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંંગમાં હતો. ત્યારે પો.કો. ભૂપેન્દ્ર નાનુભાઇને મળેલી બાતમીના આધારે તેમણે વહેલી સવારે સલાબતપુરાના વિવિધ ગેરેજોમાં (Garage) નજર રાખી હતી. આ ગેરેજોમાં ચોરી કરેલી મોટરસાઇકલના સ્પેરપાર્ટસ વેચવામાં આવતા હોવાની વિગતો મળી હતી. પોલીસે (Police) વોચ (Watch) ગોઠવી વહેલી સવારે લિંબાયતના રતનજીનગરમાં રહેતા તૌસીફ છોટુભાઇ શેખ, લિંબાયત મહાપ્રભુનગરમાં રહેતા મોહંમદ અસલમ મોહંમદ ઇદરીશ અંસારી તેમજ લિંબાયત મીઠી ખાડી પાસે રહેતા કલીમ શેખ સલીમને પકડી લેવાયા હતા. પોલીસે તેમની પાસેથી છ મોટરસાઇકલ કબજે લીધી હતી. આ ત્રણેય પૈકી તૌસીફ અને મોહંમદ અસલમ મોટરસાઇકલની ચોરી (Theft) કરીને તેના એન્જિન (Engine) સહિતના સ્પેરપાર્ટસ અલગ કરી દેતો હતો. ત્યારબાદ બીજો લોખંડને ભંગાર કરી તે તમામ ભંગાર લિંબાયતમાં રહેતા કલીમ શેખને વેચી દેતા હતા. પોલીસે આ ત્રણેયની ધરપકડ (Arrest) કરી વધુ પૂછપરછ કરી છે.

રાંદેરમાં સોનીએ જેની દયા કરી નોકરીએ રાખ્યો તે જ 2 લાખના ચાંદીનાં કડાં ચોરી કરી ગયો
સુરત: રાંદેરમાં રહેતા સોનીએ દયા ખાઈને રાજસ્થાન ઉદયપુરની હોટેલમાં સંપર્કમાં આવેલા વેઈટરને સુરત લાવી કામ આપ્યું હતું. બાદ આ જ કારીગરે તેને કામ માટે આપેલા 2 લાખની કિંમતના ચાંદીનાં કડાં લઈને ભાગી ગયો હતો. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

અડાજણ પાલ રોડ ખાતે સૂર્યમ રેસિડન્સીમાં રહેતા 38 વર્ષીય રિતેશકુમાર મહેન્દ્રભાઇ સોની રાંદેર પાલનપુર જલારામ મંદિર પાસે દર્શન સોસાયટીમાં ધર્મા બેગલ્સ વર્ક નામે સોના-ચાંદીના કડાં તેમજ લેડીઝ બેંગલ્સ બનાવવાનું કામકાજ કરી શહેરના અલગ અલગ જ્વેલરી શો-રૂમમાં વેચાણ કરે છે. રિતેશભાઈએ તેમના જ કારીગર પ્રધુમન અંબાશંકર ચોબીસા (રહે.,સૂરજ પોલ બહાર ભીડર, ઉદયપુર, રાજસ્થાન)ની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. રિતેશ ધંધાકીય કામ અર્થે અલગ અલગ રાજ્યમાં ફરે છે. થોડા સમય પહેલાં તે રાજસ્થાન ઉદેપુરના સોભાગપુરા ખાતે હોટલમાં રોકાયો હતો. પ્રધુમન અંબાશંકર ચોબીસા આ હોટેલમાં વેઈટર તરીકે નોકરી કરતો હતો. તેની સાથે વાતચીત થતાં પ્રધુમન પોતે ગરીબ છે અને હોટલ માલિક સારી રીતે રાખતો નથી કહી કામ આપવા વિનંતી કરી હતી. રિતેશભાઈને તેના ઉપર દયા આવતાં તેના પરિવાર સાથે વાત કરી નોકરી માટે સુરત લઈને આવ્યા હતા. અને તેના ઉપર વિશ્વાસ મૂકી પોતાના વર્કશોપમાં કામ શીખી બીજા કોઈ સ્થળે કામ નહીં કરવાની લેખિતમાં બાંયધરી આપી હતી.

ગત તા. 22 મેના રોજ રિતેશકુમારને ધંધાના કામ માટે મહારાષ્ટ્રના પૂણે જવાનું હતું ત્યારે પ્રધુમનને 2 લાખની કિંમતના ચાંદીનાં 52 નંગ જેન્ટ્સ કડાં ડિઝાઈન બનાવવા માટે આપ્યા હતા. બાદ 28 મેના રોજ તે માતાના બીમારીનું બહાનું કાઢી ચાંદીનાં કડાં લઈને નાસી ગયો હતો. 2 જૂને રિતેશભાઈ સુરત આવતાં દુકાને ચાંદીનાં કડાં શોધતા મળ્યા ન હતા. પ્રધુમનને ફોન કરીને પૂછતાં પોતે નથી લીધાં તેમ કહીને ગાળાગાળી કરી ફોન કરશો તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી ફોન બંધ કરી દીધો હતો. આ અંગે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top