SURAT

દરેક શહેર અયોધ્યા, ઘર ઘરમાં અયોધ્યા: દેશના વેપારીઓએ અનોખું અભિયાન છેડ્યું

સુરત: આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) શ્રી રામ મંદિરનું (Ram Mandir) ઉદ્દઘાટન થવાનું છે. ઉદ્દઘાટન સમારોહ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિશિષ્ટ મહેમાનોને આમંત્રણો મોકલી દેવાયા છે, ત્યારે દેશભરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાં રામ કથા સહિત અનેક આયોજનો થઈ રહ્યાં છે, ત્યારે સુરતમાં (Surat) એક વેપારીએ (Businessman) રામ મંદિર બનાવ્યું છે, તેના પ્રત્યે લોકોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું છે. હવે દેશભરના વેપારીઓએ પણ ઘર ઘરમાં રામ મંદિરના મંત્ર અપનાવી વેપારીઓને મોટી સંખ્યામાં થ્રીડી રામ મંદિર ભેંટ સ્વરૂપે આપવા અપીલ કરી છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા (કૈટ) દ્વારા હર શહેર અયોધ્યા, ઘર ઘર અયોધ્યા સ્લોગન હેઠળ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ કૈટ દ્વારા દેશભરના વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઐતિહાસિક દિવસની યાદરૂપે શ્રી રામ મંદિર મોડલને દરેક વેપારી તથા લોકોના ઘર સુધી ભેંટ સ્વરૂપે પહોંચાડે. કૈટે અપીલ કરી છે કે વધુમાં વધુ વેપારીઓ સુધી આ રામ મંદિરનું મોડલ પહોંચાડવામાં આવે, જેથી તે લોકોને સરળતાથી મળી શકે.

સુરતના વેપારીએ પણ લાકડામાંથી રામ મંદિર બનાવ્યા
અયોધ્યામાં જે રીતનું ભવ્ય રામ મંદિર બન્યું છે તેની જ રેપ્લિકા સમાન રામ મંદિર લાકડામાંથી સુરતના વેપારીઓએ બનાવ્યું છે. લાકડાની પ્લાયમાંથી અનોખું રામ મંદિર બનાવનાર સુરતના વલથાણ પુણા ગામ કેનાલ રોડ પરના વેપારી રાજેશ શેખડાએ કહ્યું કે, 30 બહેનો દ્વારા રામ મંદિર બનાવાયા છે. લાકડાના અલગ અલગ 500 ભાગને જોડી આ રામ મંદિર બનાવાયું છે. રામ મંદિરની જેમ ગર્ભ ગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહુબ પ્રતિકૃતિ બનાવાઈ છે. આ મંદિરની ખૂબ જ ડિમાન્ડ છે. રોજના 70થી 100 રામ મંદિર વેચાતા હોવાનું વેપારીએ વધુમાં જણાવ્યું હતું.

Most Popular

To Top