SURAT

સુરતમાં રીક્ષામાંથી 91 કિલો ગાંજો પકડાયો

સુરત : એસઓજીએ (SOG) 91 કિલો ગાંજો રીક્ષામાંથી (Auto) કબજે કર્યો છે. હાલમાં એન્ટી ડ્રગ્સ (Drug) પોલીસની મુવમેન્ટનાં (Police Movment) કારણે ઉત્કલનગરમાં ગાંજાની ડિલીવરી બંધ થઇ જવા પામી છે. દરમિયાન સુરત (Surat) જિલ્લામાં આ ગાંજાનો જથ્થો સ્ટોક કરીને લાવવામાં આવતો હતો. રીક્ષા નંબર જીજે-05 બીવી 6258માં શંકાસ્પદ હાલતમાં જણાતા એસઓજી દ્વારા તેને ચેક કરવામાં આવી હતી. આ રીક્ષામાં ચોરી છૂપીથી 9.14 લાખ રૂપિયાનો ગાંજો સંતાડવામાં આવી લાવવામાં આવતો હતો. રીક્ષામાં માલની હેરાફેરી કરનાર અરવિંદ રામચંદ્ર પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીએ પોલીસને જણાવ્યુ હતું કે હાલમાં દબાણ વધતા તેઓ રીક્ષા અને અન્ય નાના વાહનો મારફત ગાંજાની ડિલીવરી આપી રહ્યાં છે.

અંકલેશ્વરના હવા મહેલ નજીક રોશન સોસાયટીમાં ગૌમાંસ સાથે બે ઝડપાયા
અંકલેશ્વર: અંકલેશ્વરના હવા મહેલ વિસ્તારમાં રોશન સોસાયટીમાં આવેલી કેબિન પાસેથી શહેર પોલીસે ગૌમાંસના જથ્થા સાથે બે ઈસમને ઝડપી લઇ મારુતિવાન અને ગૌમાંસ મળી રૂપિયા 38 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર શહેર પોલીસને મળેલી માહિતીના આધારે હવા મહેલ નજીક આવેલી રોશન સોસાયટીમાં એક કેબિનમાં પરવાનગી વગર ગૌમાંસ મારુતિવાનમાં ભરી વેચાણ કરતા અંકલેશ્વરની દાતારનગરમાં રહેતા મોહમ્મદ રફીક મહંમદ કુરેશી અને અબ્દુલ રજાક રફીક કુરેશીને ઝડપી લીધા હતા. શહેર પોલીસે 7900 રૂપિયાનું ગૌમાંસ તેમજ અન્ય સાધનો અને 30 હજારની મારુતિ વાન મળી રૂ.38,900નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચોરેલા કેબલ વાયરો સળગાવી કોપર એલ્યુમિનિયન તારી કાઢીને વેચનારા ઝડપાયા
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકમાં નોંધાયેલા વીજ-સામાનની ચોરીના ગુના સંબંધી કેસમાં ચોરી થયેલા મુદ્દામાલ સહિત મહુવાડા ગામના બે ઇસમને ઉમલ્લા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ઉમલ્લા પોલીસને બાતમી મળી હતી કે મહુવાડા ગામના બે ઇસમે વીજ-સામાનની ચોરી કરી પોતાના ઘરના વાડાના ભાગે ચોરીનો મુદ્દામાલ સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે તપાસ કરતાં બંને ઇસમ ઘરે હાજર મળી આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન ઘરના પાછળના ભાગે ત્રણ મીણીયા થેલા મળી આવ્યા હતા. આ થેલાઓમાં ઇલેક્ટ્રિક વાયરો, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના પીવીસી ફિલ્ટરો તથા વાયરોને સળગાવી કાઢેલ કોપર તારનું ગૂંચળું મળી આવ્યા હતા.

આ ઇસમોની પૂછપરછ દરમિયાન સદર મુદ્દામાલ બંનેએ ભેગા મળીને મોટા વાસણા ગામની સીમમાંથી ચોર્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ અશા ગામની સીમમાંથી પાણીની મોટરના કેબલ વાયરો કાપી લાવી વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખીને થોડા થોડા દિવસે કેબલ વાયરોને સળગાવી કોપર એલ્યુમિનિયમના તાર કાઢી લઇ ઉમલ્લા ખાતે રહેતા રાજા સોલંકી નામના ઇસમને વેચાણ કરતા હતા. પોલીસે દિલીપભાઇ ઉર્ફે લાલો લક્કડિયાભાઇ વસાવા તેમજ સુરેશભાઇ ઉર્ફે બજરંગી અંબાલાલભાઇ વસાવાને પકડી આ ગુનામાં સંડોવાયેલા મનાતા ઉમલ્લાના રાજા સોલંકી નામના ઇસમને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ઝડપાયેલા ઇસમોએ ઉમલ્લા તેમજ નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની કબૂલાત કરી હતી.

Most Popular

To Top