SURAT

સુરત: સરથાણાની હોસ્પિટલના તબીબે એન્સ્થેસિયાનો ઓવરડોઝ આપતા કાપોદ્રાની યુવાન પરિણીતાનું મોત

સુરત (Surat): સુરતના સરથાણા ખાતે આવેલી આનંદ ઓર્થોપેડિક અને સર્જિકલ ખાનગી હોસ્પિટલમાં એન્સ્થેસિયાના ડોક્ટરની ગંભીર ભૂલના લીધે એપેન્ડીક્સની પેશન્ટ પરિણીત મહિલાનું મોત નિપજ્યું હોવાની ઘટના બની છે. ડોક્ટરની ભૂલના લીધે મોત થયું હોય પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હોબાળો મચાવ્યો હતો.

  • કાપોદ્રાની મંગલદીપ સોસાયટીમાં રહેતા પ્રિયંકા અણઘનનું મોત
  • સરથાણાની આનંદ ઓર્થોપેડિક એન્ડ સર્જિકલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારી
  • એપેન્ડીક્સના ઓપરેશન માટે દાખલ થયેલા પ્રિયંકાબેનને એન્સ્થેસિયાનો ડોઝ વધારે આપ્યો
  • બે કલાક સુધી ભાનમાં નહીં આવ્યા બાદ અંતે મોત નિપજ્યું
  • પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી તબીબ સામે ગુનો નોંધવા માંગ કરી
  • સરથાણા પોલીસે સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી

કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક પરિણતાનું (Married Women) ગઈ કાલે સોમવારે સરથાણાના વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં (Private Hospital) એપેન્ડિક્સનો (Appendix) ઓપરેશન (Operation) કરવામાં આવ્યું હતું. જોકે બપોરે પરિણીતા ત્યાં જ મોતને (Death) ભેટતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. પરંતુ પતિ સહીત પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે એનેસ્થેસિયાના (Anesthesia) ડોકટરની (Doctor) ગંભીર ભૂલના લીધે ઓપરેશનના એક-બે કલાક સુધી પણ ભાનમાં નહી આવી હતી અને અંતે તેનું મોત નિપજયું હતું. પરિવારજનો એફઆઇઆરની (FIR) માંગ કરવા લાગતા મોડી રાત સુધી મૃતદેહ હોસ્પિટલમાં જ પડી રહ્યો હતો. સમજાવટ બાદ એક વાગ્યે પીએમ (PM) માટે સ્મીમેર (SMIMER) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સરથાણા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતા પ્રિયંકાબેન વિવેકભાઈ અણઘન (ઉ.વ.૨૫) ને એપેન્ડીક્ષના ઓપરેશન માટે સોમવારે સરથાણા જકાતનાકા વિસ્તારની આનંદ ઓર્થોપેડિક (Orthopedic) અને સર્જીકલ (Surgical) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સોમવારે બપોરે 3 વાગ્યે તેમનું મોત નીપજયું હતું. પરિણીતાના મોત બાદ પરિવારજનો હોસ્પિટલની બહાર ભેગા થઇ ગયા હતા અને ડોક્ટર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી મૃતદેહ સ્વીકાર્યો નહોતો. જેના લીધે હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો હતો. દરમિયાન કોઈકની સમજાવટના પગલે પરિણીતાના મૃતદેહને રાત્રે 1 વાગ્યે સ્મીમેર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. અહીં પરિણીતાના પતિ વિવેક અણઘન સહીત પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે એનેસ્થેસિયાના ડોકટરની ગંભીર ભૂલના લીધે જ મોત થયું છે. ડોકટર દ્વારા વધુ પડતો ડોઝ આપી દેવાના લીધે તે ઓપરેશન બાદ ભાનમાં જ આવી ન હતી. ભાનમાં નહીં આવતા અમે નર્સિંગ સ્ટાફને જાણ કરતા તેઓ પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હતા. પરિવારજનો દ્વારા પેનલ પીએમની માંગ કરવાં આવી હતી. વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રિયંકાબેનના લગ્ન ત્રણ વર્ષ અગાઉ જ થયા હતા. હાલમાં તેમને કોઈ સંતાન નથી.

Most Popular

To Top