Gujarat

અમદાવાદ એરપોર્ટ તથા પાટણમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર

ગાંધીનગર : રાજયમાં આગામી 24 કલાક માટે 44 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સાથે હિટવેવ (Heat Wave) પણ રહેશે, જેના પગલે સૌરાષ્ટ્ર – કચ્છમાં ગરમીનો પારો ઊંચે જવાની સંભાવના રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ રહેશે. આ ઉપરાંત આગામી 24 કલાક માટે રાજયમાં દીવ ખાતે હિટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે . બીજી તરફ આગામી 24 કલાક પછી રાજયમાં ગરમીનો પારો 4 ડિગ્રી નીચે ઉતરી શકે છે, એટલે કે લગરમીના લપ્કોપમાંતી થોડીક રાહત મળી શકે છે.

પાટણ અને અમદાવાદ એરપોર્ટ ઉપર ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો હતો..જયારે ચાર શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીની ઉપર નોંધાયો હતો. રાજયમાં ગરમીનો પારો ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચી જતાં શહેરીજનો ત્રાહિમામ પોકરી ગયા છે. બપોરના 1થી સાંજના છ વાગ્યા સુધી લૂની અસર જોવા મળી રહી છે. જેના કારણે બપોરે લોકો કામ વિના બહાર જવાનું ટાળી રહ્યાં છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં તો લોકો પક્ષીઓ માટે ધાબા પર પાણીના કૂંડા પણ મૂકી રહ્યાં છે. નાના બાળકો, સગર્ભા તથા વૃદ્ધોને કામ વિના ઘરની બહાર નહીં નીકળવાની સલાહ પણ મનપા તંત્ર દ્વારા અપાઈ છે. આ ઉપરાંત 44 ડિગ્રી ગરમી દરમ્યાન સતત પાણી પીતા રહેવું, લિંબુનું શરબત તથા છાશ પીવી તેવી પણ સલાહ અપાઈ છે.

હવામાનન વિભાગની ચેતવણી મુજબ રાજયમાં આગામી 24 કલાક બાદ ગરમીના પ્રમાણમાં 4 ડિગ્રી સુધી ઘાટડો થવાની સંભાવના છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 44.7 ડિ.સે., અમદાવાદ એરપોર્ટ પર 45.6 ડિ.સે, ડીસામાં 43 ડિ.સે., ગાંધીનગરમાં 44.4 ડિ.સે., પાટણમાં 45.5 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિ.સે., વડોદરામાં 43 ડિ.સે., સુરતમાં 41 ડિ.સે., ભૂજમાં 43 ડિ.સે., નલિયામાં 38 ડિ.સે., કંડલા એરપોર્ટ 44 ડિ.સે., અમરેલીમાં 43 ડિ.સે, ભાવનગરમાં 42 ડિ.સે., રાજકોટમાં 43 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 44 ડિ,સે., અને કેશોદમાં 43 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top