SURAT

હડતાળિયા ડ્રાઈવરોએ સુરતમાં પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર્યો, વીડિયો વાયરલ

સુરત(Surat): અકસ્માત કાયદાના (AccidentLaw) વિરોધમાં (Oppose) દેશભરમાં ભારે વાહનોના ડ્રાઈવર્સ હડતાળ (TruckDriversStrike) પર ઉતર્યા છે. સુરતમાં હજીરા, ડુમસ રોડ અને કામરેજ વિસ્તારમાં ટ્રક રોડ સાઈડ પાર્ક કરી ટ્રક ડ્રાઈવર્સ બે દિવસથી હડતાળ પર બેઠાં છે. સોમવારે શાંતિપૂર્ણ હડતાળ પાડ્યા બાદ આજે ડ્રાઈવરો ઉગ્ર બન્યા છે.

સુરતના ડુમસ રોડ પર આજે સવારથી ડ્રાઈવર્સ સિટી બસ સહિતના વાહનો અટકાવી રહ્યાં છે. કાયદા સામે રોષે ભરાયેલા ડ્રાઈવર્સે આજે સવારે ડુમસ રોડ પર એક સિટી બસમાં તોડફોડ કરી હતી, તો પીસીઆર વાન પર હુમલો (AttackOnPolice) કર્યો હતો. પીસીઆર વાનના પોલીસ કર્મીને જીપમાંથી ખેંચી શર્ટ ફાડી દોડાવી દોડાવીને માર્યો હતો.

હિટ એન્ડ રનના અકસ્માત કાયદાના વિરોધમાં સુરત શહેર સિટી બસ અને બીઆરટીએસ બસનો 50 ટકા સ્ટાફ આજે બીજા દિવસે પણ હડતાળ પર રહ્યો હતો. જેના લીધે વિદ્યાર્થીઓ સહિત શહેરના અનેક નોકરિયાતો અટવાયા છે. રિક્ષા ચાલકો બમણું ભાડું વસૂલી રહ્યાં છે. બીજી તરફ હડતાળનો ગાળો લંબાતા ડ્રાઈવર્સ હવે ધીરજ ગુમાવી રહ્યાં છે. ડુમસ રોડ પર સિટી બસ શરૂ થતા ટ્રક ડ્રાઈવર્સ ગુસ્સે ભરાયા હતા અને એક બસમાં ઘુસી જઈ તોડફોડ કરી હતી.

ડુમસ રોડ ઉપર સિટી બસ સેવા શરૂ થતા ની સાથે જ હડતાળ પર ઉતરેલા સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઇવર અને કંડકટર ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી ગયા હતા. સુરત જિલ્લાના આંત્રોલી રોડ ઉપર જ સીટી બસનો ઊભી રાખીને તેમાં તોડફોડ કરવામાં આવી હતી.

સીટી બસ કોન્ટ્રાક્ટ ના કેટલાક ડ્રાઇવરો અને કંડક્ટરો દ્વારા દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના આંત્રોલી ખાતે સીટી બસ પહોંચતા જ માથાકૂટ શરૂ થઈ હતી સમગ્ર મામલાને થાળી પાડવા જતા પોલીસ સાથે પણ વિરોધ કરનારા વ્યક્તિઓએ માથાકૂટ કરી હતી.

ડુમસ પીઆઈ એ.પી. સોમૈયાએ કહ્યું કે ડુમસમાં હડતાળ પર બેઠેલા કેટલાંક લોકો દ્વારા સિટી બસને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. તેઓ ચક્કાજામ કરવાની તૈયારી કરી રહ્યાં હતા. જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વિરોધ કરનારા લોકોને દૂર કર્યા હતા અને સિટી બસને ફરીથી દોડાવવાની શરૂ કરી હતી. સોશિયલ મીડિયામાં વિરોધ પ્રદર્શનના જે વિડીયો વાયરલ થયા છે તે ડુમસ વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારના હોવાનો અમને જાણવા મળ્યું છે. ડુમસ વિસ્તારમાં જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું તેને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવ્યો હતો.

પોલીસ કર્મી પર હુમલો
દરમિયાન સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાંક લોકો પોલીસ કર્મી સાથે ટપલીદાવ કરી રહ્યાં છે. લોકોથી બચવા પોલીસકર્મી પીસીઆર વાનમાં બેસે છે, પરંતુ લોકોને તેને જીપમાંથી ખેંચી બહાર કાઢી તેની સાથે ટપલીદાવ કરી રહ્યાં છે. આ ધક્કામુક્કીમાં પોલીસકર્મીની વર્દી પણ ફાટી જાય છે.

દરમિયાન પોલીસકર્મી બચવા માટે દોડી જઈ બીજી કારમાં બેસે છે, પરંતુ ત્યાંથી બહાર ખેંચી કાઢી લોકો કોલર પકડી પોલીસકર્મીને લઈ જઈ ઢોલઢપાટ કરી રહ્યાં છે. મળતી વિગતો અનુસાર વીડિયોમાં જે વાન છે તે પીસીઆર વાન 902 છે. જીજે5જીવી2270 નંબરની પીસીઆર વાનના પોલીસકર્મી પર હુમલો થયો છે.

Most Popular

To Top