National

‘ED દ્વારા ધરપકડ અટકાવો’, પૂછપરછ પહેલા અરવિંદ કેજરીવાલની દિલ્હી હાઈકોર્ટને નવી અરજી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) કથિત દારૂ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) એટલે કે EDના રડાર પર છે. EDએ ગુરુવાર, 21 માર્ચે કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ જારી કર્યું છે. અત્યાર સુધી EDએ કેજરીવાલને 9 સમન્સ (Summons) મોકલ્યા છે પરંતુ તેઓ એક પણ વાર પૂછપરછ માટે હાજર થયા નથી. તેમજ ગઇકાલે કેજરીવાલની અરજી બાદહાઇકોર્ટે ED પાસે જવાબની માંગણી કરી હરી. તેમજ આજે કેજરીવાલે આ મામલે ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી તાજેતરની અરજીમાં હાઈકોર્ટને EDને ‘કોઈપણ શિક્ષાત્મક પગલાં ન લેવા’ નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે. સીએમ કેજરીવાલે હાઈકોર્ટને કહ્યું કે EDએ કોર્ટ સમક્ષ ખાતરી આપવી જોઈએ કે જો હું સમન્સનું પાલન કરીશ તો મારી સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે નહીં. કે મારી ધરપકડ કરવામાં આવશે નહીં.

કેજરીવાલે વચગાળાની રાહત માંગી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ કેસમાં EDના તમામ સમન્સની બંધારણીય માન્યતાને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. દિલ્હી હાઈકોર્ટ પાસેથી વચગાળાની રાહતની માંગ કરતા કેજરીવાલે કહ્યું છે કે તેઓ કેસની તપાસમાં સહકાર આપવા તૈયાર છે. જો કે તેમણે હાઈકોર્ટમાં EDને તેની ધરપકડ કરતા રોકવા માટે અપીલ કરી છે.

બુધવારે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી
ગયા બુધવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને પૂછ્યું હતું કે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ પૂછપરછ માટે કેમ હાજર નથી થઈ રહ્યા. કોર્ટે કેજરીવાલને પૂછ્યું કે, જ્યારે તમને સમન્સ મળે છે ત્યારે તમે હાજર કેમ નથી થતા? તમને હાજરી આપવાથી કોણ રોકે છે? જો કે, કેજરીવાલના વકીલે કહ્યું હતું કે આ કેસમાં ધરપકડથી રક્ષણની જરૂર છે કારણ કે ચૂંટણી નજીક છે ત્યારે તેમની (કેજરીવાલ) ધરપકડ કરવાનો એજન્સીનો ઈરાદો સ્પષ્ટ છે.

કોર્ટે કહ્યું- તમે આ રીતે ધરપકડ કેવી રીતે કરશો?
આ કેસમાં, કોર્ટે કહ્યું કે તપાસના ‘પહેલા કે બીજા દિવસે’ ધરપકડ ‘સામાન્ય પ્રક્રિયા’ નથી કારણ કે જો કેસમાં આરોપીની ધરપકડ માટે કોઈ આધાર હોય તો તપાસ એજન્સી પહેલા આવું કરવા માટેના કારણો નોંધે છે. AAP નેતાઓ સંજય સિંહ અને મનીષ સિસોદિયાની ધરપકડને ટાંકીને આપના વકીલ સિંઘવીએ દાવો કર્યો હતો કે કામ કરવાની “નવી શૈલી” હવે પ્રચલિત છે.

Most Popular

To Top