Dakshin Gujarat

VIDEO: કાવી-કંબોઈના દરિયામાં સ્તંભેશ્વર મહાદેવના ભક્તોની કાર ફસાઈ ગઈ

ભરૂચ: સોમવતી અમાસે ભગવાન શિવના દર્શન અને નદીમાં સ્નાન કરવાનું અનન્ય મહત્વ છે. ત્યારે સોમવતી અમાસના પવિત્ર દિવસે દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ કહેવાતા કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર (Stambheshwar Mahadev Temple) તીર્થ સ્થાને ભાવિકોની ભારે ભીડ હોય છે. અહીં સોમવારે દર્શને આવેલા દર્શનાર્થીઓની કાર (Car) દરિયાની ભરતીમાં ફસાઈ ગઈ હતી. જેનો વીડિયો (Video) હાલમાં સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાતના જંબુસર દરિયા કાંઠે સ્તંભેશ્વર તીર્થ સ્થાને આવેલા શ્રદ્ધાળુઓ દરિયા કિનારે ગાડી પાર્ક કરીને દર્શન માટે ગયા હતા. તેઓને દર્શન કરવામાં થોડો સમય લાગતાં તેઓ સાંજે ભરતીના સમયે દરિયા કિનારે પહોંચ્યા હતા. ત્યારે તેમની કાર પાણીમાં ગરક થઈ રહી છે. શ્રદ્ધાળુઓએ કારને પાણીમાંથી બહાર કાઢવા માટે અનેક પ્રયત્નો ર્ક્યા છતાં સફળતા ન મળતાં આખરે સ્થાનિકો, અન્ય દર્શનાર્થીઓ અને પોલીસ મદદે દોડી હતી. 15 થી 20 લોકોએ ભારે જહેમત ઉઠાવી મધ્ય પ્રદેશ પાસિંગની કારને દરિયામાં ગરક થતાં બચાવી હતી.

થોડા સમય પહેલાં નર્મદાના બ્રિજ નીચે કાર ડૂબી હતી
તાજેતરમાં જ ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચે નર્મદા નદીમાં યુવાનોની કાર ડૂબી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. સ્થાનિકો, માછીમારો અને તરવૈયાઓએ ભારે જહેમતે નદીમાંથી માંડ માંડ કાર બહાર કાઢી હતી. ચોમાસાની સિઝનમાં આવી અનેક ઘટનાઓ બનતી રહે છે. થોડા સમય પહેલા દક્ષિણ ગુજરાતના નવસારીમાં આવેલા એક ગરનાળામાં કાર ડૂબી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. પાણીમાં ડૂબેલી કારમાં ચાર લોકો સવાર હતા અને તેઓ કારની સાથે પાણીમાં ફસાયા હતા. ઘટનાની જાણ ફાયરની ટીમની થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચાર લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં પરિવાર માટે જેસીબી દેવદૂત બન્યું હતું
થોડા સમયે પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં ભાવનગરના ગારીયાધારના ભમરીયા ગામની નદીમાં ઘોડાપૂર આવતા ચાર સભ્યો પ્રવાહમાં ફસાયા જોવા મળ્યા હતા. આ પરિવાર માટે જીસીબી દેવદૂત બનીને આવ્યું અને તમામના જીવ બચાવી લીધા હતા. ધસમસતા પાણીના પ્રવાહમાં બાઈક લઈને જઈ રહેલા પરિવારના ચાર સભ્યો વચ્ચે જ ફસાયા હતા. ઉપરવાસ અને ભારે વરસાદના કારણે ભમરીયા અને માંડવી વચ્ચે આવેલા નદીના નાળા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા. જ્યાંથી પસાર થતી વખતે તણાવા લાગ્યા હતા. જોકે, જેસીબીની મદદથી બચાવી લેવાયા હતા.

Most Popular

To Top