Sports

સ્મૃતિ બહાર, હરમનપ્રીત ઘાયલ…. હવે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનથી કેવી રીતે જીતશે?

નવી દિલ્હી: મહિલા T20 વર્લ્ડ કપ 2023માં (Women’s T20 World Cup 2023) ભારતીય ટીમનું (Team India) મિશન આજથી શરૂ થઈ રહ્યું છે અને પહેલી મેચ પાકિસ્તાનની (Pakistan) સામે છે. ભારતીય સમય અનુસાર આ મેચ રવિવારે સાંજે 6.30 વાગ્યે શરૂ થશે, જે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહી છે. પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે, કારણ કે ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના ઈજાના કારણે મેચમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર પણ ઈજાઓના કારણે મેચ રમી શકે નહીં.

ટીમ ઈન્ડિયાની બે પ્લેયર મેચમાંથી બહાર
પાકિસ્તાન સામેની મેચના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા હતા. જ્યારે વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાની આંગળીમાં ઈજા સામે આવી હતી અને એ વાતની પુષ્ટિ થઈ હતી કે સ્મૃતિ મંધાના પ્રથમ મેચમાં રમી શકશે નહીં. જોકે, ટીમના કોચ હૃષીકેશ કાંતિકરનું કહેવું છે કે સ્મૃતિ મંધાના ટીમ ઈન્ડિયાની બીજી મેચ માટે રમી શકે છે. જોકે, કેપ્ટન હરમનપ્રીત કૌરને મેચ માટે ફિટ જાહેર કરવામાં આવતા ટીમ ઈન્ડિયાને થોડી રાહત મળી હતી. હરમનને ખભામાં થોડી તકલીફ હતી, પરંતુ મેચ પહેલા તેને ફિટ જાહેર કરવામાં આવી હતી.

ભારતની સંભવિત રમત-11: યાસ્તિકા ભાટિયા, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દેવિકા વૈદ્ય, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ, રાધા યાદવ, શિખા પાંડે.

પાકિસ્તાનના સંભવિત પ્લેઈંગ-11: મુનીબા અલી (વિકેટકીપર), સિદ્રા અમીન, બિસ્માહ મારુફ (કેપ્ટન), નિદા દાર, આયેશા નસીમ, આલિયા રિયાઝ, ઓમેમા સોહેલ, કાઈનત ઈમ્તિયાઝ, ફાતિમા સના, તુબા હસન, નશરા સંધુ.

મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 મેચ વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ છે. આ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 6.30 કલાકે શરૂ થશે. આ મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ પર અને ડિઝની-હોટસ્ટાર ડિજિટલ પર બતાવવામાં આવશે.

ગયા વર્ષે એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા એશિયા કપનો બદલો વર્લ્ડ કપમાં પૂર્ણ કરવા ઈચ્છશે. છેલ્લા પાંચ વર્ષમાં બંને ટીમો વચ્ચે ઘણો તફાવત રહ્યો છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના વર્ચસ્વને સતત પડકાર આપી રહી છે જ્યારે પાકિસ્તાની મહિલા ટીમ ખાસ કંઈ કરી શકી નથી. પ્રથમ મહિલા પ્રીમિયર લીગની હરાજીના એક દિવસ પહેલા આવનારી આ મેચમાં ભારતીય ખેલાડીઓ માટે વધારાની પ્રેરણા હશે.

તમને જણાવી દઈએ કે આ વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહ્યો છે અને ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા અહીં ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ભારતને દક્ષિણ આફ્રિકાની ટીમે હાર આપી હતી. આ ઉપરાંત ટીમને પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બીજી મેચમાં બાંગ્લાદેશને હરાવીને ટીમનો આત્મવિશ્વાસ પાછો ફર્યો હતો. ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચવા માટે મજબૂત દેખાઈ રહી છે પરંતુ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે તેને શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. આ 8મો મહિલા T20 વર્લ્ડ કપ છે અને છેલ્લી વખત ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને પાંચમું ટાઇટલ જીત્યું હતું.

Most Popular

To Top