‘કંગના રનૌતના ગાલ કરતા વધુ ચીકણા રસ્તા બનાવીશ’, કોંગ્રેસના ધારાસભ્યનું વચન, વીડિયો વાયરલ

રાંચી: (Ranchi) અત્યાર સુધી રાજકારણીઓ (Politicians) સ્મૂથ રસ્તા (Smooth roads) માટે ડ્રીમગર્લ (Dream girl) અભિનેત્રી (Actress) હેમા માલિનીના (Hema Malini) ગાલનું (Cheek) ઉદાહરણ આપતા હતા, પરંતુ કોંગ્રેસના (Congress) એક ધારાસભ્યએ (MLA) હવે વીતેલા જમાનાની સુપરસ્ટાર (Superstar) હેમા માલિનીના સ્થાને નવા જમાનાની બોલિવુડની (Bollywood) ક્વીનનું (Queen) ઉદાહરણ આપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ડો. ઈરફાન અન્સારીએ (Dr. Irfan Ansari) કંગના રનૌતના (Kangna Ranaut) ગાલને સ્મૂથ/ચીકણા રસ્તા સાથે સરખાવ્યા છે. પોતે જ એક વીડિયો બનાવી ધારાસભ્ય ડો. ઈરફાન અન્સારીએ ટ્વીટર (Twitter) પર પોસ્ટ (Post) કર્યો છે, જેમાં તેઓ જનતાને વચન (Promise) આપી રહ્યાંછે કે જામતારામાં (Jamtara) અભિનેત્રી કંગના રનૌતના ગાલ કરતા પણ સુંવાળા/ચીકણા રસ્તા બનાવીશ. ધારાસભ્યનો આ વીડિયો (Video) ઝડપથી સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (Viral) થયો છે અને તે સાથે જ ધારાસભ્ય વિવાદમાં (Controversy) આવી ગયા છે.

અત્યાર સુધી રાજકારણીઓ ડ્રીમગર્લ હેમા માલિનીના ગાલનું ઉદાહરણ આપતા હતા, પરંતુ જામતારાના ધારાસભ્યએ બોલિવુડની ક્વીનનું નામ દઈ નવો વિવાદ છેડ્યો

શુક્રવારે પોસ્ટ કરાયેલા એક સેલ્ફી (Selfie) વીડિયોમાં ડૉ. ઈરફાન અંસારી કહેતા સાંભળી શકાય છે કે, “મેં જામતારાની પ્રજાને 14 નવા રસ્તાઓની ભેંટ આપી છે. હું ખાતરી આપું છું કે આ રસ્તાઓ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતના ગાલ કરતાં પણ વધુ સુંવાળા બનાવવામાં આવશે. અમારા આદિવાસી બાળકો, યુવાનો અને વેપારી વર્ગના લોકો તે રસ્તાઓ પર ચાલશે.”

આ દરમિયાન તેમણે રાજ્યની અગાઉની રઘુવર દાસની સરકાર પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તમે જોયું છે કે ભાજપના શાસનમાં આવા રસ્તા ક્યારેય બન્યા ન હોત. “ભાજપે રાજ્યને લૂંટવાનું કામ કર્યું હતું. રસ્તાના અભાવને કારણે, ગામડાંઓમાં રહેતા આદિવાસીઓ આજે ધૂમ્રપાન કરવા માટે મજબૂર છે,” તેમણે કહ્યું.

માસ્ક લાંબા સમય સુધી નહીં પહેરવાનું નિવેદન આપી વિવાદમાં આવ્યા હતા
આ અગાઉ અઠવાડિયાની શરૂઆતમાં, ઈરફાન અંસારીએ એવો દાવો કર્યો હતો કે વ્યક્તિએ લાંબા સમય સુધી ફેસ માસ્ક (Mask) ન પહેરવું જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય (Health) માટે હાનિકારક છે. “એમબીબીએસ ડૉક્ટર” (MBBS Doctor) તરીકે બોલતા, એવું કહ્યું હતું કે માસ્કનો વધુ પડતો અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ (Carbon dioxide) શ્વાસમાં (Breathing) લેવાય છે.

Most Popular

To Top