‘આ ધર્મ અપનાવી લો નહીં તો..’: હિન્દુ સંત જગદગુરુ શંકરાચાર્યને તાલિબાનોએ ધમકીભર્યો પત્ર મોકલ્યો

હરિદ્વાર: (Haridwar) જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમ મહારાજને (Jagadguru Shankaracharya Swami Rajarajeshwarashram Maharaj) તાલિબાનોના (Taliban) નામે ધમકીભર્યો પત્ર (Threatening letter) મોકલવામાં આવ્યો છે. સંતને ધમકીભર્યો પત્ર મળતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આશ્રમના સંચાલકે આ અંગે હરિદ્વારના કનખલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. DIG-SSP ડૉ. યોગેન્દ્ર સિંહ રાવતે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવાની સૂચના આપી છે. કનખલ વિસ્તારમાં શ્રી જગદગુરુ આશ્રમના સંત શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમ છે.

  • 13 જાન્યુઆરીએ આશ્રમમાં શંકરાચાર્યના નામે એક પત્ર આવ્યો હતો
  • નેહરુ, ગાંધી માટે પણ અભદ્ર ટિપ્પણીઓ લખવામાં આવી
  • પત્રમાં સીધી ધમકી આપવામાં આવી નથી, પરંતુ એક ચોક્કસ વર્ગનો ઉલ્લેખ કરીને તેને અપનાવી લેવા વિશે લખ્યું છે

13 જાન્યુઆરીએ આશ્રમમાં શંકરાચાર્યના નામે એક પત્ર આવ્યો હતો. પત્રમાં શંકરાચાર્યને તાલિબાનનો ઉલ્લેખ કરીને સીધી ધમકી આપવામાં આવી નથી, પરંતુ એક ચોક્કસ વર્ગનો ઉલ્લેખ કરીને તેને અપનાવી લેવા વિશે લખ્યું છે. નેહરુ (Nehru), ગાંધી (Gandhi) માટે પણ અભદ્ર ટિપ્પણીઓ (Indecent comments) લખવામાં આવી છે. એટલું જ નહીં, મોદી-યોગીનો (Modi-yogi) ઉલ્લેખ કરીને ચોક્કસ વર્ગ સાથે ટક્કર નહીં લેવાની ધમકી આપવામાં આવી છે. પત્રમાં ઔરંગઝેબ અને બાબરના નામનો ઉલ્લેખ કરીને તેમને એક ખાસ વર્ગના મસીહા ગણાવવામાં આવ્યા છે.

આશ્રમના સંચાલક નારાયણ શાસ્ત્રીએ આ અંગે કનખલ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ ઈનચાર્જ ઈન્સ્પેક્ટર મુકેશ ચૌહાણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પત્રને કસ્ટડીમાં લીધો હતો. પત્ર મળતાં ઉચ્ચ અધિકારીઓએ પણ ચિંતિત બન્યા હતા. અહીં AIU પણ પત્રને મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે. ડીઆઈજી-એસએસપી ડૉ. યોગેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે આશ્રમના સંચાલકની ફરિયાદ પર કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને દરેક પાસાઓ પર તપાસ માટે સૂચના આપવામાં આવી છે.

હરિદ્વાર કુંભનગરીમાં ભૂતકાળમાં પણ આવા ધમકીભર્યા પત્રો મળ્યા છે. અનેક આતંકવાદી સંગઠનોના નામે નેતાઓ, સંતો અને રેલવે અધિકારીઓને આવા પત્રો મળતા રહ્યા છે, પરંતુ પોલીસ તપાસમાં એક પણ ધમકીભર્યો પત્ર ઉકેલાયો નથી.

Most Popular

To Top