World

રસી લીધા પછી 3 દિવસ સુધી સેક્સ કરશો નહો: આ દેશમાં અપાઈ સૂચના

મોસ્કો: રશિયા (Russia)ના એક અગ્રણી આરોગ્ય નિષ્ણાત (Health expert) અને અધિકારીએ લોકોને જણાવ્યું છે કે કોવિડ-19 સામેની રસી લીધા પછી ત્રણ દિવસ સુધી તેઓ કોઇની સાથે જાતીય સંબંધ (Sex) બાંધે નહીં.

ડો. ડેનિસ ગ્રેઇફર નામના આ આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું છે કે રસી લીધા પછી ત્રણ દિસવ (after vaccination 3 days) સુધી લોકોએ શારીરિક તાણ વધે તેવી પ્રવૃતિઓ કરવાથી દૂર રહેવું જોઇએ જેમાં જાતીય ક્રિયાનો પણ સમાવેશ થાય છે. રશિયનોને આ પહેલા કોવિડ રસી લીધા પછીના કેટલાક દિવસો સુધી વોડકા(એક રશિયન દારૂ) નહીં પીવા, ધુમ્રપાન (Smoking) નહીં કરવા અને સોનાબાથ કેન્દ્રોની મુલાકાત લેવાનું ટાળવાનું પણ જણાવાયું હતું. એક પ્રાંતીય નાબય આરોગ્ય અધિકારી એવા ડો. ડેનિસે જણાવ્યું હતું કે આપણે જાણીએ છીએ કે સેક્સ ક્રિયા એ ઘણી શક્તિ ખર્ચાઇ જાય તેવી ક્રિયા છે અને રસી લીધા પછીના તરતના દિવસોમાં આ ક્રિયા ટાળવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા વિશ્વમાં સૌથી ઓછું રસીકરણ જયાં થયું હોય તેવા દેશોમાંનો એક દેશ છે જયાં માત્ર 13 ટકા લોકોનું રસીકરણ થયું છે.

ભારત સરકારે (હાલમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસી લગાવાની જોગવાઈ કરી છે. આ સિવાય હવે સગર્ભા સ્ત્રીઓ માટે પણ રસી માર્ગદર્શિકા આવી છે. આ વય જૂથને પ્રજનન વય જૂથ કહેવામાં આવે છે, જેમાં મોટાભાગના પરિણીત લોકો કુટુંબની યોજના કરી રહ્યા છે અથવા તેઓ લગ્ન કરવા જઇ રહ્યા છે.  આ જૂથમાં રસીને લગતી ઘણી ગેરસમજો છે. ઉદાહરણ તરીકે, તે પણ ફેલાવવામાં આવ્યું છે કે કોરોના રસી વંધ્યત્વ અથવા નપુંસકતાનું કારણ બની શકે છે. આ ફક્ત મહિલાઓ વિશે જ નહીં, પણ પુરુષો વિશે પણ કહેવામાં આવ્યું હતું. કોવિડ રસી અને પ્રજનન સંબંધી વિવિધ વિષયો પર ડોક્ટર સુમિત્રા બચાણી, સફદરજંગ હોસ્પિટલના નિયોનેટોલોજિસ્ટ કોવિડ 19 નોડલ ઓફિસર અને મહિલા પ્રસૂતિવિજ્ઞાન વિભાગના સહયોગી પ્રોફેસરના અભિપ્રાય કઈ આ પ્રમાણે હતા.

ડો.સુમિત્રા બચાણી કહે છે કે ઘણાં યુગલો ઓપીડીમાં એવા સવાલો સાથે અમારી પાસે પહોંચી રહ્યા છે કે આપણે કુટુંબ ચાલુ રાખવા માગીએ છીએ અથવા હવે કુટુંબમાં વધારો ન કરવા માંગીએ છીએ, તેથી અમે મૌખિક ગર્ભનિરોધક લઈ રહ્યા છીએ, આ સ્થિતિમાં કોવિડની રસી પણ લેવું હોય તો શું કરી શકું? આ વિષયમાં બે બાબતોને સ્પષ્ટપણે સમજવી મહત્વપૂર્ણ છે કે જો તમે રસી લીધા પછી તમે કુટુંબને આગળ ધપાવવાનું વિચારી રહ્યા છો, તો તે ફક્ત તમાને જ નહીં, પણ નવજાત બાળકને પણ ચેપથી સુરક્ષિત કરશે.

Most Popular

To Top