Business

નાનપરા H.O. પોસ્ટ ઓફિસમાં સીનીયર સીટીઝનોને T.D.S કપાત બાબતનો ત્રાસ

નાનપરા પોસ્ટ ઓફિસ (H.O.)માં SCSS મોટું સંયુક્ત એકાઉન્ટ છે. સન 22/23માં સમયસર 15 ટકા ફોર્મ ભરીને આવ્યું હોવા છતાં સીનીયર સીટીઝનોને પોસ્ટના અધિકારીઓ મારફત TDS કપાત કરીને ત્રાસ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના TDSના નિયમોને અધિકારીઓ ઘોળીને પી ગયા છે. ડાક- અદાલતમાં આ અંગે ફરિયાદ કરી છે. ઉપરાંત અમદાવાદ ઉપલા અધિકારીને ફોનથી ફરિયાદ કરી છે. તેઓ ફરિયાદનો નિકાલ કરતાં જણાવે છે કે અમારા પોસ્ટની સિસ્ટમની ભૂલને કારણે આવું બન્યું છે.

કપાત કરેલ રકમ પાછી આપવાની જોગવાઈ નથી. તમો તમારા વકીલ પાસે પત્રક ભરીને રીફંડ લેશો. આવા પોસ્ટના બેદરકાર અધિકારીઓની સાન ઠેકાણે લાવવા સીનયર સીટીઝનોએ એક થઈ નાણાંપ્રધાન શ્રી ‘‘સીતારામણ’નો સંપર્ક કરી આ બાબતે ફરિયાદ કરવાની જરૂર છે. અસંખ્ય સીનીયર સિટીઝનોને કરેલા અન્યાય બાબતે લડત આપી બેદરકાર અધિકારીઓની સાન ઠેકાણે લાવવાના પ્રયત્ન જરૂર કરવા જોઈએ.
સુરત- હર્ષિદાબેન વિજયકુમાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બુલેટ ટ્રેનની વાતો ને ભયંકર અકસ્માતો
આપણે બુલેટ ટ્રેનના યુગમાં આવ્યા છીએ  ત્યારે પણ રેલ્વેમાં મુસાફરી દરમ્યાન થતા અકસ્માતથી કંપારી છૂટી જાય છે.આવા અકસ્માતને રોકવા માટે ઓટો સીસ્ટમ મૂકવી જોઈએ જે પ્લેનમાં હોયછે અને સુરક્ષા કવચ રૂપે કામ કરે છે.આડિવાઈસ એન્ટી કોલીઝન તરીકે કામ કરે છે. જો કોઇ પદાર્થ કે કોઇ ટ્રેન એક જ ટ્રેક પર આવી જાય તો આ સીસ્ટમ દ્વારા એલાર્મના સંકેત આપે છે. જે દરેક રેલ્વે ટ્રેનમાં હોવી જોઈએ. સલામતી તો રેલ્વેની પ્રાથમિકતા હોવી જોઈએ. દુનિયાની સૌથી મોટી રેલ્વે લાઈન  ભારત દેશમાં છે.

આ તમામ વ્યસ્ત રૂટ પર આ ડીવાઈસ લગાવવું જોઈએ જેથી સુરક્ષા કાયમ રહે. આજે બુલેટ ટ્રેનના યુગમાં આવું થાય તે કેવી રીતે સાંખી લેવાય? 290 જણનાં મોત એટલે કેટલા પરિવારે આમાં ભોગ લીધો હશે? કોઇનો પગ-કોઇનો હાથ ગયો. પૈસા આપીને છૂટી જવાથી કંઇ થતું નથી.આવા પરિવારને રોજગાર અને નોકરીની તક આપો તો તેમનું જીવન તરી જાય. રેલવેમાં જ ભરતી કરો.
સુરત     – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top