SURAT

કોરોનાના ભય વચ્ચે સુરતમાં વેક્સિનેશન માટે દોડાદોડી, બે દિવસમાં આટલા લોકોએ ડોઝ લીધો

સુરત: વિશ્વભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોનાએ (Corona) ફરીવાર માથું ઊંચક્યું છે. છેલ્લા ઘણા માસથી કોરોનાના કેસ નહીંવત પ્રમાણમાં નોંધાતા હતા. જેથી જનજીવન ફરી પાટે ચઢ્યું હતું. પરંતુ ચીનમાં (China) વધી રહેલા કોરોના કેસને કારણે ફરીથી ભયનો માહોલ ઊભો કર્યો છે. ભારત (India) દેશમાં કોરોનાના કેસ ખૂબ જ ઓછા નોંધાતા હોવાથી કોઈ ગાઈડલાઈન (Guideline) ન હતી. જેથી તમામ દેશોમાં લોકો પ્રવાસ કરી રહ્યા છે. જેના કારણે હવે કોરોના વકરવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ફરીવાર કોરોના માટેના નિયમો પાળવા માટે અપીલ કરી છે. સુરત શહેરમાં પણ લોકો સ્વયંભૂ વેક્સિન લેવા માટે પડાપડી કરી રહ્યા છે. છેલ્લાં 2 જ દિવસમાં 6388 લોકોએ વેક્સિન (Vaccine) મુકાવી દીધી છે.

  • 9 દિવસમાં 2941 લોકોએ વેક્સિન મુકાવી હતી, જ્યારે 2 જ દિવસમાં 6388 લોકોએ વેક્સિન મુકાવી દીધી
  • છેલ્લા 2 જ દિવસમાં 6388 લોકોએ વેક્સિન મુકાવી દીધી
  • શરદી, ઉધરસ-તાવ જેવાં લક્ષણો ધરાવતા દર્દીના ટેસ્ટિંગંમાં મનપાએ ચોકસાઈ વધારી, ટેસ્ટિંગના આંકડા ડબલ થઈ ગયા

છેલ્લે જાન્યુઆરી માસમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો હતો. પરંતુ તે સમયે કોરોનાની ગંભીરતા ઓછી હતી. એટલે કે, લોકો ઘરે જ સાજા થઈ જતા હતા. તે અગાઉ આવેલી કોરોનાની બે લહેર ભયાવહ હતી. જેથી લોકો હવે કોરોનાના નામથી ડરી જાય છે. ફરીવાર કોરોનાનું સંક્રમણ વધતાં લોકો જાતે જ સાવચેત થઈ રહ્યા છે અને સામેથી વેક્સિન મુકાવવા માટે જઈ રહ્યા છે. સુરત મનપાનાં તમામ હેલ્થ સેન્ટરો પર હાલ વેક્સિનેશનની કામગીરી ચાલી જ રહી છે.

તા.13થી 21 દરમિયાન એટલે કે, 9 દિવસમાં માત્ર 2941 લોકોએ વેક્સિન લીધી હતી. જ્યારે હાલ છેલ્લા 2 જ દિવસમાં એટલે કે, તા.22 અને 23 દરમિયાન 6388 લોકોએ વેક્સિન લઈ લીધી છે. ઉપરાંત લોકો ટેસ્ટ કરાવવા માટે પણ હવે જાતે આગળ આવી રહ્યા છે. ટેસ્ટિંગમાં છેલ્લા 10 દિવસના આંકડા જોતાં છેલ્લા 2 દિવસમાં ટેસ્ટિંગમાં નજીવો વધારો નોંધાયો છે.

છેલ્લા 10 દિવસમાં થયેલું વેક્સિનેશન અને ટેસ્ટિંગ

તારીખ વેક્સિનેશન ટેસ્ટિંગ

  • 13-12 = 213 = 432
  • 14-12 = 232 = 448
  • 15-12 = 341 = 445
  • 16-12 = 648 = 478
  • 17-12 = 85 = 489
  • 18-12 = 532 = 234
  • 19-12 = 487 = 542
  • 20-12 = 403 = 569
  • 21-12 = 3129 = 656
  • 22-12 = 3259 = 702
  • કુલ = 9329 = 4995

શહેરમાં ચાર લાખથી વધુ લોકોએ હજુ બીજો ડોઝ લીધો નથી
સુરત મનપા દ્વારા 16 જાન્યુઆરી-2021થી વેક્સિન આપવાની શરૂઆત કરી છે. ત્યારથી લઈ આજદિન સુધીમાં શહેરમાં કુલ 44,84,053 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ અને તે પૈકીના 40,46,234 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે અને કુલ 8,22,418 લોકોએ પ્રિકોશનરી ડોઝ પણ લીધો છે. અને હવે સંક્રમણની ભીતિ વધતાં લોકો ફરીવાર વેક્સિન માટે પડાપડી કરી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે, સુરતમાં હજુ ચાર લાખ લોકો એવા છે, જેમણે બીજો ડોઝ લીધો નથી.

Most Popular

To Top