Business

અમેરિકામાં ઈમીગ્રેશન એટર્ની બનેલા સુરતના યુવકે ગ્રીન કાર્ડ વિશે આપ્યા આઘાતજનક સમાચાર

સુરત: અમેરિકન (America) સંસદમાં (Parliament) ઇગલ એક્ટ (Eagle Act) અમલમાં આવે એ પહેલાં જ ડેમોક્રેટિક (Democratic) અને રિપબ્લિકન (RePublican) પાર્ટીના સભ્યોએ બહુમતથી વિરોધ નોંધાવતાં આ કાયદાની જોગવાઈઓ એજન્ડામાં જ સામેલ ન થતાં હજારો ભારતીયોનું (Indian) અમેરિકામાં સ્થાયી થવાનું સપનું રોળાયું છે. ઈગલ એક્ટ ધરાશાયી થતાં ભારતીયોનું ગ્રીન કાર્ડ (Green Card) મેળવવાનું સપનું વિલંબિત બનવાનાં એંધાણ મળી રહ્યાં છે.

  • ઇગલ એક્ટ અમલમાં આવે એ પહેલાં જ ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના સભ્યોએ બહુમતથી વિરોધ નોંધાવતાં એજન્ડામાં જ સામેલ ન થયું
  • આવનારા દિવસોમાં H1B વિઝા પર ગયેલા ભારતીયોને સતત રહેવા માટે તથા H1B વિઝાના રિન્યુઅલ માટે ઝઝૂમતા રહેવું પડશે: કૃતાર્થ પચ્ચીગર

અમેરિકા સ્થિત વોશિંગ્ટનના સર્ટિફાઇડ ઇમિગ્રેશન એટર્ની કૃતાર્થ જનક પચ્ચીગરે જણાવ્યું હતું કે, સ્કીલ્ડ ભારતીય વર્કર્સને ઝડપથી ગ્રીન કાર્ડ મળી શકે એ માટે ઈગલ એક્ટ, 2022 બનાવવામાં આવ્યો છે. આ ઈગલ એક્ટ મુજબ US એમ્પ્લોયરને એવી પરવાનગી મળે છે કે, તેઓ મેરિટના આધારે કોઈપણ વર્કરને નોકરી પર રાખી શકે. નહીં કે તેમનો જન્મ ક્યાં થયો છે તેને આધારે, આમ, પર કન્ટ્રી લિમિટેશન જે હાલમાં 7 % ભારતીયો માટે છે, તે દૂર કરવાની વાત આ એક્ટમાં કરે છે. જેના કારણે સ્કીલ્ડ ભારતીયોને સરળતાથી ગ્રીન કાર્ડ મળી શકે અને નોકરી પણ મળી રહે, તેઓ પોતે અને પોતાના નજીકના સંબંધીઓ માટે પણ ગ્રીન કાર્ડ તેમજ USA સોશિયલ સિક્યોરિટીના લાભો, એજ્યુકેશનના લાભો અને પોતાના માતૃદેશમાં સરળતાથી અવરજવર કરી શકે એ માટે આ ઈગલ એક્ટ બનાવવામાં આવ્યો છે.

આ ઈગલ એક્ટ દ્વારા કન્ટ્રીવાઈઝ ફેમિલી બેઝ ઇમિગ્રાન્ટ્સ વિઝાની મર્યાદા 7 %થી 15 % કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું હતું. આ ટકાવારી વધવાથી વધુ સ્કીલ્ડ ભારતીયો USA IMIGRANT થઈ શકતે. પરંતુ આ ઈગલ એક્ટ અમલમાં મૂકવામાં માટે રજૂ કરવામાં આવે એ પહેલા જ ત્યાંના ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના સભ્યોએ બહુમતથી વિરોધ નોંધાવતાં એજન્ડામાં જ સામેલ થઈ શક્યું ન હતું. એટલે કે, બંને પક્ષએ બહુમતથી તેને ટેબલ કરવા ન દીધો. આ જોતાં એવું લાગે છે કે, આવનારા દિવસોમાં H1B વિઝા પર ગયેલા ભારતીયોને સતત રહેવા માટે તથા H1B વિઝાના રિન્યુઅલ માટે ઝઝૂમતા રહેવું પડશે.

ગ્રીન કાર્ડનો વેઇટિંગ પિરિયડ 90 દિવસથી વધી 458 દિવસ થઈ શકે
વર્તમાન સમયે ચીન તથા ભારતીય માટે USA પ્રથમ પસંદગીનો દેશ છે. ગ્રીન કાર્ડનો વેટિંગ પિરિયડ હાલમાં ભારતીયો માટે 90 વર્ષ છે. જે 2030 સુધીમાં 458 વર્ષ થઈ જશે. આ જોતાં TREATY વિઝા અને CBI વિઝા ભારતીયો માટે એકમાત્ર અમેરિકાનું સપનું સાકાર કરવા માટે મદદરૂપ થઈ શકશે.

Most Popular

To Top