Dakshin Gujarat

કોંગ્રેસના ગઢ નાંદોદ બેઠક પર આપનું ખાતું ખૂલ્યું: ચૈતર વસાવાનું ઝાડુ ચાલ્યું

રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક (Nandod Seat) પર ભાજપના (BJP) ડો.દર્શનાબેન દેશમુખનો (Dr. Darshanaben Deshmukh) ભવ્ય વિજય થયો હતો. એમના પિતા સ્વ.ચંદુભાઈ દેશમુખ આ જ નાંદોદ બેઠક પરથી 1977માં જીત મેળવી વનમંત્રી બન્યા હતા. હવે 45 વર્ષ બાદ એમની પુત્રી ડો.દર્શનાબેન દેશમુખે જીત મેળવી એમના પિતાના રાજકીય વારસાને આગળ વધાર્યો છે. ડો.દર્શનાબેન દેશમુખની પીએમ મોદીએ ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. જેથી આગામી મંત્રીમંડળમાં એમને સ્થાન મળે એવી પ્રબળ શક્યતાઓ પણ છે. નાંદોદ બેઠક પર ભાજપના ડો.દર્શનાબેન દેશમુખને 70543 મત, કોંગ્રેસનાં હરેશ વસાવાને 42341 મત અને અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવાને 35362 મત મળ્યા છે. ડો.દર્શનાબેન દેશમુખની કોંગ્રેસના હરેશ વસાવા સામે 28222 મતોથી જીત થઈ હતી.

  • નાંદોદ બેઠક પર ભાજપનાં ડો.દર્શનાબેન દેશમુખનો ભવ્ય વિજય
  • ડો.દર્શનાબેન દેશમુખની કોંગ્રેસના હરેશ વસાવા સામે 28222 મતોથી જીત થઈ
  • ડો.દર્શનાબેન દેશમુખની પીએમ મોદીએ ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી

ડો.દર્શનાબેન દેશમુખ વિજય થયા બાદ પોતાની માતાના ચરણ સ્પર્શ કર્યાં હતાં. રાજપીપળામાં ડી.જે.ના તાલ સાથે એમનું વિજય સરઘસ નીકળ્યું હતું. નાંદોદમાં ડો.દર્શનાબેન 28222 મતથી વિજેતા જાહેર થયા હતા.

ડેડિયાપાડા બેઠક પર આપના ચૈતર વસાવાનો 40,883 મતની જંગી લીડથી વિજય
નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર ભાજપ અને ડેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ એમનું વિજય સરઘસ રાજપીપળામાં નીકળ્યું હતું. ડેડિયાપાડા બેઠક પર ભાજપના હિતેશ વસાવા અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે સીધી ટક્કર હતી, જેમાં ચૈતર વસાવા હિતેશ વસાવા સામે 40883 મતોની જંગી લીડથી જીત મેળવી હતી. ચૈતર વસાવાએ કહ્યું હતું કે, છોટુભાઈ વસાવા મારા ગુરુ હતા, છે અને રહેશે. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને 103434 મત, જ્યારે ભાજપમાં હિતેશ વસાવાને 63151 મત મળ્યા હતા.

નાંદોદ બેઠક પર ભાજપનાં ડો.દર્શનાબેન દેશમુખનો ભવ્ય વિજય
કોંગ્રેસનાં જેરમાબેન વસાવાને માત્ર 12587 મત મળ્યા હતા. ડેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવારે સપાટો બોલાવી નર્મદા જિલ્લાની અત્યાર સુધીની ચૂંટણીના ધારાસભ્ય તરીકે 103433 મત મેળવી 40883 મતની લીડથી વિજેતા થયા હતા.

Most Popular

To Top