National

રાજીવ ગાંધીની હત્યાના દોષિતોને જેલમાંથી મુક્ત કરવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન (India Ex Prime Minister) રાજીવ ગાંધીની (Rajiv Gandhi) હત્યા (Murder) કેસના 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરી સુપ્રીમ કોર્ટે (Supreme court) તમામને જેલમાંથી છોડી મુકવાનો આદેશ કર્યો છે. કોર્ટે ચૂકાદામાં સ્પષ્ટ નોંધ્યું છે કે આ 6 આરોપીઓ સામે અન્ય કોઈ કેસ નહીં હોય તો તે તમામને મુક્ત કરવા જોઈએ. કોર્ટે કહ્યું કે, આ કેસમાં લાંબા સમયથી ગર્વનર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી તેથી આખરે અમારે કરવી પડી છે.

કોર્ટે કહ્યું કે, આ હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા પેરારિવલનની મુક્તિના આદેશ અન્ય દોષિતો પર પણ લાગુ પડશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં પેરારિવલનને મુક્ત કરવાના આદેશ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં નલિની, રવિચંદ્રન, મુરુગન, સંથન, જયકુમાર અને રોબર્ટ પૉયસને મુક્ત કરવાના આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયા છે. પેરારિવલન અગાઉ મુક્ત થઈ ચૂક્યા છે.

Most Popular

To Top