Gujarat

બધા ગુજરાતીઓ તૈયાર રહો…રાજભા ગઢવીએ કહ્યું શાહરૂખ અને દીપીકાની ફિલ્મ રિલીઝ થવા દેશું નહીં

અમદાવાદ: શાહરૂખ ખાન (Shahrukh khan) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) ફિલ્મ પઠાણનું બેશરમ રંગ (Besarm rang) સોન્ગ (Song) હાલ થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું. ફિલ્મનું પ્રથમ સોન્ગ રિલીઝ થતાંની સાથે જ વિવાદમો ઘેરાયું છે. સોશિયલ મીડિયા પર પણ તેનો ઘણો વિરોધ થઈ રહ્યો છે આ સાથે જ ફિલ્મ બોયકોટ કરવાનો ટ્રેન્ડ પર શરૂ થયો હતો. હાલમાં જ મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ પઠાણ ફિલ્મમાં બેશરમ રંગ સોન્ગમાં દીપિકાના કપડા તેમજ તેના રંગને વિરોધ નોંધાવ્યા હતો. અને મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલીઝ કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ વિવાદના વંટોળા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે. ગુજરાતી લોકગાયક રાજભા ગઢવીએ પણ વિરોધ નોંધાવ્યો છે.

રાજ્યના લોકગાયક રાજભા ગઢવી દ્વારા ફિલ્મ પઠાણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે પઠાણ ફિલ્મના સોન્ગ બેશરમ રંગમાં ભગવા રંગના કપડા પહેરી અશ્લીલ ડાન્સ કરાયો છે. આ ફિલ્મ પર સેન્સર બોર્ડ પગલા ભરે તેમજ અમે આ ફિલ્મ રિલીઝ થવા દેશું નહીં. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી રાજભા ગઢવીએ પઠાણનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે 75 વર્ષથી સનાતન પરંપરાને ખરાબ લગાડવા, ખરાબ બતાવવા માટે જે કોશિશ થઈ રહી છે. હમણાં જે શાહરુખની પઠાણ ફિલ્મ આવે છે, એના ગીતનું જે કંઈ રિલીઝ થયું છે, જેમાં દીપિકાએ ભગવું અને કંઈક પહેર્યું છે એવું કંઈક છે. આગળ તેમણે કહ્યું કે ભારતમાં આ ફિલ્મ રીલીઢ થવા દેવામાં આવશે નહીં, પણ આ શરૂઆત પહેલા આપણે આપણા ઘરથી કરવાની છે, એટલે કે ગુજરાતીઓએ આ અંગે વિરોધ કરવો જોઈએ. ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ ન જ થવા દેવી જોઈએ, એ લોકોને બીજો કોઈ ધંધો જ નથી, કંઈક ને કંઈક આપણી પરંપરા સાથે, સનાતન ધર્મ સાથે, હિન્દુત્વ સાથે ખરાબ કરવું એવું બોલિવૂડે નક્કી કરી લીધું છે.

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતીઓ તૈયાર થઈ જાજો, કરણીસેના, મહાકાલસેના, શિવસેના, બજરંગ દળ જેટલાં જેટલાં સંગઠનો, સાધુ-સંતો આમાં જોડાવો. તેમણે કહ્યું કે ભગવા કપડાં પહેરી અશ્લીલ ડાન્સ કરતા આવ્યા છે હવે આપણે આવું સહન કરવાનું નથી. એ ફિલ્મ બિલકુલ રિલીઝ નહીં થાય અને નહીં થાય. આપણે સેન્સર બોર્ડને કહ્યું છે જોઈએ એના પર સહી કરે તો વધારે સારું, હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ના કરો. આ અગાઉ પણ મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડૉ.નરોત્તમ મિશ્રાએ કહ્યં કે ફિલ્મ પઠાણના બેશરમ રંગ સોન્ગમાં અભિનેત્રીના કોસ્ચ્યૂમ અને દૃશ્યોને ફરી શૂટ કરવામાં આવે, નહીંતર રાજ્યમાં ફિલ્મને મંજૂરી આપવી કે નહીં એ અંગે નિર્ણય લેવામાં આવશે.’ 

દીપિકાના ડ્રેસના કેસરી રંગને લઈને વિવાદ?
પઠાણના બેશરમ રંગ ગીતના એક સીનમાં દીપિકાએ કેસરી રંગની બિકીની પહેરી છે. હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ મહારાજે દીપિકાની બિકીનીના ભગવા રંગની સાથે તેના કપડાં પર વાંધો ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે આ ભગવો રંગ છે અને પઠાણ ફિલ્મમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે. પઠાણમાં ભગવાનું અપમાન ભારત સહન નહીં કરે. તેણે કહ્યું- શાહરૂખ ખાન અને દીપિકાની આગામી ફિલ્મ પઠાણમાં જે રીતે ભગવા રંગના કપડા અશ્લીલ રીતે પહેરવામાં આવ્યા છે અને તેને પહેરીને બેશરમ રંગ ગીત ગાયું છે. આ ભગવા અને સનાતન ધર્મનું અપમાન છે. ક્યાંક બોલિવૂડ સનાતન ધર્મ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે કેસરીએ સમગ્ર દેશ અને દુનિયાને દિશા આપવાનું કામ કર્યું તેને બેશરમ રંગ કહેવામાં આવી રહ્યો છે. સૌથી મોટી કમનસીબી એ છે કે સેન્સર બોર્ડ તેને પસાર કરતું રહે છે અને હિન્દુ સનાતનનું અપમાન થાય છે. અમે તેની નિંદા કરીએ છીએ. હું હિંદુ સમુદાયને પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવા વિનંતી કરું છું.

Most Popular

To Top