Entertainment

રાધિકાના સકસેસના રસ્તા જૂદા છે

રાધિકા આપ્ટે જાણે છે કે તે આલિયા ભટ્ટ નથી કે કિયારા અડવાણી યા તાપસી પન્નુ નથી પણ તે જાણે છે કે રાધિકા આપ્ટે કોણ છે. જો આમ ન હોત તો ફિલ્મો અને ટી.વી.શ્રેણી સહિતની 57 જેટલી ભૂમિકા તેના ભાગે ન જ આવી હોત. ગ્લેમરસ હોવું, બ્યુટીફૂલ હોવું, સેક્સી હોવું કાંઈ બધું નથી. રાધિકા અત્યારે બે વેબસિરીઝ અને ચાર ફિલ્મોમાં આવી રહી છે અને તેમાંની એક તો ઋતિક રોશન સાથેની ‘વિક્રમ વેઘા’ છે. આ ફિલ્મમાં તે ઋતિકની હીરોઈન છે. મોટા સ્ટાર સાથે હવે ટોપની હીરોઈન છે. મોટા સ્ટાર સાથે હવે ટોપની હીરોઈન કામ કરવા તૈયાર થતી નથી કારણકે સ્ટાર સામે ઝાંખા રહી જવાનો ડર હોય છે. રાધિકા આપ્ટેને તેનો લાભ થઈ રહ્યો છે, ‘ફોરેન્સિક 2022’ માં તો તે પોલીસ અધિકારી બની છે અને તેનું જ પાત્ર ફિલ્મના કેન્દ્રમાં છે. લોકોની હવે ફિલ્મ જોવાની દષ્ટિ બદલાઈ રહી છે અને એજ રીતે માત્ર ટોપના સ્ટાર્સ હોય તોજ ફિલ્મો નથી જોતા. ‘મિસીસ અંડર કવર’માં પણ તે ફિલ્મના સેન્ટરમાં છે. જેમ હીરો કેન્દ્રી ફિલ્મ હોય તો જાણીતી હીરોઈન દૂર રહે તેમ હીરોઈન કેન્દ્રી ફિલ્મો હોય તો જાણીતા હીરો પણ દૂર રહેતા હોય છે. રાધિકાને લાગે છે કે આ કારણે જ પ્રેક્ષકોની નજરમાં અમે રહ્યી છીએ.

રાધિકા આપ્ટે ફિલ્મ, ટી.વી. જ નહીં શોર્ટ ફિલ્મને પણ ખૂબ મહત્ત્વ આપે છે. અનુરાગ કશ્યપની શોર્ટ ‘ધ ડે આફટર એવરી ડે’ માં એવી ત્રણ સ્ત્રીની કહાણી હતી જે એકદમ ખરાબ સંજોગોમાંથી બહાર આવે છે. તેણે બે શોર્ટ ફિલ્મ તો સુજોય ઘોષની કરી છે અને તેમાંની એક બંગાળી તો બીજી ઈંગ્લિશ હતી. ફરાહખાનના પતિ શિરીષ કુંદરની ‘ત્રિતી’ પણ તેની એક શોર્ટ ફિલ્મ છે જેમાં તે મનોજ વાજપેયી સાથે હતી. રાધિકાને આ શ્રેષ્ઠ સમય શરૂ થયો છે તો એ તક ચુકવી ન જોઈએ. રાધિકા પોતાને હિન્દી પૂરતી મર્યાદિત રાખતી જ નથી. તે ઈંગ્લિશ ફિલ્મો અને વેબસિરીઝ કરી ચુકી છે. તે ફક્ત થિયેટર માટેની ફિલ્મો પણ નથી કરતી.

તેની ‘મોનિકા, ઓ માય ડાર્લિગ’ ફિલ્મ નેટફ્લિક્સ ઓરીજિનલ પર જ રજૂ થવાની છે. રાધિકા દરેક માધ્યમ માટે તૈયાર છે તે કહે છે કે સારુ કામ મળતું હોય તો શું ફિલ્મ કે શું શોર્ટ ફિલ્મ કે વેબસિરીઝ ? કામ પર ધ્યાન આપવું જરૂરી છે. અટકથી મરાઠી રાધિકા તમિલનાડુના વેલ્લોરમાં જન્મી છે એટલે સાઉથની ફિલ્મોમાં પણ ભાષાના પ્રશ્ન વિના કામ કરી શકે છે. તે વિષયના પ્રયોગો પણ કરે છે. ‘ઓકે કમ્પ્યુટર’ નામની તેની વેબસિરીઝ આવી રહી છે જેમાં સાઈબર ક્રાઈમની વાત છે. ડિઝની હોટસ્ટાર પર તે રજૂ થવાની છે. તો ‘શાંતારામ’માં અપરાધ જગતની બીજી વાત છે. તેને આ બધામાં ‘વિક્રમ વેધા’ની પ્રતિક્ષા વધારે છે. કારણકે તે તમિલમાં ખૂબ સફળ રહી હતી. તેમાં શ્રધ્ધા શ્રીનાથે જે ભૂમિકા ભજવેલી તે રાધિકા ભજવે છે. અગાઉ ‘બદલાપૂર’, ‘ધોની’, ‘રક્તચરિત્ર’, ‘પેડમેન’ કરી ચુકેલી રાધા આપ્ટે સિક્રેટ ગેમ્સ’ની અંજલી માથુર અને ‘ઘોઉલ’ની નીદા રહીમ તરીકે પણ પ્રશંસા મેળવી ચુકી છે. •

Most Popular

To Top