Business

આ દિવસે વડાપ્રધાન મોદી આવશે સુરત: લીંબાયતમાં જાહેર સભા સંબોધશે

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)ના ગુજરાત(Gujarat)ના અન્ય શહેર સાથે સુરત(Surat)માં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં આગામી 29 સપ્ટેમ્બરે લિંબાયત(Limbayat) વિસ્તારમાં એક જાહેર સભા(public meeting)નું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન સુરત શહેર અને જિલ્લાના 3100 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ(Launch) અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ સોમવારે જાહેર કરાયો છે અને કાર્યક્રમના આયોજન માટે સોમવારે બેઠક પણ યોજવામાં આવી હતી. સુરત મનપાને આ કાર્યક્રમ માટે 10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જોકે, આ કાર્યક્રમ જાહેર થાય તે પહેલાં પાલિકાએ 10 કરોડ રૂપિયાના ટેન્ડર પણ બહાર પાડી દીધા હતા જેને લઇને વિવાદ પણ થયો છે. કારણ કે, કોઇ જાતના ટેન્ડર વગર જ એજન્સીઓ પાસે ઓફર મંગાવી લઇ મળતીયા ઇજારદારોને સાચવી લેવાય તેવી આશંકા છે.

  • સુરત શહેર – જીલ્લાને 3100 કરોડનાં પ્રકલ્પોની ભેટ આપશે
  • મોદીના કાર્યક્રમ માટે મનપાને 10 કરોડનો ખર્ચ કરવો પડશે : 16 જેટલી સમિતિની રચના કરાઈ
  • કાર્યક્રમના આયોજન અંગેની વહીવટીતંત્રની મીટીંગમાં પ્રોટોકોલ બહાર જઇને શહેર ભાજપ પ્રમુખને હાજર રખાયા

વડાપ્રધાનનો મુખ્ય કાર્યક્રમ તા.૨૯મીએ સવારે ૯ વાગ્યે લિંબાયત ખાતેના નિલગીરી મેદાન ખાતે યોજાશે. આ કાર્યક્રમના આયોજન માટે સર્કિટ હાઉસ ખાતે સુરતના મેયર હેમાલી બોધાવાલા, મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની, કલેક્ટર આયુષ ઓક વચ્ચે એક બેઠકનું આયોજન કરાયું હતું. આ સમીક્ષા બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમના આયોજન માટે મંડપ, પાર્કિંગ અને વ્યવસ્થા કમિટી, સંકલન, પ્રોટોકોલ, સ્ટેજ વ્યવસ્થાપન, સ્વાગત, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન, કંટ્રોલરૂમ જેવી ૧૬ જેટલી સમિતિઓની રચના કરી નોડલ અધિકારી નિમણૂક કરવામાં આવી છે. કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના હસ્તે લાભો એનાયત કરવામાં આવશે. સરકારના કાર્યક્રમ માટેની આ બેઠકમાં ધારાસભ્ય અને સરકારી અધિકારીઓ સાથે સુરત શહેર ભાજપના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને પણ હાજર રાખવામાં આવ્યા હોય સરકારી તંત્ર શાસકપક્ષના ખોળે બેસી કામ કરતું હોવાની પ્રતિતિ થઇ હતી.

વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે
આગામી 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના હસ્તે સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાનના હસ્તે કિલ્લાના બાકી રહેતા વિભાગો અને ખોજ મ્યુઝિયમ રાંદેરમાં દેશનો પહેલો મામરેન બેઈઝ વોટરટ્રિટમેન્ટ પ્લાન્ટ, એરપોર્ટનો આઈકોનિક રોડ, લિંબાયત મીઠીખાડી ખાતે મુક્તિધામ હિન્દુ સ્મશાનકેન્દ્રનું લોકાપર્ણ, તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ હસ્તકના વિવિધ કામોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત ઉપરાંત ડ્રીમ સીટીના એન્ટ્રી ગેટનું લોકાપર્ણ અને અન્ય કામોના ખાતમુહૂર્ત પણ થાય તેવી શકયતા છે.

Most Popular

To Top