Dakshin Gujarat

ભરૂચમાં 19 વર્ષ પહેલા મોદી જે બાળકોને આંગળી પકડીને શાળાએ મુકવા ગયેલા તે બાળકો આજે…

ડેડીયાપાડા,ભરૂચ: વર્ષ-2003માં ગુજરાત(Gujarat)ના તત્કાલીન મુખ્યમંત્રી(CM) નરેન્દ્ર મોદી(Narendra Modi) હતા.એ વખતે પહેલી વખત ડેડીયાપાડા(Dadiyapada)ના સાતપુડાના ડુંગરાળ વિસ્તારમાં ટ્રાઇબલ ગર્લ્સ ડ્રોપ આઉટનો રેસીયો વધારે હોવાથી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ રાખ્યો હતો.ત્યારે મોદી કહ્યું કે “હું તમારા ગામમાં ભિક્ષા માંગવા આવ્યો છું.ભિક્ષામાં તમે મને વચન આપો કે તમે તમારી દીકરીને ભણાવશો.”નરેન્દ્ર મોદીએ ૧૯ વર્ષે જે બાળકોને આંગળી પકડી લઇ ગયા એ આજે પીપલોદ ગામની આદિવાસી દીકરી પ્રતિષ્ઠિત બેંકમાં ક્લાર્ક નોકરી કરે છે.જયારે આજ ગામનો બીજો દીકરો એ સરકારી વિભાગમાં ભરૂચ જિલ્લામાં થવા ગામે PHCમાં લેબ ટેકનિશિયન માટે ટૂંક સમયમાં ઓર્ડર એનાયત થશે.બંને આદિવાસી સંતાનોએ હાલમાં PM મોદીને મળવાનો અવસર મળ્યો હતો.

  • ‘તમારા ગામમાં ભિક્ષા માંગવા આવ્યો છે.ભિક્ષામાં તમારી દીકરીને ભણાવજો’- ૧૯ વર્ષ પહેલા ડેડીયાપાડામાં નરેન્દ્ર મોદીનું વચન પાળ્યું
  • ડેડીયાપાડાના જુના સંસ્મરણો યાદ કરીને હાલમાં PM મોદીએ જનસભામાં વાગોળ્યા

તા-19મી ઓક્ટોબર-2022ના રોજ અડાલજ ખાતે PM નરેન્દ્ર મોદીના સમારોહમાં કેટલીક નવી પેઢીના બાળકોને મળવાનું થયું.જેમાં વિશેષતા એ હતી કે ડેડીયાપાડા તાલુકાના પીપલોદ ગામના સ્વમાનભેર નોકરી કરતા આદિવાસી દીકરા/દીકરીને મળ્યા.૧૯ વર્ષના ભૂતકાળનો નરેન્દ્ર મોદી અને ડેડીયાપાડા તાલુકાનો નાતો અતુટ હતો.PMને મળેલા બંને સંતાનો શૈક્ષણિકસ્તરે જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા.

બાળકોનાં આ ક્ષેત્ર કરે છે નોકરી

  • PM મોદીને મળેલી પીપલોદની ૨૪ વર્ષીય દીકરી ક્રિષ્ના.એન.વસાવા આજે કોટક મહિન્દ્રા બેન્કમાં ક્લાર્ક તરીકે કામ કરે છે.કિષ્ના વસાવાએ ક,ખ,ગની પાઠશાળા અભ્યાસ કરતી હતી.એ વખતે ક્રિષ્નાએ ધો-૯માં અભ્યાસ કરતી વખતે પિતાજી ૨૦૧૧ના વર્ષમાં મોત નીપજતા દુઃખનો આભ તૂટી પડ્યું.છતાં શિક્ષણ બાબતે હિંમત હારી ન હતી.ત્યારબાદ ૨૦૧૭માં તેણીની માતાનું મોત થતા માતૃત્વનો ખાલીપો ઉભો થયો.ક્રિષ્ના વસાવા ભણવામાં હોંશિયાર હોવાથી મોટાભાઈએ પણ કાળી મજુરી કરીને પૈસા મેળવી અને શિષ્યવૃત્તિથી પોતાની બહેનને એમ.કોમ સુધીનો અભ્યાસ કરાવીને આજે કોટક મહિન્દ્રા બેંકમાં કલાર્ક તરીકે કામ કરે છે.હજુ પણ આગળ વધવાની તમન્ના છે.
  • આજ ગામનો કમલેશ.આઈ.વસાવાએ ગરીબાઈમાં જ નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન પીપલોદમાં આવ્યા ત્યારે અભ્યાસ કરતો હતો. અભ્યાસમાં હોંશિયાર હોવાથી તેમની ધગશથી MSC(માઈકો બાયોલોજી)/એમએલટીનો અભ્યાસ કર્યો હતો.અભ્યાસ પૂરો કરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ નોકરી કરી હતી.જો કે હાલમાં ભરૂચ જિલ્લામાં થવા PHCમાં સરકારીરાહે લેબ ટેકનિશિયન તરીકે આગામી તા-૨૯મી ઓક્ટોબરે ઓર્ડર એનાયત થશે.

PM મોદીના ક્રિષ્ના વસાવાને માથે હાથ ફેરવીને કહ્યું કે “સરસ બેટા..,હજુ ફોટો સાચવી રાખ્યો છે.”
હાલમાં PM મોદીને ક્રિષ્ના વસાવાએ ૧૯ વર્ષ પહેલાના વહાણા યાદ કરીને પોતાના ગામમાં પ્રવેશોત્સવનો ફોટો બતાવ્યો હતો.ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ક્રિષ્ના વસાવાના માથા પર હાથ ફેરવીને કહ્યું કે“સરસ બેટા,હજુ ફોટો સાચવી રાખ્યો છે.” જો કે PM મોદીએ જૂની યાદો સ્મરણ કરીને અડાલજની સભામાં વાગોળ્યા હતા.

Most Popular

To Top