Dakshin Gujarat

નવસારીમાં રેડીમેઇડ કાપડની દુકાનો ખોલવા ભેગા થતાં પોલીસ દોડતી થઈ


navsari : નવસારીમાં રેડિમેઇડ કપડાની દુકાનો ખોલવા આજે વેપારીઓ ભેગા થતાં પોલીસ દોડતી થઇ હતી. પોલીસે વેપારીઓને દુકાનો નહી ખોલવા માટે જણાવ્યું હતું. સાથે જો દુકાન ખોલશે તો જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા પણ જણાવ્યું હતું.હાલ નવસારી જિલ્લામાં કોરોનાના કેસો ( corona cases) વધી રહ્યા હોવાથી સરકારે રાત્રિ કરફયૂ ( curfew) અમલમાં મુક્યું હતું. સાથે જિલ્લા કલેક્ટરે દિવસે આવશ્યક વસ્તુઓ સિવાયની તમામ દુકાનો, વેપાર અને ધંધાઓ બંધ રાખવા માટે જાહેરનામુ બહાર પાડયું હતું.

જેના પગલે નવસારી અને વિજલપોર શહેરમાં વેપારીઓએ દુકાનો બંધ કરી હતી. જોકે સરકારે રાત્રિ કરફયૂ ( night curfew) માં વધારો કરતા જિલ્લા કલેક્ટરે પણ જાહેરનામાનો અમલ કરવા માટેની તારીખમાં વધારો કર્યો હતો. જેના પગલે રેડીમેઇડ કપડાની દુકાનના વેપારીઓએ ગત રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દુકાનો શરૂ કરવાની માંગ કરી હતી. દુકાનો બંધ હોવા છતાં વેપારીઓ તેમના કામદારોને રોજગાર ચાલુ રાખ્યો હતો. તેમજ દુકાનોનું ભાડુ પણ ચુકવી રહ્યા હતા. પરંતુ દુકાનો બંધ તેઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી આજે શુક્રવારે નવસારીમાં રેડીમેડ દુકાનના વેપારીઓ દુકાનો ચાલુ કરવા માટે ભેગા થયા હતા. જેથી નવસારી પોલીસ ( navsari police) દોડતી થઇ હતી. પોલીસે વેપારીઓને દુકાનો નહી ખોલવા માટે સમજાવ્યા હતા. પરંતુ વેપારીઓ માની રહ્યા ન હતા. જેથી પોલીસે તેઓને જો દુકાનો ખોલશો તો જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની ચીમકી આપી હતી.

સવારે 7થી બપોરે 2 સુધી દુકાનો ચાલુ રાખવા છુટ આપવાની વેપારીઓની માગ
જિલ્લાના શહેરોમાં કોરોનાની ગાઇડલાઇન મુજબ ચાલી રહ્યા હોવાથી દુકાનોના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. જેથી શહેરના વિવિધ સંગઠનો અને નવસારી-વિજલપોર પાલિકાના પ્રમુખે ટાઉન પોલીસ મથકે મીટીંગ યોજી હતી. જેમાં સવારે 7 વાગ્યેથી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા છુટ આપવાની માંગ વેપારીઓએ કરી હતી. જોકે વહીવટીતંત્ર શું નિર્ણય લેશે તે જોવું રહ્યુ

Most Popular

To Top