SURAT

‘સિંઘમ રિટર્નસ’ ઈન સુરત: 3 કલાકમાં 5000 ગુનેગારોને લોકઅપમાં પૂર્યા

સુરત: સુરત (Surat) શહેરની પોલીસ (Surat Police) સિંઘમ (Singham) અવતારમાં આવી ગઈ છે. રવિવારે સવારે અમરોલીમાં ત્રિપલ મર્ડરની (Tripple Murder) ઘટના બાદ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી (Gujarat State Home Minister) હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) શહેરમાં ઘાતક હથિયારો લઈ ફરતા ગુનેગારોને ડામવા માટે સુરત પોલીસને સૂચના આપી હતી, જેના પગલે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે રાત્રિના સમય દરમિયાન કોમ્બિંગ (Combing) હાથ ધરવા પોલીસને આદેશ આપ્યા હતા.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

પોલીસ કમિશનરના આદેશ મળતા જ સુરત શહેરની પોલીસ રવિવારની રાત્રે સિંઘમ અવતારમાં આવી ગઈ હતી. શહેરના પોલીસ સ્ટેશનોમાંથી સાયરન વગાડતી પોલીસ જીપ રસ્તાઓ પર દોડવા લાગી હતી. એકસાથે 2500 જેટલાં પોલીસ કર્મીઓ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં હિસ્ટ્રીશીટર ગુનેગારોને પકડવા પહોંચી ગઈ હતી. માત્ર ત્રણ કલાકના ટૂંકા સમયગાળામાં જ પોલીસે ઘાતક હથિયારો સાથે 5000 જેટલાં ગુનેગારોને લોકઅપમાં પૂર્યા હતા.

આટલા ગુના દાખલ થયા
સુરત ક્રાઈમ બ્રાન્ચ, SOG, PCB દ્વારા અમરોલી કોસાડ આવાસ, પાંડેસરા, લિંબાયત, ઉધના, સચિન, સચિન જીઆઈડીસી, વરાછા, કતારગામ, લાલગેટ, ચોકબજાર, હજીરા, ડીંડોલી તેમજ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરાયું હતું. આ કોમ્બિંગમાં સુરતના આશરે 2500 પોલીસ અધિકારી-કર્મચારી જોડાયા હતા. 5000 જેટલાં શકમંદ ઈસમોને પોલીસે પકડ્યા હતા. આ ઈસમો સામે વાહન ડિટેઈનના 232 કેસ, ચાકુ-છરી, લાકડા-ફટકાના 138 કેસ, સીઆરપીસી 107,151ના 120 કેસ, સીઆરપીસી 110 ઈજીના 41 કેસ, પ્રોહિબીશનના 161 કેસ, જુગારના 5 કેસ, તડીપાર ભંગા 15 કેસ, એચએસ-એમસીઆર ચેકના 357 કેસ, ટપોરીના 125 કેસ, વાહન ચેકના 2208, હોટલ ચેકના 188, ભાડુઆતના 262 કેસ, નાસતા ફરતા 62 આરોપી, જામીન ઉપર છુટક આરોપી 39 કેસ, શંકાસ્પદ સ્થળો ચેક 96, વાઈટલ ચેક 24, એટીએમ ચેક 133, શકમંદ ઈસમો 220, સિક્યુરીટી ચેક 145, ઘરફોડ આરોપી 42, દારૂ પી વાહન ચલાવનારા 3, પેરોલ ફર્લો ચેક 6, તમાકુના 8 અને પ્રોહિબિશનના રીઢા ગુનેગાર 5 ઉપરાંત ટ્રાફિક સ્થળ પર દંડ વસૂલાત 35900ની કરવામાં આવી છે.

અમરોલીમાં ટ્રીપલ મર્ડરની ઘટનાએ સુરતને હચમચાવી મુક્યું
સુરત : અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં વેદાંત ટેક્સોમાં રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. કામદારો ચાલુ નોકરીએ ઉંઘતા હોવાથી તેઓને મારનાર કલ્પેશ દ્વારા નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ કારીગરોને ફટકારવાની સામાન્ય ઘટના ટ્રીપલ હત્યાકાંડ સુધી પહોંચી ગઇ હતી. ઘટના બાદ આખો પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો. તેમાં ગણતરીના કલાકોમાં જ હત્યારાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કિસ્સામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને ખબર પ઼ડતા તેઓ પોલીસ કમિશનર કચેરી પહોંચીને પોલીસ સાથે મંત્રણા કરી હતી. આ મામલે તેઓએ કોઇ ચમરબંધીને નહીં છોડવા માટે આદેશ આપ્યો હતો. શહેરમાં તમામ ધારાસભ્યો, પોલીસ કમિશનર કચેરીએ તથા કિરણ હોસ્પિટલમાં દોડી ગયા હતા.

ડીસીપી ઝોન -5 હર્ષદ મહેતાએ જણાવ્યું હતુ કે સવારના સવા નવ વાગ્યે આ હત્યાકાંડ થયો હતો. તેમાં વેદાંત ટેક્સોમાં નાઇટ પાળીના કામદારોએ હત્યા કરી હતી. હત્યારા આશિષ મહેશ્વર રાવત અને એક સગીર (રહે, કોસાડ આવાસ, મૂળ ઓરિસ્સા)ના વતની દ્વારા આ હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરામાં તમામ પુરાવાઓ કબ્જે કરવામાં આવ્યા છે. આ બે કામદારો દસ દિવસ પહેલા જ ફેકટરીમાં કામ પર લાગ્યા હતા.

હત્યામાં મૃત્યુ પામનારા ઇસમો

(1) કલ્પેશ ધનજીભાઇ ધોળકિયા (ઉ. વર્ષ 37 પુત્ર)
(2) ધનજીભાઇ ધોળકીયા (ઉ. વર્ષ 63 પિતા)
(3) રજોડિયા ઘનશ્યામ વાલજીભાઇ (ઉ. વર્ષ 47 કલ્પેશના મામા)

Most Popular

To Top