Gujarat

વાવાઝોડાનું વિનાશ જોયા બાદ PM મોદીએ કરી જાહેરાત: ગુજરાતને 1 હજાર કરોડનું રાહત પેકેજ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત આવી પહોચ્યા હતા. નિરીક્ષણ બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં પીએમ મોદીએ ગુજરાત માટે એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ડિઝાસ્ટર મેનેટમેન્ટ વિભાગનાં આંકલન મુજબ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે લગભગ 3 હજાર કરોડ રુપિયાનું નુકસાન થયું છે. બીજી તરફ વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલાના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. વાવાઝોડામાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની મદદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં વાવાઝોડાગ્રસ્ત વિસ્તારની મુલાકાત માટે દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યુ હતું, જેના બાદ હવે ભાવનગર એરપોર્ટ ( bhavnagar airport) પહોંચ્યા હતા. ત્યારબાદ ભાવનગરથી અમદાવાદ આવવા રવાના થયા હતા. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યું હતું.

પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. જે બાદ તેઓ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી તેમણે સીએમ વિજય રૂપની સાથે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં ગુજરાત માટે 1 હજાર કરોડ રુપિયાના રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલાના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે.

ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ તૌક્તે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકશાન થયું છે.  જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે ૫૦ કરોડ  અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ છે. તોક્તે વાવાઝોડાએ (Tauktae Cyclone) ગુજરાતમાં (Gujarat) કહેર વરસાવ્યો છે. જેના પગલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ચક્રવાતથી રાજ્યમાં 45 લોકોનાં મોત અને કરોડોની માલ-મિલકત નાશ પામી છે. સુસવાટાભેર પવનોનાં (Strom) કારણે ખેતીનો ઉભો પાક નાશ પામ્યો છે.

ગુજરાતમાં સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજ્યમાં ત્રાટકેલી આ કુદરતી હોનારતનાં કારણે થયેલા નુકસાનનું હવાઇ નિરિક્ષણ કરવા ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. વડાપ્રધાનને આવકારવા ભાવનગર એરપોર્ટ પર મુખ્ય મંત્રી વિજય રૂપાણી ભાવનગરના મેયર કિર્તિબહેન દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા પહોંચ્યા હતા.

Most Popular

To Top