Gujarat

PM મોદી 30 અને 31મી ઓકટોબરે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે

ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહયા છે. 30 મી ઓક્ટોબરે પીએમ મોદી ખેરાલુના ડભોડા ખાતે આવશે. PM મોદી ખેરાલુના ડભોડામાં જંગી સભા સંબોધશે. તેમજ તેઓ ધરોઈ વિકાસના વિવિધ પ્રોજેક્ટનું (Project) ખાત મુહૂર્ત કરશે.

  • પીએમ મોદી 30 અને 31મી ઓકટોબર દરમ્યાન બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે
  • અંબાજી મંદિરમાં પૂજા દર્શન કરશે, ખેરાલુમાં સભાને સંબોધન કરશે
  • મહેસાણા જિલ્લાના 4778 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાત મુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી 10.20 કલાકે અંબાજી પહોંચશે. 10.30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. 11.45 કલાકે ખેરાલુ પહોંચશે અને 12 વાગે જનસભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી બપોરે 2 વાગે ગાંધીનગર પરત ફરશે અને બાદમાં રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં જ કરશે. તો 31મી ઓક્ટોબરે સવારે તેઓ 6.35એ ગાંધીનગરથી કેવડીયા જવા રવાના થશે. સવારે 8 થી 12.30 વાગ્યા સુધી કેવડીયા એકતા પરેડમાં હાજરી આપશે અને 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

મહેસાણા જિલ્લાના 4778 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાત મુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે
30 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેરાલુના ડભોડા ખાતે આવશે. જેમાં તેઓ જંગી સભાનં સંબોધન કરશે. હાલ ધરોઈને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી મહેસાણા જિલ્લાના 4778 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાત મુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે.

Most Popular

To Top