National

હર ઘર તિરંગા અભિયાન માટે પીએમ મોદીની અપીલ : ડિસ્પ્લે તસવીર તરીકે ‘તિરંગા’ મુકો

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) એ મંગળવારે તેમના સોશિયલ મીડિયા (Social media)એકાઉન્ટ્સના ડિસ્પ્લે તસવીર તરીકે ‘તિરંગા’ (flag)મૂક્યું હતું અને લોકોને તિરંગાની ઉજવણી (celebration)માટે સામૂહિક ચળવળના ભાગરૂપે આવું કરવા વિનંતી( request) કરી હતી.કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી અને મુખ્ય પ્રધાનો યોગી આદિત્યનાથ અને શિવરાજ સિંહ ચૌહાણ મોટી સંખ્યામાં પક્ષના સભ્યોમાં હતા, જેમણે ટ્વિટર પર તેમના પ્રોફાઇલ તસવીરો રાષ્ટ્રધ્વજ પર સ્વિચ કરી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ’ એક જન ચળવળમાં ફેરવાઈ : પીએમ મોદી

રવિવારે તેમના મન કી બાત રેડિયો પ્રસારણમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ એક જન ચળવળમાં ફેરવાઈ રહ્યો છે અને લોકોને વિનંતી કરી હતી કે તેઓ 2થી 15 ઓગસ્ટની વચ્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઇલ તસવીર તરીકે ‘તિરંગા’ મૂકે.પીએમ મોદીએ મંગળવારે સવારે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, ”આજે 2જી ઓગસ્ટ ખાસ છે! એવા સમયે જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણું રાષ્ટ્ર હર ઔર તિરંગા માટે તૈયાર છે, જે આપણા તિરંગાની ઉજવણી માટે એક સામૂહિક ચળવળ છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યો છે અને તમે બધાને આવું કરવા વિનંતી કરું છું.”મોદીએ કહ્યું હતું કે, ”અમને ‘તિરંગો’ આપવાના તેમના પ્રયાસો માટે અમારું રાષ્ટ્ર હંમેશ માટે ઋણી રહેશે, જેના પર અમને ખૂબ ગર્વ છે. તિરંગામાંથી શક્તિ અને પ્રેરણા લઈને આપણે રાષ્ટ્રીય પ્રગતિ માટે કામ કરતા રહીએ.”
ભાજપ સરકારે ‘હર ઘર તિરંગા’ પહેલની કલ્પના કરી છે, જેમાં લોકોને 13-15 ઓગસ્ટની વચ્ચે તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વિનંતી કરવામાં આવી છે.આ ઉપરાંત સંસ્કૃતિ મંત્રાલય બુધવારે સવારે સાંસદો માટે લાલ કિલ્લાથી સંસદ સુધી ‘તિરંગા બાઈક રેલી’નું આયોજન કરશે, એમ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તમામ રાજકીય પક્ષોના સભ્યોને તેમાં હાજરી આપવા અપીલ કરી હતી.મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા, સંસદીય બાબતોના પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે સંસ્કૃતિ મંત્રાલયનો કાર્યક્રમ છે અને તેમના પક્ષનો નથી, તેમણે તમામ પક્ષોના સાંસદોને સવારે 8.30 વાગ્યે કવાયતમાં જોડાવા કહ્યું હતું. બેઠકમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ 9 ઓગસ્ટથી ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ 15 ઓગસ્ટ સુધીના એક સપ્તાહના કાર્યક્રમ દરમિયાન પાર્ટીના સભ્યો માટે કવાયતનું આયોજન કર્યું છે.
નડ્ડાએ પાર્ટીના સભ્યોને ‘હર ઘર તિરંગા’ ઝુંબેશનો પ્રચાર કરવા માટે સવારે 9થી 11 વાગ્યાની વચ્ચે ‘પ્રભાતફેરી’ કાઢવા જણાવ્યું હતું જ્યારે તેની યુવા પાંખ દેશભરમાં બાઇક પર ‘તિરંગા યાત્રા’ કરશે.

Most Popular

To Top