Gujarat

PM મોદીની મોરબીની હોસ્પિટલની મુલાકાત પહેલા શરૂ થયું કલર કામ, વિપક્ષ પાર્ટીઓએ કહ્યું..

ગુજરાત: ગુજરાતના (Gujarat) મોરબીમાં (Morbi) બ્રિજ દુર્ઘટના બાદ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી મંગળવારે ઘટનાસ્થળે પહોંચી શકે છે. પીએમની સંભવિત મુલાકાતને લઈને વહીવટીતંત્ર પણ સક્રિય થઈ ગયું છે. આ દરમિયાન કેટલીક તસવીરો સામે આવી છે, જે બાદ વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકાર પર નિશાન સાધ્યું છે. મળતી માહિતી મુજબ પીએમની સંભવિત મુલાકાતની જાણ થતાં જ વહીવટીતંત્રએ મોરબીની હોસ્પિટલમાં કે જયાં ધાયલોની સારવાર ચાલી રહી છે ત્યાં રંગ રોગાન કરવાનું શરૂ કરી દીધું છે જેના કારણે વિપક્ષ પક્ષ તરફથી અનેક સવાલો કરવામાં આવી રહ્યાં છે તેમજ આ ઘટનાનો વિરોઘ પણ કરવામાં આવી રહ્યો છે.

  • કોંગ્રેસે આ ઘટનાને ઈવેન્ટિંગ ગણાવી
  • AAPએ મૃતદેહોના ઢગલા વચ્ચે થઈ રહેલી આ તૈયારીઓ પર કટાક્ષ કર્યો
  • વિપક્ષે હોસ્પિટલમાં તૈયારીઓની તસવીરો પર નિશાન સાધ્યું

કોંગ્રેસે આ ઘટનાને ઈવેન્ટિંગ ગણાવ્યું છે, તો AAPએ મૃતદેહોના ઢગલા વચ્ચે થઈ રહેલી આ તૈયારીઓ પર કટાક્ષ કર્યો છે. મળતી માહિતી મુજબ મોરબીમાં AAPના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા હોસ્પિટલે પહોચતા કામકાજ બંધ કરી દીધું છે. જણાવી દઈએ કે રવિવારે સાંજે ગુજરાતના મોરબીમાં લટકતો પુલ ધરાશાયી થવાને કારણે એક મોટો અકસ્માત થયો હતો. આ ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ પીએમ મોદીએ તરત જ ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી અને રાહત અને બચાવ કાર્ય વિશે પૂછપરછ કરી. એટલું જ નહીં સોમવારે PM મોદી ગુજરાતના બનાસકાંઠાની જાહેરસભામાં મોરબી અકસ્માતનો ઉલ્લેખ કરીને ભાવુક પણ થઈ ગયા હતા. બાદમાં સાંજે તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાહત અને બચાવ કામગીરી અંગે માર્ગદર્શિકા આપી હતી. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચીને હોસ્પિટલમાં ઘાયલોને મળી શકે છે. વિપક્ષે હોસ્પિટલમાં તૈયારીઓની તસવીરો પર નિશાન સાધ્યું છે.

Most Popular

To Top