National

નાગપુરમાં પીએમ મોદીએ વંદે ભારત ટ્રેન તેમજ AIIMS ભેટ આપી, સમૃદ્ધિ હાઇવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી: દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી રવિવાકના રોજ નાગપુર (Nagpur) તેમજ ગોવાની (Goa) મુલાકાતે છે. પીએમ મોદી 11 ડિસેમ્બરે મહારાષ્ટ્રને 75 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ ભેટમાં (Gift) આપશે. નાગપુરથી બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પછી તેમણે નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. તેણે શાળાના વિદ્યાર્થીઓ સાથે મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. આ દરમિયાન પીએમ બાળકો સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ પીએમએ નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો. ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ બીએસ કોશ્યરી, સીએમ એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ હાજર હતા.

  • નાગપુરથી બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી
  • નાગપુર-મુંબઈ વચ્ચે બનાવવામાં આવી રહેલા સમૃદ્ધિ હાઈવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

ત્યારબાદ પીએમ મોદીએ નાગપુર-મુંબઈ વચ્ચે બનાવવામાં આવી રહેલા સમૃદ્ધિ હાઈવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. કુલ 701 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેમાંથી નાગપુરથી મુંબઈ સુધીના 520 કિલોમીટરના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. 55,000 કરોડના ખર્ચે બનેલ આ એક્સપ્રેસ વે મહારાષ્ટ્રના 10 જિલ્લાઓ અને અમરાવતી, ઔરંગાબાદ અને નાસિકના મુખ્ય શહેરી વિસ્તારોમાંથી પસાર થશે. એક્સપ્રેસવે નજીકના 14 અન્ય જિલ્લાઓ સાથે કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે, જેનાથી વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના પ્રદેશો સહિત રાજ્યના લગભગ 24 જિલ્લાઓના વિકાસમાં મદદ મળશે.

પીએમ મોદીએ મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાર માટે પણ મોટી ભેટ આપી છે. તેમણે આધુનિક ક્ષમતાઓ સાથે નાગપુર ખાતે AIIMSનું ઉદ્ઘાટન કર્યું. પીએમએ જુલાઈ 2017માં આ AIIMSનો શિલાન્યાસ કર્યો હતો. આ AIIMS સમગ્ર વિદર્ભ ક્ષેત્રને આધુનિક તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને ગઢચિરોલી, ગોંદિયા અને મેલઘાટ જેવા વિસ્તારોમાં રહેતા લોકો માટે આ એઈમ્સની લાંબા સમયથી જરૂર હતી.

Most Popular

To Top