SURAT

સુરતમાં અન્ય બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ 30 દર્દીઓ કોરોના સંક્રમિત

સુરત(Surat): શહેરમાં કોરોના(Corona)નું સંક્રમણ(Transition) ભલે વધી રહ્યું હોય, પરંતુ હાલ દર્દી(Patient)ઓમાં કોઈ ખાસ ગંભીર લક્ષણો જોવા મળી રહ્યાં નથી. માટે હોસ્પિટલાઇઝેશન(Hospitalization)નો દર ખૂબ જ નીચો છે. ઉપરાંત એકેય દર્દીને ઓક્સિજન(Oxygen) કે વેન્ટિલેટર(Ventilator)ની જરૂર ઊભી થઈ નથી. જેથી તંત્રને પણ હાલ રાહત છે.

  • કોરોનાના માત્ર 55 દર્દી હોસ્પિટલાઇઝ થયા, તેમાંયે 30 તો અન્ય બીમારીથી અગાઉથી દાખલ હતા
  • દાખલ 55 દર્દીમાંથી 49એ રસીના બંને ડોઝ અને તેમાંથી પણ 10એ તો ત્રીજો ડોઝ પણ લીધો હતો
  • 599 એક્ટિવ કેસમાંથી માત્ર 20 દર્દી જ દાખલ, હોસ્પિટલમાં પણ માત્ર 3થી 4 દિવસ જ રહેવું પડે છે
  • છેલ્લા દસ દિવસમાં 819 કેસમાંથી એકેયને ઓક્સિજનની જરૂર પડી નથી

અગાઉની લહેરોમાં જ્યારે કોરોનાના કેસ વધતા હતા ત્યારે હોસ્પિટલાઈઝેશનનો દર પણ ખૂબ ઊંચો હતો. જેથી તંત્રને ખાનગી હોસ્પિટલો સાથે જોડાણ ઉપરાંત તમામ ઝોનમાં આઈસોલેશન સેન્ટરની સગવડ ઊભી કરવી પડી હતી. પરંતુ શહેરમાં હાલ પ્રતિદિન 70થી 80 જેટલા કેસ નોંધાઈ રહ્યા હતા અને છેલ્લા 10 જ દિવસમાં કોરોનાના કુલ 819 કેસ નોંધાઈ ચૂક્યા છે. છતાં તે પૈકી માત્ર 55 જ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો છે અને તેમાં પણ 30 દર્દી અગાઉથી હોસ્પિટલમાં કોઈને કોઈ કારણોસર હોસ્પિટલમાં દાખલ જ હતા અને ત્યાં જ તેઓ કોરોના પોઝિટિવ થયા હતા.

છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા 819 દર્દી પૈકી 55 હોસ્પિટલાઈઝ થયા
-પ્રતિદિન દાખલ થનારા દર્દીઓની સંખ્યા: 10થી 11
-આઈસોલેશનમાં: 6
-કોર્મોબીડીટી: 19
-અન્ય કારણોસર અગાઉથી હોસ્પિટલમાં દાખલ દર્દી: 30
-અગાઉ કોરોના થઈ ચૂક્યો હોય તેવા: 9
-વેક્સિનના બંને ડોઝ લીધા: 49
-વેક્સિનનો એક ડોઝ લીધો: 4
-પ્રિકોશનરી ડોઝ લીધો: 10
-વેક્સિન લેવા એલિજિબલ ન હતા: 2
-હોસ્પિટલમાં કેટલા દિવસ દાખલ રહ્યા: સરેરાશ 3થી 4 દિવસ

એક પણ વ્યક્તિને ઓક્સિજન પર રાખવાની નોબત નથી આવી
છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કુલ 819 દર્દી પૈકી માત્ર 55 દર્દી એટલે કે માત્ર આશરે સાડા છ ટકા દર્દીને જ હોસ્પિટલાઈઝ કરવા પડ્યા છે. જેમાંથી એકને પણ ઓક્સિજન પર રાખવાની નોબત આવી નથી. કોરોનાની બીજી લહેરનું ભયાનક સ્વરૂપ જોયા બાદ કોરોનાના કેસ જ્યારે પણ વધે છે ત્યારે સૌ કોઈના જીવ તાળવે ચોંટી જતા હોય છે. હાલ ફરીવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. પરંતુ અત્યાર સુધી કોરોનાનું ભયાનક રૂપ દેખાઈ રહ્યું નથી.હાલમાં દરરોજ સરેરાશ 2થી 3 દર્દી જ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 599ની નજીક છે. પણ હોસ્પિટલમાં હાલ 20 જ દર્દી દાખલ છે. દર્દીઓને હોસ્પિટલમાં સરેરાશ 3થી 4 જ દિવસ દાખલ રહેવું પડે છે.

Most Popular

To Top