Gujarat

ધાંગધ્રા કોર્ટે હાદિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યો,જાણો શું છે આખો મામલો

ગાંધીનગર : વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના (PASS) હાર્દિક પટેલને (Hardik Patel) લઇને એક મોટા સમાચાર ગુરુવારે સામે આવ્યા છે. આ મામલે પ્રાપ્ત જાણકારી અનુસાર હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ધ્રાંગધ્રા કોર્ટે (Court) હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ (Warrant) ઇસ્યુ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે આચાર સંહિતા ભંગ મામલે હાર્દિક કોર્ટમાં મુદત દરમ્યાન હાજર ન રહેતા આ કાર્યવાહી કરાઇ છે. પાટીદાર અનામત આંદોલન સમયની સભામાં આચાર સંહિતા ભંગ કેસમાં હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

  • હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો
  • મુદત દરમ્યાન હાજર ન રહેતા આ કાર્યવાહી કરાઇ છે
  • આચાર સંહિતા ભંગ કેસમાં હાર્દિક પટેલ રહ્યા ન હતો

તારીખોમાં હાજર નહિ રહેતા ધરપકડ વોરંટ ઈશ્યુ
પાટીદાર અનામત આંદોલન સમયે શાભાઓના દોર નિયમિત રીતે ચાલતા હતા. દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપરમાં પાટીદાર અનામત આંદોલન વખતે વધી રહેલી હિંસાને લઇને આચાર સહિતા લાગુ કરી દેવામાં આવી હતી. દરમ્યાન આચાર આચારસંહિતાના ભંગ કરવા બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ બજવાવામાં આવ્યો હતો. અને ત્યારબાદની તારીખોમાં હાજર નહિ રહેતા હવે હાર્દિક સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો છે.

હાર્દિકને હાલમાં જામનગર કોર્ટથી રાહત મળી હતી
અનામત આંદોલન દરમયાન આખા ગુજરાતમાં તેની આંધી ફૂંકાઈ હતી આ દરમ્યાન ભડકાઉ ભાષણ કરતા સરકાર તરફથી હાર્દિક પટેલ વિરૂદ્ધ ફોજદારી નોંધાઈ હતી. કે વર્ષ 2017માં ધૂતારપર ગામે ભાષણ મામલે હાર્દિક પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે જામનગરમાં હાર્દિક પટેલ સામે ફોજદારી કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. ભાજપના MLA હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.અને ત્યારે પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસમાં કોર્ટે જામનગર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો.

હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે
અમદાવાદના નિકોલમાં વર્ષ 2018નો એક કેસ પણ હાર્દિક પટેલ પર ચાલી રહ્યો છે, જેમાં જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન તેઓ ગેરહાજર રહ્યા હતા. એને કારણે કોર્ટે સમન્સ પાઠવ્યું હતું, જોકે 8મી ફેબ્રુઆરીએ ફરી તેઓ ગેરહાજર રહેતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ટકોર કરી હતી.

Most Popular

To Top