Dakshin Gujarat

પારડી: કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર હાઈવેની રેલિંગમાં ઘૂસી ગઈ

પારડી: (Pardi) પારડી નેશનલ હાઇવે નંબર 48 સુલભનગર કુમાર-કન્યા શાળાની સામે વાપીથી વલસાડ (Valsad) જતા ટ્રેક ઉપર સવારે પસાર થતી એક કારનું અચાનક ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કારમાં (Car) સવાર 5 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

  • પારડી હાઇવે પર કારનું ટાયર ફાટતા રેલિગમાં અથડાઈ : કારમાં સવાર 5નો બચાવ
  • કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર હાઈવેની રેલિંગમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો

કારનો ચાલક દમણ ખાતે બેનરનું કટીંગ કામ પૂર્ણ કરી પરત પોતાના ઘરે સુરત તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પારડી કુમાર-કન્યાશાળા સામે હાઇવે ઉપર કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર હાઈવેની રેલિંગમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો. સદનસીબે કારમાં સવાર 5 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે કારના આગળના ભાગે નુકશાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ ઉપર પહોંચી ક્રેનની મદદ વડે કારને સાઈડમાં કરી ટ્રાફિકને ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે કારચાલકે પારડી પોલીસ મથકે જાણવા જોગ લેખિતમાં ફરિયાદ આપી હતી.

કબીલપોર જી.આઈ.ડી.સી.માંથી ઇકો કારનું સાયલેન્સર ચોરાયું
નવસારી : કબીલપોર જી.આઈ.ડી.સી.માંથી ઇકો કારનું સાયલેન્સર કોઈ અજાણ્યો ચોર ચોરી કરી નાસી ગયાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી શાંતાદેવી રોડ પર આનંદનગર મંગલમ કોમ્પ્લેક્ષમાં મનસુખભાઈ નાગજીભાઈ હાપલીયા તેમના પરિવાર સાથે રહે છે. ગત 16મીએ મનસુખભાઈ તેમની ઇકો કાર (નં. જીજે-21-સીબી-9076) લઈને કબીલપોર જી.આઈ.ડી.સી. ગયા હતા. જ્યાં તેમણે તેમની કાર પાર્ક કરી હતી. દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યો ચોર તેમની કારમાંથી 85 હજાર રૂપિયાની કિંમતનું સાયલેન્સર ચોરી કરી નાસી ગયો હતો. બીજા દિવસે સવારે મનસુખભાઈએ કારમાં જોતા કારમાંથી સાયલેન્સર ચોરી થયું હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે મનસુખભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. વી.જે. પટેલે હાથ ધરી છે.

Most Popular

To Top