Dakshin Gujarat

પાનોલીની અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં જ્વલનશીલ સોલ્વટના જથ્થામાં ભીષણ આગ

ભરૂચ,અંકલેશ્વર: પાનોલી જીઆઇડીસીમાં (Panoli GIDC) આવેલી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં રો-મટિરિયલના બલ્ક ડ્રગ અને ઇન્ટરમિડિયેટનું ઉત્પાદન પ્લાન્ટમાં (Plant) ચાલી રહ્યું હતું. એ સમયે અચાનક સોલ્વન્ટના જથ્થામાં આગ (Fire) ભભૂકી ઊઠતાં દોડધામ મચી લાગી હતી. બનાવની જાણ થતાં પાનોલી ફાયર અને અંકલેશ્વર ડીપીએમસી અને અન્ય ખાનગી કંપનીના 10 જેટલાં ફાયર ટેન્ડરો આગ બુઝાવવા કામે લાગ્યા હતા. જો કે, બે કલાકની ભારે જહેમત બાદ આગ પર આંશિક કાબૂ મેળવ્યો હતો.
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી અને જીવનરક્ષક દવામાં વપરાતા વિવિધ રસાયણનું ઉત્પાદન કરતી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં બુધવારે સાંજે 5 વાગ્યાના અરસામાં પ્લાન્ટમાં આવેલા જ્વલનશીલ સોલ્વન્ટના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી કંપનીનો આખો પ્લાન્ટ ચપેટમાં આવી ગયો હતો. આગને લઇ કંપનીમાં કામ કરતા કામદારો સુરક્ષિત બહાર ખસી ગયા હતા. આ બનાવની જાણ પાનોલી ફાયર સ્ટેશન ખાતે કરતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કંપનીમાં સોલ્વન્ટનો વિપુલ જથ્થો હોવાના કારણે આગ વધુ ફેલાઈ રહી હતી. આ ડી.પી.એમ.સી. અંકલેશ્વર અને અન્ય ખાનગી કંપનીઓ સહિત ફાયર ટેન્ડરના 10 લોકોની મદદથી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઇ અંકલેશ્વર ડિઝાસ્ટર ટીમના સભ્યો, જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી. જો કે, આગ કયા કારણોસર લાગી તેની તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.

ઘાયલ પશુપક્ષીઓ માટે કંટ્રોલરૂમ કાર્યરત
સાપુતારા : ડાંગ જિલ્લામાં તા. 10 થી 20 જાન્યુઆરી-2023 દરમિયાન ચાલનારા ‘કરૂણા અભિયાન’ ને અસરકારક બનાવી, મુંગા પશુપક્ષીઓના જીવન બચાવવામા સૌને પરસ્પર સંકલન સાથે કામગીરી હાથ ધરવાની ડાંગ કલેક્ટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ હિમાયત કરી છે. ‘કરૂણા અભિયાન’ના ભાગરૂપે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ, અને સુબિર ખાતે ઘાયલ પશુપક્ષીઓની સારવાર સાથે વિશેષ ટીમની રચના કરી કામગીરી હાથ ધરવામાં આવશે. જે મુજબ આહવા તાલુકા માટે પશુ દવાખાનુ-આહવા (સંપર્ક નંબર : 97249 86604, 94088 06614), વઘઈ તાલુકા માટે પશુ દવાખાનું-વઘઈ (સંપર્ક નંબર : 97268 50248, 94272 38513) તથા સુબિર તાલુકા માટે પશુ દવાખાનું-સુબિર (સંપર્ક નંબર : 82008 55988, 9426501366) નંબરો જાહેર કરાયા છે.

Most Popular

To Top