Top News

More Posts

   The Latest

Most Popular

શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યામાં નિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત તિર્થ ભૂમિ અને યાત્રાધામ ડાકોરમાં રામોત્સવની ઉજવણી ધામધૂમથી કરવા માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22મી જાન્યુઆરી સોમવારે ડાકોરના ઠાકોર શ્રી રાજા રણછોડ શ્રી રામચંદ્રજી ભગવાનના સ્વરૂપમાં દર્શન આપશે. ભક્તોને શણગાર પણ રામ સ્વરૂપના જ છે. કૃષ્ણ જન્મોત્સવ સમાન આસોપાલવના તોરણ સહિત આબેહૂબ તૈયારીઓ કરવામાં આવી છે. મંગળા આરતી, શણગાર આરતી, તિલક ચાંદલો કરવામાં આવશે. રાજભોગ દર્શન, ઉસ્તાપન દર્શન, કળશ યાત્રા મંદિર પરિસરમાં નીકળશે. મંદિર પરિસર દિપોથી પ્રજવલિત કરવામાં આવશે. રામલલાના વધામણા કરવા માટે યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે.

To Top