SURAT

સુરતમાં રામોત્સવની જોરશોરમાં ઉજવણી: 16 ફૂટની રામમૂર્તિનું આકર્ષણ

સુરત(Surat): આજના ઐતિહાસિક દિવસે જ્યારે અયોધ્યામાં (Ayodhya) નવનિર્મિત રામ મંદિરમાં (RamMandir) પ્રભુ શ્રી રામ (ShriRam) લલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે ત્યારે આ શુભ દિને સમગ્ર દેશમાં દિવાળી જેવો ઉત્સવનો માહોલ છવાયો છે. સુરત તો જાણે રામમય બની ગયું છે.

આજે સુરતમાં રામોત્સવની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, શંખનાદ સાથે રામધૂનમાં ભક્તો લીન થવા લાગ્યા છે, તો સિટીલાઈટ, વરાછા સહિતના વિસ્તારોમાં શોભાયાત્રા કાઢીને રામભક્તો ઉજવણી કરી રહ્યાં છે. ભક્તો પોતાની શક્તિ પ્રમાણે રામ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી રહ્યાં છે. ઠેરઠેર ચા-નાસ્તાની લારીઓ પર ફ્રી અને ડિસ્કાઉન્ટની ઓફરો મુકવામાં આવી રહી છે.

  • રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુરતમાં શોભાયાત્રા
  • સિટી લાઈટ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળી
  • ગુજરાત ગેસ સર્કલ પાસે લોકોને ફ્રીમાં ચા પીવડાવાઈ
  • પ્રાઈમ આર્કેડ પર 16 ફૂટની રામ મૂર્તિનું આકર્ષણ

સુરતમાં પ્રભુ શ્રી રામ માતા સીતા સાથે શોભાયાત્રા
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની લઈ સુરતના સીટી લાઈટ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને જાનકી સહિત હનુમાન સાથે આ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મહિલાઓથી લઈ પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા. જય શ્રી રામના નારા સાથે રસ્તાઓ પરથી પસાર થઈ રહેલી આ શોભાયાત્રા થી સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલ ગુંજી ઉઠ્યો હતો.

રામ મંદિરને લઇ લોકોને ફ્રી માં ચા પીવડાવી રહી છે
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ સુરતમાં જબરજસ્ત ઉત્સાહકોમાં જોવા મળી રહ્યો છે. સુરતના ગુજરાત ગેસ સર્કલ ખાતે આવેલા રાધેશોલ એન્ડ નાસ્તા સેન્ટર દ્વારા આજના દિવસે તમામ લોકોને ભગવાન રામની પ્રસાદી સમજી ચા ફ્રીમાં જાહેરાત કરી છે. સવારે 6:00 થી સાંજે છ વાગ્યા સુધી જે પણ લોકો આવે છે તે તમામને વિનામૂલ્ય ચા પીવડાવવામાં આવે છે અને જય શ્રી રામ બોલવડાવામાં આવે છે.

પ્રાઈમ આર્કેડ પર 16 ફૂટની રામમૂર્તિએ જમાવ્યું આકર્ષણ
સુરતના અડાજણ વિસ્તારમાં પ્રાઈમ આર્કેડ અને રૂષભ ટાવર પર આજે સાંજે ઉજવણીના ભવ્ય કાર્યક્રમોનું આયોજન છે. પ્રાઈમ આર્કેડ પર 16 ફૂટની રામમૂર્તિને લાઈટિંગથી શણગારીને સાંજે મુકવામાં આવનાર છે. આ 16 ફૂટની રામમૂર્તિએ ભક્તોમાં અનેરું આકર્ષણ ઉભું કર્યું છે.

ડાયમંડ એસોસિએશનમાં ભજનકિર્તન કરાયું
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા “રામ લલ્લા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજ રોજ  તા. 22 જાન્યુઆરીના રોજ  સવારે 10 થી બપોરે 1 કલાક   સુધી સંસ્થાની બિલ્ડિંગ પર શ્રી રામજીના ભજન કીર્તન સાથે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. જેમાં આશરે 2500 થી 3000 લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ સમયે સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા ડાયમંડ ઉદ્યોગના અગ્રણી હાજર રહ્યા હતા.

Most Popular

To Top