Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) સુરત વર્ષ 2017માં સુરત સરથાણા પોલીસ મથકમાં હાર્દિક પટેલ (Hardik Patel) વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ બદલ આજે કોર્ટમાં હાજર રહેલા ભાજપ ધારાસભ્ય અને પાટીદાર સમાજના યુવા આગેવાન હાર્દિક પટેલને સુરત કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે ચુકાદો આપતા હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે.

ત્રણ ડિસેમ્બર વર્ષ 2017 ના રોજ સરથાણા વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી સમયે જન ક્રાંતિ મહાસભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલે ભાજપ વિરૂદ્ધ ભાષણ કર્યું હતું. જેને લઇ સરથાણા પોલીસ મથકમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલનું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ફર્ધર નિવેદન નોંધવામાં આવ્યું હતું. સરથાણમાં જાહેર નામાનો ભંગ, રાજકીય પાર્ટી સામે ભાષણ ન કરવા બાબતનો ગુનો દાખલ થયો હતો. ભાષણના આ કેસમાં કલેક્ટર સહિત આઠથી દસ સાક્ષીઓની જુબાની થઈ ચૂકી છે.

વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરત જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલને શરત નંબર 14 મુજબ પણ ઉમેદવાર કે રાજકીય પક્ષના વિરોધમાં કોઈપણ નિવેદન ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે યોગીચોક પાતે યોજાયેલી સભાને સંબોધિત કરી હતી. જેમાં /બિન રાજકીય સભામાં રાજકીય નિવેદનો આપવામાં આપવામા આવ્યા જતા. હાર્દિક પટેલ સામે આ સભામાં સરકાર વિરૂદ્ધ ભાષણ કર્યાનો કેસ થયો હતો.

નિર્ણયને આવકારું છું- હાર્દિક પટેલ
હાર્દિક પટેલ ( ભાજપ ધારાસભ્ય) એ જણાવ્યું હતું કે સરથાણા પોલીસ મથકમાં જે કેસ નોંધાયો હતો તેમાં આજે હું નિર્દોષ સાબિત થયો છું. મારું માનવું છે કે જેટલા પણ કેસો છે તેમાં મોટાભાગે હું નિર્દોષ સાબિત થયો છું. મારા જેટલા પણ વકીલો છે તેઓએ યોગ્ય દલીલ કરી છે. આ નિર્ણયને હું આવકારું છું.

હાર્દિક પટેલના વકીલ યશવંત વાળાએ જણાવ્યું હતું કે વર્ષ 2017માં સરથાણા પોલીસ સ્ટેશનમાં જી.પી.એક્ટ ની જોગવાઈઓ મુજબ ગુનો નોંધાયો હતાં. કેસમાં તારીખ 24 જાન્યુઆરી 2019ના રોજ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે તા 26 જાન્યુઆરીના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. વાહન રેલી અને જાહેર સભા અંગેની પરમીટની શરત નંબર 14 ભંગ ને લઇ ફરિયાદ નોંધવામાં આવી હતી. શરત હતી કે કાર્યક્રમનો ઉપયોગ કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રચાર અથવા સમર્થન કે વિરોધ માટે કરવામા આવે નહિં. એટલુ જ નહીં તેમજ કોઈ પણ ઉમેદવાર કે પક્ષ દ્વારા રેલી કે જાહેર સભામાં ચુંટણી લક્ષી ઉપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોર્ટમાં હાર્દિક પટેલ તરફથી દલીલો કરાઈ હતી કે પરમીટની શરત નંબર 14 બાબતે હાર્દિક પટેલ દ્વારા શબ્દશઃ ભંગ થયેલ હોય તેવું જુબાની માં છે નહીં. હાર્દિક પટેલે કોઈ પણ પક્ષ ની તરફેણમાં કે વિરોધ માં ભાષણ આપ્યું નથી. સાથે કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરુદ્ધમાં ભાષણ પણ કર્યું હોય તેવો પુરાવો રેકર્ડ પર આવ્યો નથી. કોર્ટે બંને પક્ષો ની દલીલો સાંભળીને હાર્દિક પટેલ સહિત જીગ્નેશને પણ આજે નિર્દોષ જાહેર કર્યા છે.

To Top