Top News

More Posts

   The Latest

Most Popular

ચક્કાજામ થાય ત્યારે વરઘોડા, સરઘસ, આંદોલન, ચૂંટણી પ્રચાર, ગણપતિ વિસર્જન, તાજીયા, વિગેરેથી ટ્રાફિક સમસ્યા વર્ષોથી પ્રજાને કનડે છે. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, મોડા પડે ત્યારે ઉપરીઓનો ઠપકો સાંભળી સ્વમાન ગીરવે મુકવું પડે છે. પેટ્રોલ, ડીઝલના આસમાને જતા ભાવ ટ્રાફિક જામમાં કિંમતી હુંડિયામણ અને ઉત્પાદકિય રીતે વેડફાઈ છે.  જે તે રાષ્ટ્રને જ નુકશાન થાય છે. પોલીસ બંદોબસ્ત કડકાઈ વાપરે તો વાહન વ્યવહાર વ્યવસ્થિત થાય અને ઈંધણનો વેડફાટ અટકે.
રાંદેર     – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ખાદ્ય પદાર્થોનું ચેકીંગ થવું જોઇએ

આજકાલ કૃત્રિમ કેમિકલથી બનેલ દારૂ વેચાયો જેનાથી ઘણી જાનહાિન થઇ. લઠ્ઠાકાંડમાં પણ અગાઉ ઘણા માનવો મૃત્યુ પામ્યા હતા. એ જ રીતે ખાદ્યપદાર્થોમાં પણ ભેળસેળ થાય છે. દૂધ પણ કેમિકલનો ઉપયોગ કરી બનાવાય છે. કૃત્રિમ બનાવટી દૂધ ચાની લારી પર વપરાય તો માંદગી ફેલાય શકે છે. એવું સંભળાય છે કે ચોખા પણ કૃત્રિમ બને છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થાય છે અને એવું ખાવાથી ઝાડા ઉલટી થાય છે અને માણસ બિમાર પડે છે. લગ્ન પ્રસંગે કેટલીક વખત ભોજન કરનાર એક સામટા બિમાર પડે છે એ હાદસોમાં કેટલાક પોતાના પ્રાણ પણ ગુમાવે છે. ઝેરી દારૂ પીને એસટીનો ડ્રાઇવર બસ ચલાવે તો એ લથડી પડતાં બસ પરનો કાબુ ગુમાવે તો અન્ય મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે. કેટલાકના પ્રાણ પણ જાય છે વિના વાંકે આથી ખાવા પીવાની દરેક વસ્તુનું બરાબર ચેકીંગ થવું જોઇએ.
નવસારી           – મહેશ નાયક આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top