Madhya Gujarat

ટેકનો-કલ્ચરલ ઈવેન્ટ કોગ્નિઝન્સમાં બે હજાર વિદ્યાર્થીએ ભાગ લીધો

આણંદ તા.29
ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા બે દિવસ રાજ્યની સૌથી મોટી વિખ્યાત ટેકનો – કલ્ચરલ ઇવેન્ટ કોગ્નિઝન્સ – 2024 યોજાઇ હતી. જેમાં દેશભરના યુવા એન્જિનીયરોને તેમની ટેકનીકલ કુશળતા અને દ્રષ્ટાંતરૂપ કૌશલ્યોનું પ્રદર્શન કરવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું હતું.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા રાજ્યની સૌથી વિખ્યાત ટેકનો-કલ્ચરલ ઈવેન્ટ કોગ્નિઝન્સ-2024 યોજાઈ હતી. કોગ્નિઝન્સએ ચારુસેટની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ (FTE) દ્વારા આયોજિત સૌથી પ્રખ્યાત ટેક ફેસ્ટ છે. 2006માં જ્યારથી તેની શરૂઆત થઈ ત્યારથી તે દેશભરના યુવા એન્જિનિયરોને તેમના ટેક્નીકલ કુશળતા અને દ્રષ્ટાંતરૂપ કૌશલ્યોનું પ્રદર્શન કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
આ ઉત્સવની શરૂઆત ચારુસેટના પ્રોવોસ્ટ, રજિસ્ટ્રાર, ડીન, પ્રિન્સિપાલ અને એફટીઇના વડાઓ વગેરે અગ્રણી મહાનુભાવોની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં ‘Cognizance 24, ADHYAAY’ ના સત્તાવાર મેગેઝિનનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે પછી વિવિધ ટેક અને નોન-ટેક ઇવેન્ટ્સ જેવી કે કોડમેનિયા, હેલ્ધી સ્વિચિંગ, વેલોરન્ટ એસ્પોર્ટ્સ, પેઈન્ટબૉલ અને બીજી વિવિધ ઇવેન્ટ્સ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બે દિવસના સમયગાળા દરમિયાન ટેકનોલોજીકલ ક્ષેત્રના જાણીતા આમંત્રિત વક્તાઓ દ્વારા વાર્તાલાપો પણ દર્શાવવામાં આવ્યા હતા. આ કોગ્નિઝન્સ 2024નું સમાપન એક ગ્રાન્ડ મ્યુઝીકલ ઇવનિંગ સાથે થયું હતું, જેમાં ઇટાલિયન ડીજે ઓલી એસ, ડીજે દિપાકોન અને ડીજે અનબીટેબલ સાથે સ્ટેજ શોમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે 2000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Most Popular

To Top