SURAT

મેટ્રો, બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વે માટે સુરતના કલેક્ટરે ફટાફટ આટલી જમીનનું સંપાદન કર્યું, ખેડૂતોને બમ્પર વળતર આપ્યું

સુરત(Surat) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન (BulletTrain) , મેટ્રો (Metro), વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે (ExpressWay) પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ પ્રોજેક્ટના રૂટમાં આવતી જમીનોના સંપાદન (Acquisition of lands) માટે સુરત જિલ્લા કલેક્ટરે (Surat District Collector) ફૂલસ્પીડમાં નિર્ણયો લઈ વહીવટી તંત્ર પર દાખલો બેસાડ્યો છે. સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે ખેડૂતોને છપ્પર ફાડ વળતર આપીને સડસડાટ હજારો હેક્ટર જમીનનું સંપાદન કરી લીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બુલેટ ટ્રેનના રૂટમાં આવતા ગામડાઓમાં જમીનોની સંપાદનની કામગીરી લાંબા સમયથી પેન્ડીંગ હતી. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ કામગીરી આટોપવી આવશ્યક હોય સુરત જિલ્લા કલેક્ટરે બુલેટ ગતિએ આ કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને બુલેટ ટ્રેન તથા એક્સપ્રેસ વેના રૂટ પર આવતી જમીનોની સંપાદન કામગીરી આટોપી હતી. ખેડૂતોને છપ્પર ફાડ વળતર પણ આપ્યું હતું.

આટલી જમીનોનું સંપાદન કરાયું, 5000 કરોડથી વધુનું વળતર ખેડૂતોને ચૂકવ્યું
બુલેટ ટ્રેનના રૂટમાં આવતા 28 ગામડાની કુલ 144.74 હેક્ટર જમીનનું સંપાદન કરાયું છે. તે માટે 2100 કરોડની મોટી રકમનું વળતર ચૂકવવામાં આવ્યું છે. તે ઉપરાંત ડીએફસીસીના રૂટમાં આવતા 35 ગામની 194.56 હેક્ટર જમીનને 781 કરોડનું વળતર ચૂકવી સંપાદિત કરાઈ છે.

મેટ્રોના રૂટમાં આવતી 2.1 હેક્ટર જમીનને 72 કરોડ ચૂકવી સંપાદિત કરાઈ છે. આ ઉપરાંત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના રૂટમાં આવતા સુરત જિલ્લાના 37 ગામોની 615 હેક્ટર જમીન સંપાદિત કરાઈ છે. આ જમીનના સંપાદન માટે 2658 કરોડની માતબર રકમનું ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે. હજુ 116 કરોડ ચૂકવવાના બાકી છે. આમ, સુરત જિલ્લા કલેક્ટરે ખેડૂતોને 5000 કરોડથી વધુનું વળતર ચૂકવી મોટી માત્રામાં જમીન સંપાદિત કરી છે.

Most Popular

To Top