Top News

More Posts

   The Latest

Most Popular

11 શાળાઓનું સ્થળાંતર અને 15 શાળાઓમાં રીપેરીંગનું કામ શરૂ કરાયું :

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 23 બિલ્ડિંગમાં કાર્યરત 34 શાળાઓને પાલિકા દ્વારા મરામત અને રીપેરીંગ બાબતે નોટીસ આપવામાં આવી હતી :

( પ્રતિનિધિ ) વડોદરા તા.20

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત 23 શાળાઓને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં જર્જરીત અને રીપેરીંગ કરવા યોગ્ય શાળા મકાનમાં તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવા અંગે સૂચના આપવામાં આવી હતી. હાલ 11 શાળાઓનું સ્થળાંતર અને 15 શાળાઓમાં રીપેરીંગની કામગીરી હાથધરવામાં આવી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત ૨૩ બિલ્ડીંગમાં ચાલતી ૩૪ શાળાઓને વડોદરા મહાનગરપાલિકા દ્વારા મરામત અને રીપેરીંગ બાબતે નોટીસ દ્વારા જાણ કરવામાં આવી હતી. આ તમામ શાળાઓ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આ નોટિસ મળેલી તમામ શાળાઓમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેષભાઈ પંડ્યા, ઉપાધ્યક્ષ ડો.હેમાંગ જોષી, શાસનાધિકારી શ્વેતાબેન પારગી તથા તમામ સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને શાળાઓને નજીકની કઈ શાળામાં સ્થળાંતર કરી શકાય તે બાબતે ચર્ચા વિચારવામાં કરવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી સત્વરે યોગ્ય નિર્ણય લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જે અન્વયે તાત્કાલિક અસરથી 8 શાળાઓને અન્યત્ર સ્થળાંતરીત કરવામાં આવી છે. જેમાંથી કેટલીક શાળાઓને સ્થળાંતરની જરૂરિયાત હોય વૈકલ્પિક વ્યવસ્થાની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે 15 શાળાઓનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ તમામ બાબતોમાં વિદ્યાર્થીઓની સલામતી અને શિક્ષણ ન બગડે તે હેતુ ધ્યાને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ શાળાઓમાં તબક્કાવાર મરામત અને રીપેરીંગ કામગીરી કરવામાં આવનાર છે. તેમજ સમયમર્યાદામાં કામગીરી કરવા માટે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને શાસનાધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે.

To Top