Top News

More Posts

   The Latest

Most Popular

  • આદર્શ આચાર સંહિતાનો અમલ શરુ થતા વડોદરા મનપાના હોદ્દેદારોના વાહનો પરત લેવાયા 
  • શહેરમાંથી વિવિધ સ્થળોએથી સરકારી હોર્ડિંગ્સ પણ હટાવવાની કામગીરી શરુ 

લોકસભાના ઇલેક્શન ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદ બોલાવી જનરલ ઇલેક્શન ની તારીખો જાહેર કરવામાં આવી હતી ગુજરાતમાં આગામી 7 મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે મતગણતરી 4 જૂનના રોજ કરવામાં આવશે

લોકસભાની ચૂંટણીઓ માટે આજથી આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે ચૂંટણી પંચ દ્વારા આજે તારીખો જાહેર કરી દેવામાં આવી છે જેમાં સમગ્ર દેશમાં સાત તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે જે માટેની મતદાન પ્રક્રિયા 7 મેના રોજ હાથ ધરવામાં આવશે. આજથી આચારસંહિતાનો અમલ શરૂ થઈ જતા જ વડોદરા શહેરમાં ઠેર ઠેર બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા તો મહાનગરપાલિકાના હોદ્દેદારોની ગાડીઓ પણ જમા લેવામાં આવી હતી વિકલ્પો ખાતે તમામ હોદ્દેદારોની ગાડીઓ મૂકી દેવામાં આવી હતી. અને તેના ઉપરથી પ્લેટ પણ હટાવી લેવામાં આવી હતી. આજથી જ ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે

To Top