Top News

More Posts

   The Latest

Most Popular

પ્રતિનિધિ વડોદરા તા.22
વાઘોડિયા રોડ ઉપર રહેતી પત્ની તથા સાસુ પર જમાઈએ એસિડ એટેક કરવાની ધમકી આપી હતી. પ્રેમ લગ્ન કર્યાના એક વર્ષ બાદ પતિ પત્ની સાથે વારંવાર ઝઘડા કરતો હોય તેણી પિયરમાં રહેવા જતી રહી હતી. સાસુએ બાપોદ પોલીસ સ્ટેશનમાં જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા વુડાના મકાનમાં રહેતા મહિલાએ દંતેશ્વર ખાતે સંજય અગ્રવાલની ક્રિષ્ણા પસ્તી ભંડાર નામની દુકાનમાં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. વર્ષ 2017માં તેમની દીકરીએ સતીષ અંબાલાલ જાદવ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેથી યુવકે શરૂઆતમાં તેમની દીકરીને એક વર્ષ સુધી સારી રીતે રાખી હતી. ત્યારબાદ સતીશ તેમની દીકરીને અવારનવાર મારઝુડ કરતો હોવાની જાણ તેમને કરતી હતી. જેથી માતા તેઓની વચ્ચે પડી સમાધાન કરાવતા હતા. ત્યારબાદ અવારનવાર મારઝુડ કરવાના કારણે તેમની દીકરી છેલ્લા છ માસથી પિયરના ઘરે રહે છે. 18 મેના રોજ બપોરના બે વાગ્યાના સુમારે તેઓ ઘરે હાજર હતા. દરમિયાન જમાઈ સતીષ જાદવે ફોન કરી આજે રાત્રે હું તારા ઉપર કાતો તારી દીકરી ઉપર એસીડ નાખી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી બપોર પોલીસે જમાઈને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

To Top