ફિલ્ટરેશન પ્લાન્ટ ફ્લોપ | નડિયાદના શુદ્ધ પાણીનો દાવો પોકળ સાબિત થયો : દૂષિત પાણીના કારણે રોગચાળામાં 150 લોકો સપડાયા ઝાડા-ઉલટી થયાના 24...
વારાણસીઃ (Varanasi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે ‘માતૃશક્તિ’ સંમેલનમાં 25 હજારથી વધુ મહિલાઓ...
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને (Manish Sisodia) દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જામીન (Bail) મળ્યા નથી. દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર...
કોવિડ (Covid) KP.2 અને KP.1 ના નવા પ્રકારો જેણે સિંગાપોરમાં (Singapore) તબાહી મચાવી હતી તે હવે ભારતમાં પણ ફેલાવા લાગ્યા છે. સત્તાવાર...
બારડોલી: (Bardoli) સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. ગરમીમાં સ્ટ્રોકની સાથે હાર્ટ એટેકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બારડોલીના...
સુરત: સ્માર્ટ મીટરના લીધે વધુ વીજવપરાશ થતો હોવાની ફરિયાદ અને વિરોધ વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરતમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની...
લંડનથી (London) સિંગાપોર (Singapore) જતી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટમાં એક મુસાફરનું મોત થયું છે. પ્લેનમાં ઘણા મુસાફરો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે....
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એપ્રિલના બીજા સપ્તાહથી શહેરના પીપલોદ વિસ્તારમાં સ્માર્ટ મીટર ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ...
ઈરાનના રાષ્ટ્રપતિ (Iran President) ઈબ્રાહિમ રઈસીના (Ibrahim Raisi) આકસ્મિક નિધનથી સમગ્ર વિશ્વ આઘાતમાં છે. ઈરાનમાં શોકની લહેર છે. મંગળવારે હજારો લોકો તેમના...
ભાવનગર: ભાવનગરના બોરતળાવમાં ગોઝારી ઘટના બની છે. અહીં નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ આજે બપોરે તળાવ કાંઠે કપડાં ધોવા અને ન્હાવા માટે ગઈ...
મુંબઇ: મુંબઈમાં (Mumbai) અમીરાતના પ્લેનની ટક્કરથી એક રાજહંસોનું ટોળું મૃત્યુ પામ્યુ હતું. ઘટના સોમવારે રાત્રે બની હતી. અકસ્માતના (Accident) કારણે મુંબઈના ઘાટકોપર...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) સપા પ્રમુખ અખિલેશ યાદવની (Akhilesh Yadav) રેલીઓમાં મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થયા હતા. આ કારણે તેમની...
અતિશય ગરમીના પગલે હીટવેવનો શિકાર બનતા નાગરિકોની સેવા માટે 108ની ટીમ એલર્ટ મોડ પર વડોદરા, તા.રાજ્યમાં હાલ હિટવેવ ચાલી રહી છે. ત્યારે...
નવી દિલ્હી: પ્રિયંકા ચોપરા એક એવી અભિનેત્રી છે જે માત્ર બોલિવૂડમાં જ નહીં હોલીવુડમાં પણ પ્રખ્યાત છે. આખી દુનિયામાં લોકો તેને પસંદ...
શહેર ભાજપના નેતાઓના વધી રહ્યો છે અહમનો ટકરાવ, સરદાર એસ્ટેટ નવીન પંપિંગ સ્ટેશન અને રાજીવ નગર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તૈયાર થતા...
શિનોર: શિનોર તાલુકાના દિવેર ગામે વાડામાં પાણી ભરતી પત્નીને ઉશ્કેરાયેલા પતિએ ગળાના અને જડબાના ભાગે ધારિયાના બે ઘા મારી સ્થળ પર જ...
સુરત: ડિંડોલીમાં જાહેરમાં યુવકની હત્યાના વિરોધમાં આજે સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાવી દીધો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે બુધવારે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે બિહારના (Bihar) પૂર્વ ચંપારણ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ...
સુરત: આ વખતે ગરમીએ તોબા પોકારાવી દીધી છે. આખાય દેશમાં સૂર્ય અગનગોળા વરસાવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. ડિગ્રીના આંકડા રોજ ઉપર...
નવી દિલ્હી: દિલ્હી એક્સાઈઝ પોલિસી (Delhi Excise Policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી હતી. સિસોદિયાની કસ્ટડી...
ભારતના સંવિધાન આર્ટિકલ 21 એ મુજબ છ થી 14 વર્ષના બાળકો માટે શાળાનું ભણતર સંવિધાનિક હક : તપાસ શબ્દ જ ભયંકર ખોટો...
ફતેગંજ વિસ્તારના લોકોનું વીજ કચેરી ખાતે ધરણા પ્રદર્શન ગરમીમાં એટેક આવી જશે જવાબદારી કોની ? : સ્થાનિક રહીશો ( પ્રતિનિધિ ) વડોદરા...
સુરત: ડી.જી.વી.સી.એલ. દ્વારા પીપલોદ વિસ્તારમાંથી સ્માર્ટ વીજ મીટર નાંખવાની શરૂઆત થઇ ત્યારથી જ આ મુદ્દે શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે....
નવી દિલ્હી: દિલ્હી CM હાઉસમાં (Delhi CM House) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે મારપીટ...
સુરત: સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો બની રહ્યાં છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં એક 29 વર્ષીય યુવકે વિચિત્ર રીતે આપઘાત કરી લીધો...
બિહાર: બિહારની (Bihar) સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ માથાભારે લોકો દ્વારા હિંસા કરવામાં આવી હતી. રોહિણી આચાર્ય (Rohini...
ડાંગ જિલ્લામાં પશુપાલન અને દૂધડેરીના વ્યવસાયમાં સધ્ધરતા મેળવી વિકાસનાં ડગલાં ભરતું વઘઈ તાલુકાનું ગામ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ અને દૂધડેરીના વ્યવસાય...
મથી મથીને પરસેવાનું ખાબોચિયું બનાવી દીધું, છતાં હજી સમજાયું નથી કે, વાંસળીમાંથી સુરીલા સૂર કેવી રીતે નીકળે..! એવું જ લાગે કે, ભગવાનના...
ઉત્તરાખંડનાં જંગલોમાં લાગેલી આગ એ કુદરતી નહીં, પરતું માનવસર્જિત હોવાનું માનવામાં આવે છે. આગ લાગવાથી અનેક હેક્ટર જંગલોનો નાશ થઈ ગયો છે....
ભારતમાં ગણતંત્ર સ્થાનિક, પ્રાદેશિક અને કેન્દ્રીય ચૂંટણીઓ દ્વારા રચાય છે. એકસો બેંતાળીસ કરોડ ભારતીયો અલગ અલગ ભાષા, જાતિ, ધર્મ, વ્યવસાય સાથે જીવે...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
ફિલ્ટરેશન પ્લાન્ટ ફ્લોપ | નડિયાદના શુદ્ધ પાણીનો દાવો પોકળ સાબિત થયો : દૂષિત પાણીના કારણે રોગચાળામાં 150 લોકો સપડાયા
ઝાડા-ઉલટી થયાના 24 કલાકમાં નગરપાલિકાના નિવૃત મહિલા કર્મચારીના મોતથી અરેરાટી
વૃદ્ધાના મૃત્યુ બાદ ચીફ ઓફીસરે સ્થળ પર દોડી જઈ પરીસ્થિતિનો તાગ મેળવ્યો઼
(પ્રતિનિધિ) નડિયાદ, તા.21
નડિયાદ નગરપાલિકામાં છેલ્લા 14 વર્ષથી વનવાસ ભોગવતો ફિલ્ટરેશન પ્લાન્ટ ફ્લોપ થયો હોવાના એક બાદ એક પુરાવા સામે આવી રહ્યા છે. પહેલા માઈ માતાના મંદિર વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા બાદ હવે નડિયાદ પશ્ચિમમાં જ ઈન્દિરાનગર વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. આ રોગચાળામાં તો 150 ઉપરાંત સ્થાનિકો સપડાયા છે અને આ પૈકી નગરપાલિકાના જ એક નિવૃત મહિલા સફાઈ કર્મચારીનું મૃત્યુ થતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા જ ચીફ ઓફીસર સ્થળ પર દોડી ગયા હતા અને પરીસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નડિયાદ નગરપાલિકાના અનેક વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. સપ્તાહ પહેલા શહેરના માઈ માતા મંદિર વિસ્તારની અનેક સોસાયટીઓમાં દૂષિત પાણીની બૂમ ઉઠી હતી. આ વચ્ચે હવે શહેરના ઈન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ હતી. જેમાં આ વિસ્તારના અનેક પરીવારોના 150 ઉપરાંત લોકો દૂષિત પાણી પીવાથી ઝાડા-ઉલટીના રોગચાળામાં સપડાયા હતા. જેમાંથી અનેક લોકો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, તો કેટલાય ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ વચ્ચે ગઈકાલે સોમવારે આ વિસ્તારમાં રહેતા નગરપાલિકાના નિવૃત સફાઈ કર્મચારી મીનાબેન સોલંકીને પણ સોમવારે ઝાડા-ઉલટી થતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી હતી, ત્યારબાદ ઘરે લાવ્યા હતા. આજે મંગળવારે પણ તેમની તબિયતમાં ફેર ન થતા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ. આ અંગે મૃતકના પરીવારમાંથી તેમના ભાઈ નરેશભાઈ સોલંકીએ પ્રશાસન સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જેમાં સપ્તાહથી આ વિસ્તારમાં સમસ્યા હોવા છતાં તંત્ર ડોકીયુ કરવા ન આવ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. તો તંત્રની ઢીલી નીતિના કારણે 150 ઉપરાંત લોકો રોગચાળામાં સપડાયા હોવાનું પણ જણાવ્યુ છે. સોલંકી પરિવારે ઘરમા વડિલ મોભી ખોઈ બેસતા તેઓમાં તંત્ર પ્રત્યે ભારે રોષ છે. સ્વજનનું આ રીતે મૃત્યુ થતા પરિવાર આઘાતમાં સરી ગયો છે અને આક્રંદ છવાયો છે. દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલટી થતા તેમનું મોત નિપજ્યું હોવાનું પરીવારે આક્ષેપ કર્યો છે. ત્યારે તંત્ર રીપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ માલૂમ પડશે તેમ કહી હાથ ઊંચા કરી દીધા છે. એકતરફ તંત્ર જ્યાં સબ સલામત હોવાના દાવા કરી રહ્યુ હતુ, તેની વચ્ચે રોગચાળામાં એકના મોતના સમાચાર સાંભળી ખુદ ચીફ ઓફીસર રૂદ્રેશ હુદળ સ્થળ પર દોડી ગયા હતા અને રોગચાળાને સબંધે તેમજ દૂષિત પાણી મામલેની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.
‘છેલ્લા ચાર દિવસથી આ સમસ્યા અમારા ધ્યાને આવી છે. પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત સર્વેની કામગીરી હાથ ધરી ઘેર ઘેર સર્વે કરાયો છે. ક્લોરિન ટેસ્ટ પણ કરાયા છે. જેમાં ક્લોરિન ટેસ્ટ બરાબર આવે છે મેઈન લાઇન ખોદાવી ચેક કરાવી છે. પાણી ક્લિયર આવે છે ડ્રેનેજનું પાણી મિક્સ થતું ક્યાંય દેખાતું નથી. ખૂબજ ગરમીના કારણે આ પરિસ્થિતિ થઈ હોવાનું જણાવ્યું છે તો બીજી તરફ મૃતક બાબતે પૂછતા તેમણે કહ્યું કે, ડોક્ટરનો અભિપ્રાય રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. હાલ ક્લોરિન ટેસ્ટ પણ પોઝિટિવ આવી રહ્યા છે. તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. પાણીનો રેગ્યુલર ટેસ્ટિંગ કરાવામા આવી રહ્યું છે. જેમાં પાણીના તમામ ટેસ્ટ પોઝિટિવ આવે છે ગઈકાલ સુધી જાડા ઉલટીના 24 કેસ સિવિલમાં હતા જે આજે 84 કેસની આસપાસ છે’ : રૂદ્રેશ હુદળ, ચીફ ઓફીસર, નગરપાલિકા