કાળઝાળ ગરમીમાં સિક્યુરિટી જવાનોને પરેડની તાલીમ કેટલી યોગ્ય ? હાજર અધિકારી દ્વારા સિક્યુરિટી જવાનને પ્રાથમિક સારવાર આપવાની તસ્દી પણ ન લેવાઈ :...
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા ફાતેમા કોમ્પ્લેક્ષમાં પાણીની સમસ્યા ખુબ વિકટ બની છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી આ વિસ્તારમાં પાણી ન...
દક્ષિણ ઝોનમાં ચાલી રહેલી પ્રિમોન્સૂનની કામગીરીને લઈ પાલિકાના મેયર પિંકી સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું...
AAP સાંસદ સ્વાતિ માલીવાલના ગેરવર્તન કેસ બાદ દિલ્હીમાં રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ દરમિયાન એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હી...
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે વડોદરામાં યલો એલર્ટ ની સ્થિતિ એકતરફ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ આગજનીના બનાવો વધી...
અમદાવાદ: દેશમાં લોકસભાની ચૂંટણીનું પાંચમા તબક્કાનું આજે તા. 20 મેના રોજ મતદાન ચાલી રહ્યું છે ત્યારે આજે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)...
નવી દિલ્હી: યુપીના (U.P) આગ્રામાં જૂતાના વેપારીઓ (Shoe Merchant) પર આવકવેરા વિભાગના દરોડા (Income Tax Department Raid) સતત ત્રીજા દિવસે પણ ચાલુ...
સુરત: પાસોદરાની ગ્રીષ્મા વેકરીયાનું એકતરફી પ્રેમી ફેનિલે ગળું કાપી હત્યા કરી હતી તે ઘટના હજુ લોકોના માનસપટ પર તાજી છે. ત્યારે ગ્રીષ્માની...
ઓડીશા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે સોમવારે ઓડિશાના પુરીમાં પાંચમા તબક્કાના મતદાન દરમિયાન ગર્જના કરી હતી. તેમણે પુરીમાં ભાજપના...
(પ્રતિનિધિ) વડોદરા તા.20વડોદરા જિલ્લાના મંજુસર ગામમાં તળાવ પાસે કચરાપેટી માંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે તાજુ...
અમારા ઘરોમાં લાગેલા સ્માર્ટ મીટર કાઢો, નહીં તો વીજ કચેરીમાં તોડફોડ કરવાની મહિલાઓએ આપી ચીમકી ( પ્રતિનિધિ ) વડોદરા તા.20 વડોદરા શહેરમાં...
સુરત: શહેરના વેડરોડ વિસ્તારના 22 વર્ષીય યુવાન રત્નકલાકારનું અપહરણ થયું હોવાની ફરિયાદ મળતા પોલીસ દોડતી થઈ હતી. જોકે, માત્ર 3 જ કલાકમાં...
નવી દિલ્હી: એડટેક ફર્મ બાયજુસની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યાં નથી. આર્થિક સંકટ વચ્ચે મોટા અધિકારીઓ છોડીને જતા હોવાના કારણે...
લખનૌ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) એટામાં એક વ્યક્તિએ 8 વખત મતદાન (Voting) કર્યું હોવાનો દાવો કર્યા બાદ હવે સંબંધિત મતદાન કેન્દ્ર પર...
દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે. વચનો, પ્રવચનોની ગુંજ દેશના વાતાવરણમાં ફેલાઇ ગઇ છે. ચૂંટણી આવે ત્યારે નેતા બનવાના અભરખા અનેકના દિલમાં...
સુરત: લિંબાયતના જવાહરનગરમાં ગૃહકંકાસમાં નાના ભાઈએ એસીડ પીને આત્મહત્યા કરી લીધી હતી. તેની જાણ મોટા ભાઈને થતા મોટા ભાઈએ પણ એસીડ પીને...
જે રીતે સિગારેટના પેકેજ ઉપર ચેતવણી હોય છે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ‘, તે મુજબ કુકીઝ, કેચપ, પીણાં , સીરીયલ...
વરખ એટલે ભીંગડું, પોપડી કે પડ. એક જાતનું સોના, ચાંદીનું પાતળું પતરું. પાનાનું પડ વરક. હા, તેમાં રૂપ વગેરેની તદ્દન પાતળી પડેલી...
ઇઝરાયલના વોર કેબિનેટ મંત્રી બેની ગેન્ટ્ઝે પીએમ નેતન્યાહુને ધમકી આપી છે કે જો તેઓ યુદ્ધ પછી ગાઝા માટે નવી યોજના નહીં બનાવે...
નવી દિલ્હી: ઈરાનના (Iran) રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું (President Ibrahim Reisi) હેલિકોપ્ટર ક્રેશ થતા નિધન થયું હતું. ઘટના ગઇકાલે રવિવારે બની હતી. જ્યારે...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024નું (Lok Sabha Election 2024) 5માં તબક્કાનું મતદાન (Voting) સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. જે સાંજે...
વડોદરા: વડોદરાના માંજલપુર રોડ નજીક એમજીવીસીએલના થાંભલા રોડ ઉપર નોંધારા મુકી દેવાયા છે. જેને લઇને છેલ્લા એક મહિનાથી અહીંથી પસાર થતા વાહનચાલકોને...
વડોદરા: વડોદરા શહેર જિલ્લા સહિત ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો છે. ત્યારે વડોદરામાં જયાં જયાં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા ત્યાંથી જૂના...
નવસારી: (Navsari) દાંડીના દરિયામાં (Dandi Beach) અષ્ટ ગામના એક જ પરિવારના ૪ સભ્યોના મોત નિપજ્યાના ગોઝારા અકસ્માત બાદ આખરે નવસારી જિલ્લા તંત્રએ...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) દક્ષિણ વન વિભાગનાં વઘઈ રેંજની ટીમે ખીરમાણી મહારાષ્ટ્રનાં બોર્ડર પરથી ખેરનાં લાકડાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની...
સુરત: સરથાણામાં સીમાડા નાકા તરફ રસ્તા પર સેતુબંધ બિલ્ડીંગની લાઈનમાં અક્ષર પાર્કિંગ પાસે ફૂટપાથ ઉપર સૂતેલા શ્રમજીવી પરીવારના 7 વર્ષિય બાળક પરથી...
વડોદરા મહાનગર પાલિકા દ્વારા ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા, સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા ની વાતો કરતી પાલિકા દ્વારા અમિતનગર બ્રિજ ની નીચે યોગ્ય...
ઈરાનના રાષ્ટ્રપતિ (Iran President) ઈબ્રાહિમ રઈસીને લઈ જતું હેલિકોપ્ટર (Helicopter) દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ઈરાની ટીવીએ રવિવારે અહેવાલ આપ્યો હતો. સ્ટેટ ટીવીએ હજુ...
ગાંધીનગર: (Gandhinagar) આગામી તા.24મી મે સુધી ગુજરાતમાં (Gujarat) ગરમીના સંદર્ભમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જરૂરત ના હોય તો...
પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપના તોફાને ટીએમસીના આતંકના કિલ્લાઓને નષ્ટ કરવાનું શરૂ કર્યું...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
કાળઝાળ ગરમીમાં સિક્યુરિટી જવાનોને પરેડની તાલીમ કેટલી યોગ્ય ?
હાજર અધિકારી દ્વારા સિક્યુરિટી જવાનને પ્રાથમિક સારવાર આપવાની તસ્દી પણ ન લેવાઈ :
( પ્રતિનિધિ ) વડોદરા તા.20
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીમાં સત્તાધીશોએ કાળઝાળ ગરમીમાં સિક્યુરિટી જવાનોને પરેડ કરાવતા એક સિક્યુરિટી જવાની તબિયત લથડી હતી. જોકે તાલીમ આપી રહેલા પ્રવીણ બારોટ અને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સિક્યુરિટી જવાનને પ્રાથમિક સારવાર આપવાની તસ્દી પણ લેવામાં આવી ન હતી.

વડોદરામાં ગરમીના તાપમાનનો પારો ઊંચે ગયો છે. ત્યારે લોકોને કામ વગર બહાર નહીં નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ખાનગી સિક્યુરિટીના જવાનો પાસેથી ભર બપોરે પરેડ કરાવવામાં આવી રહી છે. આ દરમિયાન ખાનગી સિક્યુરિટીમાં ફરજ બજાવતા નિવૃત પોલીસ કર્મચારી જે પોતાને યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર ગણાવી રહ્યા છે તેવા પ્રવીણ બારોટ દ્વારા સિક્યુરિટી જવાનોને ભર બપોરે તડકામાં તાલીમ આપવામાં આવી હતી. આ દરમિયાન સવારની પાળીમાં ફરજ પૂર્ણ કરીને પરેડમાં હાજર રહેલા સિક્યુરિટી ગાર્ડ ભરતભાઈની એકાએક તબિયત લથડી હતી. જેઓને પરેડ બહાર બેસાડી દેવામાં આવ્યા હતા પણ તેઓની મેડિકલ સારવાર કરવાની તસ્દી પણ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા લેવામાં આવી ન હતી. જેથી કર્મચારીની તબિયત લથડવાને કારણે પરેડમાં હાજર રહેલા અન્ય સિક્યુરિટી જવાનોમાં નારાજગી જોવા મળી હતી. સિક્યુરિટી જવાનને પ્રાથમિક સારવાર કરાવવાની વાતે પ્રવીણ બારોટ એ પણ આંખ આડા કાન કર્યા હતા અને તમામ દોષનો ટોપલો યુનિવર્સિટીના ઓએસડી એસ.કે.વાળા પર ઢોળ્યો હતો.

ટ્રેનિંગ આપનાર પ્રવીણ બારોટે જણાવ્યું હતું કે ,અમારી ટ્રેનિંગ નો એક ભાગ છે કે જે રીતે એ લોકો હોસ્ટેલમાં ફરજ દરમિયાન સારી રીતે કામગીરી કરે એ માટે એમને ટ્રેનિંગ આપીએ છીએ. ઠંડકમાં ઊભા રાખ્યા છે. ખાલી નોર્મલ ટ્રેનિંગ આપીએ છીએ. અમારા વિજિલન્સ ઓફિસર ઓએસડી વાળા સાહેબના હુકમથી અમે ટ્રેનિંગ આપીએ છીએ. જેમની તબિયત લથડી એમને કશું નથી. એ એવું કહે છે કે ખાધું નથી હું બેસી જાવ છું, એટલે બેસાડી દીધો. અમારે અમારા વીસી સાહેબ અને વાળા સાહેબની સૂચનાથી અમારે અમારું કામ કરવાનું છે. ટ્રેનિંગનો જે હુકમ છે એ પ્રમાણે ટ્રેનિંગ આપીએ છીએ.

સિક્યુરિટી જવાન ભરતભાઈએ જણાવ્યું હતું કે મને પરેડમાં ચક્કર આવતા હતા. બારોટ સાહેબ પરેડ કરાવતા હતા. બધું શીખવાડે છે માટે એ જરૂરી છે. ગરમીમાં જોવા જઈએ તો આ રીતે પરેડ ન કરાવાય. હમણાં હું પડી ગયો હતો અને છાતીમાં પણ દુખાવો થઈ ગયો.

એબીવીપીના વડોદરાના મહામંત્રી અક્ષય રબારીએ જણાવ્યું હતું કે હાલમાં જે સિક્યુરિટી જવાનને તબિયત લથડી તેઓ પોતે યુનિવર્સિટીની જ એક્સ્પીમેન્ટલ સ્કૂલના ગેટ પાસે પાણી પીતા બે વખત લથળિયા ખાઈને મારી સામે પડી ગયા છે, અને તેવામાં ખાનગી સિક્યુરિટી દ્વારા તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ જે જોવા જઈએ તો બપોરે ત્રણ વાગે એક તરફ સરકાર દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે, ઘરની બહાર નીકળવું નહીં અને ઘરની બહાર નીકળો તો કપડા ઢાંકેલા પુરા શરીર પર પહેરીને નીકળવું, મોઢું ઢાંકીને નીકળવું, તો બીજી તરફ ખાનગી સિક્યુરિટી દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે સિક્યુરિટી જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે, તો આજે આપણા જેવા યુવાનો પણ ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે પાણીની બોટલ સાથે લઈને નીકળવું પડે છે. ત્યારે યુનિવર્સીટીમાં આવા ખાનગીકરણમાં જે સિક્યુરિટી દ્વારા ભર બપોરે પરેડ કરવામાં આવે છે. એ ખૂબ જ નિંદનીય છે અને આટલા ઉંમરવાળા વ્યક્તિને ભર બપોરે ટ્રેનિંગ આપવી તે ખૂબ જ ખરાબ વસ્તુ છે. જો કાલ ઊઠીને કહ્યું મોટી ઘટના બની હોત તો એનો જવાબદારી કોણ લેશે ?