Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા મહાનગર પાલિકા દ્વારા જીજી માતા તળાવમાં નું બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી હોવાથી કામગીરી દરમિયાન તળાવમાં મિક્સર મશીનનો ટ્રક ખાબક્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી શહેરોના અલગ અલગ સ્થળો પર બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે તો એકબાજુ તંત્ર સામે વરસાદ પહેલા તમામ સ્થળોની બ્યુટીફિકેશનની કામગીરી આટોપી લેવાની હોવાથી ખુબજ ઝડપથી કામગીરી થઇ રહી છે એવામાં વડોદરા મકરપુરા જી જી માતા ના મંદિર પાસે આવેલ તળાવમાં ચાલુ કામ દરમિયાન મિક્સર મશીનનો ટ્રક ખાબક્યો હતો. આ ટ્રક કેવીરીતે તળાવ માં ખાબક્યો એનું કારણ હજી સુધી ત્યાં ના કોન્ટ્રાક્ટરે જણાવ્યું નથી. લોકો માં સંકા કુસંકાઓ થઈ રહી છે. કોઈ જાણકાર કોન્ટ્રાક્ટર છે કે નહિ અને જો જાણકાર હોય તો જે મિક્ષર ટ્રક તળાવ માં ખાબક્યો એ અનુભવી છે કે કેમ એપં એક સવાલ થાય છે. ડ્રાઈવર નસા માં તો ન હતો? એવી પણ લોક ચર્ચા થઈ રહી છે. જો જાણકાર અને અનુભવી ડ્રાઈવર કોન્ટ્રાક્ટર હોય તો આવો અકસ્માત ના થાય એ વાત હકીકત છે. સત્ય કારણ તો કદાચ જાણવા નહિ મળે એવાત સાચી છે.
આ કામ પેહલા ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણ થી બંધ કરાયું હતું પેહલા જે કોન્ટ્રાકટર ને કામ આપવામાં આવ્યું હતું અને હવે જે કોન્ટ્રાકટર ને આ તળાવ નું બ્યુટીફિકેશન નું કામ અપાયું એ કેમ બદલવામાં આવ્યા એ પણ એક પ્રશ્ન છે?

To Top