વડોદરા: ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓની પરીક્ષા થોડી મોડી લેવામાં આવશે તેવો નિર્ણય...
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનમા એમ.એસ. યુનિવર્સિટીને પ્રતિનિધિત્વ આપવા માટે સિન્ડિકેટ સભ્યનું નામ મોકલવામાં આવ્યું હતું. તેનો સ્વીકાર નહીં કરતા આજે વિદ્યાર્થીઓએ એમ.એસ....
મુંબઇ (Mumbai): કોરોના વાયરસને (Corona Virus/Covid-19) કારણે લાંબા સમયથી અટકેલી મુંબઇ લોકલ ફરી દોડવા લાગી છે. જોકે, હાલમાં ટ્રેનમાં પહેલા જેટલી ભીડ...
ખેડૂત આંદોલનનો બુધવારનો 42 મો દિવસ છે. કૃષિ કાયદો રદ કરવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી...
ગુરુવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થનારી મહત્ત્વપૂર્ણ ત્રીજી ટેસ્ટ માટે ભારતે તેની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી. રોહિત શર્મા શુબમન ગિલ...
ગાંધીનગર (Gandhinagar): રાજ્ય સરકાર દ્વારા બુધવારે શાળાઓ ખોલવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો...
દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી(PRANAV MUKHARJI) એ તેમની આત્મકથા ‘ધ પ્રેસિડેશનલ યર્સ’ પુસ્તકમાં ઘણા ચોંકાવનાર તથ્યોનો ખુલાસો કર્યો છે. આવી સ્થિતિમાં પંડિત...
સુરત (Surat): કોરોનાના (Corona virus/ Covid-19) કેસ હવે ઓછા થયા છે. બધાનું ધ્યાન રસીકરણ પ્રક્રિયા પર છે. એવામાં છેલ્લા કેયલાક દિવસથી સિવિલમાં...
વડોદરા: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ભાયલી ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ની રસી મૂકવાના પૂર્વ અભ્યાસ રૂપે નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને...
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના વરિષ્ઠ સલાહકાર અને ટોપ સાયન્ટિસ્ટ ડો. તપન મિશ્રા(TAPAN MISRA)એ દાવો કર્યો છે કે ત્રણ વર્ષમાં ત્રણ...
બેંગલુરુ (Bengaluru): જાન્યુઆરી કર્ણાટકમાં શાળાઓ અને કોલેજો ફરી શરૂ થયાના માત્ર પાંચ દિવસ પછી ઘણા બધા શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો....
ભારતનાં કેરળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં બર્ડ ફ્લુના સમાચાર આવતાં આતંક ફેલાઈ ગયો છે. સત્તાવાળાઓ દ્વારા...
વોશિંગ્ટન (Washington): અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વ્હાઈટ હાઉસમાંથી વિદાય લેતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિતની...
ચીનના વિસ્તારવાદી વલણથી અનેક પડોશી દેશો પરેશાન છે. થોડા દિવસો પહેલાં ચીને ચાલાકીથી આપણી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ ચીન...
પ્રકૃતિ જયારે અરાજકતાએ ચઢે છે ત્યારે જાન-માલ લઇ પણ લે છે. આમ છતાં પ્રકૃતિનો મૂળભૂત સ્વભાવ અવિરતપણે આપતા રહેવાનો છે. પ્રકૃતિ તરફથી...
MUMBAI, સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં તેજીનો દોર ચાલુ છે. સેન્સેક્સ (SENSEX)79 અંક વધીને 48,517.49 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડેક્સ(INDEX)માં ઓએનજીસીના...
જાન્યુઆરી માસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈની સ્મરણગાથા લઈને આવે છે. મહાદેવભાઈ દેસાઈ જીવનભર બાપુનો પડછાયો થઈને રહ્યા હતા. ભાગ્ય પણ...
ફેસબુક(FACEBOOK)ની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે(WHATSAPP) તેની શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી છે અને તેની સૂચના મંગળવાર સાંજથી ધીમે ધીમે ભારતમાં...
આપણે ત્યાં કોઇકનું અવસાન થાય તો શ્રધ્ધાંજલિના કાર્યક્રમમાં એમ જ કહેવામાં આવે દેશને, રાજ્યને, જ્ઞાતિને કે કુટુંબને એમના જવાથી કદી પુરાય નહીં...
પ્રેમની પતંગની ઉડાન નફરતની પેચ કાપવી, જેટલો લાંબો સંબંધ વધારવો હોય તો દિલથી નભાવવો જોઇએ. જેમના સ્વભાવમાં પ્રેમ નથી, લાગણી નથી તેના...
એક યુવાન કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો .નામ પ્રણવ …..ઘણો હોશિયાર હતો ….ભણતા ભણતા ઘણા કામ કરે …પ્રયોગો કરે ..પૈસા કમાવાની...
ભારતે હમણાં જ કોરોના વાયરસ આપતી એ રસીઓના તાકીદના ઉપયોગને અધિકૃતતા આપી છે. તેમાંની એક છે ‘કોવીશીલ્ડ’ અને બીજી છે ‘કોવાકસીન’.‘કોવીશીલ્ડ’ રસી...
જયાં સુધી મારો વ્યકિતગત સવાલ છે ત્યાં સુધી મને કયારેય કલાસરૂમનું શિક્ષણ આનંદ આપી શકયું નહીં. સ્કૂલમાં ભણતો ત્યારે મારી નજર કાયમ...
કોરોના વાયરસ(corona vaccine) રોગચાળા સામે લડી રહેલા વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચાલુ થઈ રહ્યું છે, જે ભારતમાં મકરસંક્રાંતિથી શરૂ થઈ શકે...
રવિવારે એક મહત્વની ઘટના બની. કોરોનાવાયરસ સામે દેશમાં રસીકરણ શરૂ કરવા માટે બે રસીઓને ભારતના ઔષધ નિયંત્રક ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા(ડીસીજીઆઇ) દ્વારા...
સુરત: આઇપીએલ માટે બીસીસીઆઇની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ દ્વારા ગુજરાતમાંથી આશાસ્પદ ફાસ્ટ બોલર અને સ્પીનર્સ શોધવા માટે સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો....
શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓ વખતે કોઇ જાનહાની કે મોટા પાયે નુકશાન ના થાય તે માટે મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક હાથે...
સુરત: સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પીએમ રૂમના કર્મચારીઓ દ્વારા પરપ્રાંતિયો પાસે મૃતદેહ પેકિંગ કરવાના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી...
સુરત: સુરતનો કાપડનો રીટેલ વેપાર રિટર્ન ગુડ્ઝ અને પેમેન્ટ ક્રાઇસીસની સમસ્યાથી પીડાઇ રહ્યો છે. ગત દિવાળીની સિઝન પહેલાં સુરતના કાપડના વેપારીઓએ ઉત્તર...
ઓસ્ટ્રેલિયા સામે અહીં ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે ત્રીજી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે ત્યારે ટીમમાં બે મહત્વના ફેરફાર જોવા મળી શકે છે. એવું...
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
વડોદરા: ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓની પરીક્ષા થોડી મોડી લેવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજરાતનાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ જમા કરવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે.
ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧ માં લેવાનારી બોર્ડની પરીક્ષાઓમાં ફી નાં ધોરણો નકકી કરી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ધોરણ ૧૦ અને ૧૨ ની સામાન્ય પ્રવાહની પરીક્ષા અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં ફી નાં ધારા ધોરણો બહાર પાડવામાં આવ્યા છે.
આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનાની બદલે મે માહિનામાં લેવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રૂ.૬૦૫ નિયમિત ફી ભરવાની રહેશે તેમજ એક વિષયનાં રિપીટર વિદ્યાર્થીએ રૂ.૧૮૦, બે વિષય માટે ૩૦૦ અને ત્રણ વિષય માટે રૂ.૪૨૦ તેમજ ત્રણ વિષય કરતાં વધારે વિષયની રિપીટર વિદ્યાર્થીને રૂ.૬૦૫ ફી આપવાની રહેશે તેમજ વિજ્ઞાનમાં પ્રાયોગિક વિષયની વિષય દીઠ ફી રૂ.૧૧૦ રહેશે.
તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓ માટે નિયમિત વિદ્યાર્થીએ રૂ.૪૯૦ ફી ભરવાની રહેશે તથા નિયમિત એક વિષયનાં રિપીટર વિદ્યાર્થીએ રૂ.૧૪૦, બે વિષય માટે રૂ.૨૨૦, ત્રણ વિષય માટે રૂ.૨૮૫ અને ત્રણ વિષય કરતાં વધુ વિષય માટે રૂ.૪૯૦ ફી નકકી કરવામાં આવી છે. પ્રાયોગિક વિષયની વિષયદીઠ રૂ.૧૦ ફી ભરવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નિયમિત વિદ્યાર્થીએ રૂ.૩૫૫, રિપીટર વિદ્યાર્થીએ એક વિષયની રૂ.૧૩૦, બે વિષયની રૂ.૧૮૫,ત્રણ વિષયની રૂ.૨૪૦ અને ત્રણ વિષય કરતાં વધુ વિષયની રૂ.૩૪૫ ફી ભરવાની રહેશે.
જેમાં ખાનગી ઉમેદવારે રૂ.૭૩૦, ખાનગી રિપિટરે એક વિષયનાં રૂ.૧૩૦, બે વિષયનાં રૂ.૧૮૫, ત્રણ વિષયનાં રૂ.૨૪૦ અને ખાનગી રિપિટરે ત્રણ કરતાં વધુ વિષયમાં રૂ.૩૪૫ ફી ભરવાની રહેશે. આ તમામ ફી નાં ધોરણોમાંથી ધોરણ ૧૦ અને ૧૨ માં સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.