વડોદરા: વડોદરા શહેરના અટલાદરા ખાતે પિયરમાં રહેતાં પ્રીતિબહેને (નામ બદલ્યું છે) મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે પ્રીતિબહેનના...
વડોદરા: પોલીસ કોન્સ્ટેબલ નંબર પ્લેટ વગરની ચાલુ બાઇક ઉપર ફોન પર વાત કરી રહ્ના હતો. અને તેને માસ્ક પહેર્યું ન હતું જેને...
ઉત્તરપ્રદેશ (UTTAR PRADESH) ના બદાયુન (BADAUN) માં પોલીસે મહિલા સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટનાના મુખ્ય આરોપી મહંત સત્યનારાયણની ધરપકડ કરી છે....
વડોદરા: બેકાર દિયર માટે ડી.જે. સિસ્ટમ લાવવા માટે પિયરમાંથી રૂપિયા બે લાખ નહીં લાવે તો, ઘરમાં કામવાળી તરીકે રહેવું પડશે. તેમ કહી...
વડોદરા: શહેરના ન્યુવીઆઈપી રોડ પર આવેલા ખોડીયારનગર સ્થિત બ્રહમાનગરના ખુલ્લા મેદાનમાં મેદાનમાં ઝાડી ઝાંખરાં વચ્ચેથી કલરકામ કરતા શ્રમજીવી યુવાનની હત્યા કરી ત્યજી...
દાહોદ : દાહોદ શહેરને અડીને આવેલ અમદાવાદ – ઈન્દૌર હાઈવે સ્થિત આજરોજ સવારના અગીયારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ટ્રેક્ટર,સ્કોર્પિયોર અને બે બાઈકો વચ્ચે...
મુંબઈ (MUMBAI) ,સતત બે દિવસના ઘટાડા બાદ શુક્રવારે બજાર સારા ઉછાળા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ (SENSEX) 370.15 પોઇન્ટ વધીને 48,463.47 પર ટ્રેડ...
કાલોલ: મંગળવારની રાત થી બુધવારની સવાર સુધીમાં કાલોલની મહેશ નગર સોસાયટી તથા લકુલીશ નગર સોસાયટીમાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલા તથા...
કાલોલ: કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામે રાઠવા ફળિયામાં રહેતા વિજયભાઈ કનુભાઈ રાઠવા ના લગ્ન પ્રસંગમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા સ્ટાફ દ્વારા...
આણંદ: આણંદ જિલ્લાના ખંભાત કે જે બંદર તરીકે જાણીતું હતું સમયાંતરે બંદર બંધ થયું હતું. જેના કારણે ખંભાત તાલુકામાં દરિયાઈ વિસ્તાર નજીક...
DELHI, આજે સરકાર અને ખેડૂત સંગઠનો કૃષિ કાયદાઓ પરની લડાઇ વચ્ચે શુક્રવારે આઠમી વખત બેઠક યોજાશે.બંને પક્ષોની જિદ્દ અને ખેડૂત સંગઠનોની તાકાત...
ગાંધીનગર (Gandhinagar): તા. 11 જાન્યુઆરીને સોમવારે સવારે 5 વાગ્યાથી તા. 12 જાન્યુઆરીને મંગળવાર સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને...
આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પવાર કંપની સંયુકત ઉપક્રમે આંકલાવ તાલુકાના આમરોલગામે ૧૧ ગામોને પુરૂ પાડી શકાય તેટલો ૧ મેધા...
એમેઝોન કંપનીના માલિક જેફ બેઝોસને ઓવરટેક કરીને ટેસ્લા કંપનીના વડા એલન મસ્ક વિશ્વના સૌથી ધનવાન શખ્સ બની ગયા છે. સ્પેસ ટેકનોલોજીમાં પણ...
વિશ્વનો સૌથી મોટો શિયાળુ ઉત્સવ આજથી ચીનના હેઇલોંગજીઆંગ પ્રાંતના હાર્બીન શહેરમાં શરૂ થઇ ગયો છે. ઉત્તર ચીનના હાર્બીન શહેરમાં દર વર્ષે યોજાતો...
ઉતરાયણનું પર્વ દેશમાં અને ગુજરાતમાં સૌથી વધુ ઉત્સાહભેર ડાયમંડ સીધી સુરતમાં ઉજવવામાં આવે છે. સુરતી ઉતરાયણ વિશે હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેથી ચં.ચી. મહેતા...
શહેરના વેડરોડ ખાતે રહેતા યુવકને સામાન્ય બોલાચાલી બાદ સુર્યા મરાઠી ગેંગના સાગરીતોએ છાતીમાં અને જાંઘના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી...
સુરત: 9000 કરોડનું ટર્નઓવર અને 11 લાખ ગ્રામિણ અને શહેરી સભાસદો ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ બેંકની વ્યવસ્થાપક કમિટિની ચૂંટણીમાં વર્ષો પછી...
સુરત અને તાપી જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પશુપાલન વિભાગ અને વનવિભાગે મોટાપાયે તપાસ શરૂ કરી છે. ઉચ્છલમાં ત્રણ મૃત મરઘીઓ મળી...
સુરત માટે મહત્ત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. ત્યારે હવે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી 18મી જાન્યુઆરીના રોજ...
અમદાવાદ મનપાની ફેબ્રુઆરી માસમાં યોજાનાર ચૂંટણી માટે નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. ૨૦૨૦ની મતદાર યાદી મુજબ શહેરમાં ૬ લાખ કરતા...
ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની ભગીની સંસ્થાઓના કાર્યકરોની ૩ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક ગુરુવારે પૂર્ણ...
ગાંધીનગર નજીક કરાઈ સ્થિત ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-૧૩ના ૪૩૮...
વોશિંગ્ટન : ટેકેદારોની હિંસાથી ઘેરાયેલા વોશિંગ્ટન (Washington) ની યુ.એસ. સંસદ પર ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ હજી ઘટી નથી. એક તરફ, યુ.એસ.ના ધારાસભ્યો તેમની...
સુરત: (Surat) શહેરમાં ગુરૂવારે માત્ર 98 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 37,666 પર પહોંચ્યો છે તેમજ વધુ 1 મોત સાથે કુલ...
અમદાવાદ: (Ahmedabad) ભાજપ (BJP) પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર કરતા ટીમમાં 90 ટકા ફેરફાર થયા છે. સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ...
ખેરગામ: (Khergam) ખેરગામમાં તસ્કરોને ચોરી કરવાની જાણે ગમ્મત પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. પોલીસ હજુ કોઈ ઘટનાનો ભેદ ઉકેલે એ...
ગાંધીનગર : રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પોલીસ એકેડમી દ્વારા દિક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢના કરાઈ એકેડમી, ખલાલ, પીટીએસ, વડોદરા,...
અંકલેશ્વર : એક તરફ કોરોના સ્ટ્રેન (CORONA NEW STRAIN) સમગ્ર વિશ્વ ઉપરાંત ભારત અને ગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે એવા સમયે પણ...
એક બંગલા બને ન્યારા… એ તો દરેકનું પોતીકું સપનું હોવાનું.વળી,એ માટે દરેક પોતાની કેપેસીટી પ્રમાણે ઘર બનાવે. આજે અહીંથી એવા ઘરની વાત...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા: વડોદરા શહેરના અટલાદરા ખાતે પિયરમાં રહેતાં પ્રીતિબહેને (નામ બદલ્યું છે) મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે પ્રીતિબહેનના લગ્ન ફેબ્રુઆરી-૨૦૧૨માં ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલા ૩, નવજ્યોત સોસોયાટીમાં રહેતા હાર્દિકકુમાર હેમાભાઇ તાવિયાડ સાથે થયા હતા.
લગ્નમાં પરિવાર તથા સંબંધીઓ તરફથી ફ્રિજ, એ.સી., સહિત સોના-ચાંદીના દાગીના સહિત ઘરવખરી સામાન આપવામાં આવ્યો હતો. લગ્નના ૬ માસ સુધી પતિ અને સાસુએ સારી રીતે રાખી હતી.
ત્યાર બાદ પતિને અવારનવાર પેટમાં દુખાવો થતો હતો. પેટમાં દુખાવાનું કારણ પતિને પૂછતાં તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો, જેથી પરિવારને પૂછતાં જણવા મળ્યું કે પતિને પેનક્રાઇટીસની બીમારી છે અને એનું ઓપરેશન કરાવેલું છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે પતિ હાર્દિકકુમારે પોતાની બીમારી છુપાવી પ્રેમમાં ફસાવીને લગ્ન કર્યા હતા.
પતિને જ્યારે પૂછ્યું કે તમને પેટની બીમારી હતી તો મને લગ્ન પહેલાં કેમ જાણ ન કરી ? ત્યારે પતિએ મારઝૂડ કરી હતી. એ સાથે સાસુએ કહ્નાં, મારા દીકરાની મરજી આગળ વિવશ થઈને તને આ ઘરમાં લગ્ન કરીને લાવ્યાં છેઌ અને અમારા દીકરાને વિદેશ ભણાવવા પાછળ ૧૫થી ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમજ રૂપિયા ૧૦ લાખની કાર લાવી આપી છે. આમ, કુલ રૂપિયા ૩૦ લાખ ખર્ય કર્યો છે. તેમ છતાં તારા પિતાએ કરિયાવરમાં કશું આપ્યું નથી
તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે સાસુ એમ પણ કહેતી હતી કે તારે અમારો ત્રાસ સહન કરવો જ પડશે અને જો એ સહન કરવો ન હોય તો તારા પતિ પાછળ થયેલો રૂપિયા ૩૦ લાખનો ખર્ચ તારા બાપ પાસેથી લઇ આવ. પત્નીએ પતિને વિદેશમાં જવાનું કારણ પૂછતાં જણાવ્યું કે હું ડિપ્લોમા એન્જિનિયર છું.
વધુ અભ્યાસ માટે મારા પરિવારે મને વિદેશમાં મોકલ્યો હતો. પતિ કહેતા હતા કે હું તો તારી સાથે પ્રેમલગ્ન કરીને ફસાઇ ગયો છું., મારાં મા-બાપ પણ તને વહુ તરીકે ક્યારેય સ્વીકારશે નહીં અને જો તારે અમારા ઘરમાં વહુ તરીકે રહેવું હોય તો રૂપિયા ૩૦ લાખ તારા પિયરમાંથી લઈ આવ..
ગર્ભાવસ્થા દરમિયાન પણ પતિ તથા સાસુ ત્રાસ આપતાં હતાં અને કહેતા કે હવે આ રાજકુમારીનો દવાનો ખર્ચ પણ આપણે કરવો પડશે, જેઠાણી કહેતાં હતાં કે તારા આવનારા બાળકને ભૂવા તથા તાંત્રિક વિધિ કરાવીને જડમૂળથી કઢાવી નાખીશું અને તને ખબર છે કે આપણા સાસુ જે વિસ્તારમાંથી નોકરી કરીને આવ્યાં છે એ વિસ્તારમાં તેમની સારી ઓળખાણ છે.
જેથી જેવું તારું બાળક જન્મ લેશે કે તરત જ તેના ઉપર તાંત્રિક વિધિઓ શરૂ કરાવી દઇશું અને જો આમ ન કરાવું તો મારું નામ બદલી નાખજે, એમ જણાવી જેઠાણી પણ ત્રાસ આપતી હતી. સાસરિયાંના ત્રાસથી ગર્ભવસ્થાના સાતમા માસથી પ્રીતિબહેન પિયરમાં ચાલ્યાં ગયાં હતાં અને તેમના પિયરમાં દીકરીને જન્મ આપ્યો હતો.