Top News

More Posts

   The Latest

Most Popular

અદાણી વિલમેરે પોતાની ફોર્ચ્યુન રાઇસ બ્રાન કુકિંગ ઓઇલની એ તમામ જાહેરાત અટકાવી દીધી છે જેમાં ટીમ ઇન્ડિયાના માજી કેપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેને હાર્ટ માટે સારું ગણાવતો હતો. ગાંગુલીને હૃદય રોગનો હળવો હુમલો આવતા તે હોસ્પિટલમાં દાખલ થયો તે પછી અદાણી કંપનીએ આ નિર્ણય કર્યો હતો.

ગાંગુલીને હાર્ટ એટેક આવ્યા પછી સોશિયલ મીડિયા પર કંપનીની જાહેરાતની મજાક ઉડાવાઇ હતી. કંપનીની જાહેરાત સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે ગાંગુલીની જાહેરાત તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દેવાઇ છે. કંપનીએ હવે જાહેરાત એજન્સીને નવી એડ તૈયાર કરવા જણાવી દીધું છે.

લોકડાઉન પીરિયડ દરમિયાન બનાવાયેલી આ એડમાં રાઇસ બ્રાન ઓઇલ હાર્ટ માટે સારું ગણાવવાનો પ્રચાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ એડ અંગે ટીકા થવા માંડતા અદાણીએ જાહેરાત અટકાવવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ એવો ખુલાસો કરાયો હતો કે આ જાહેરાત હાલ અટકાવવામાં આવી છે, ગાંગુલી કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યથાવત રહેશે.

To Top